કોરોના વાયરસથી તમને રૂ. 103ની ગોળી બચાવશે, જાણવા માંગો છો તે બધુ જ અહીં

કોરોના વાયરસથી તમને રૂ. 103ની ગોળી બચાવશે, જાણવા માંગો છો તે બધુ જ અહીં

કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. ત્યારે હવે થોડા રાહતના સમાચાર મળી રહ્યા છે. કોરોના વાયરસ સારવાર માટે પ્રથમ દવા ભારતીય બજારમાં આવી છે. ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સને કોવિડ -19 માટે એન્ટિવાયરલ દવા Favipiravirના ઉત્પાદન અને માર્કેટિંગ માટેની મંજૂરી આપવામાં આવી છે. કંપની આ દવાને FabiFlu નામથી બનાવે છે.

34 ટેબ્લેટ્સની સંપૂર્ણ સ્ટ્રીપ 3,500 રૂપિયામાં ઉપલબ્ધ થશે એટલે કે એક ટેબ્લેટની કિંમત લગભગ 103 રૂપિયા છે. FabiFluનો ઉપયોગ સામાન્યથી મધ્યમ લક્ષણોવાળા દર્દીઓની સારવાર માટે કરવામાં આવશે. તે દવા હોસ્પિટલો અને મેડિકલ સ્ટોર્સમાં પ્રિસ્ક્રિપ્શન પર મળી આવશે.

ગ્લેનમાર્કે 90 સામાન્ય લક્ષણો અને 60 મધ્યમ લક્ષણોવાળા દર્દીઓ પર દવાની ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરી છે. આ દવા દર્દીના કોષોમાં પ્રવેશ કરે છે અને વાયરલ લોડને ઘટાડવા માટે વાયરસને તેની નકલ કરતા અટકાવે છે. એટલે કે, આ દવા ચેપના પ્રારંભિક તબક્કે શરીરમાં વાયરસના ફેલાવાને રોકવા માટે અસરકારક છે.

રિપોર્ટ અનુસાર FabiFluનો ઉપયોગ ઇન્ફેક્શનના શરૂઆતના સ્ટેજમાં કરવામાં આવશે. પછીના સ્ટેજમાં વાયરસની રેપ્લિકેશન ધીમું પડી જાય છે.

કંપની અનુસાર, દર્દીને પહેલા દિવસે 200mgની 9 ગોળીઓ આપવી જોઈએ. બીજા દિવસથી 200mgની 4-4 ગોળીઓ ખવડાવીને મોનિટરિંગ કરવું જોઈએ. ક્લિનિકલ ટ્રાયલનાં પરિણામો દર્શાવે છે કે 80% દર્દીઓએ આ દવાની અસર જોવા મળી છે.

DGCIએ આ દવાને મહામારીના કારણે ઇમર્જન્સી જાહેર કરી મંજૂરી આપી દીધી છે. આ સ્થિતિમાં, દર્દીઓએ દવા લેતા પહેલા બાંહેધરી આપવી પડશે. Glenmark પ્રથમ એવી કંપની છે કે જે સામાન્ય અને મધ્યમ કોવિડ -19 દર્દીઓ માટે ઓરલ અને એન્ટિવાયરલ દવાઓ લાવે છે.