અડધો કલાકમાં જ સૂર્યપ્રકાશમાં 90 ટકા કોરોના વાઇરસનો ખાતમો થતો હોવાનો અભ્યાસમાં દાવો

અડધો કલાકમાં જ સૂર્યપ્રકાશમાં 90 ટકા કોરોના વાઇરસનો ખાતમો થતો હોવાનો અભ્યાસમાં દાવો

જૈવિક સંરક્ષણ મોડેલ પર આધારિત અભ્યાસમાં કોરોના વાઇરસની વર્તણૂક પરથી તાપમાન વાઇરસ ઉપર પ્રભાવી હોવાનું તારણ ઉનાળાની ભરબપોરે સૂર્યપ્રકાશ જ મોટા ભાગના અમેરિકામાં અને આંતરરાષ્ટ્રીય શહેરોમાં ફ્ક્ત અડધો કલાકમાં ૯૦ ટકા કોરોના વાઇરસને ખતમ કરી નાખશે એવો એક તાજા અભ્યાસમાં દાવો કરાયો છે. આ અભ્યાસ કરનારા બંને અમેરિકાની સરકારી સંસ્થાનોમાં વિજ્ઞાની તરીકે કામ કરી ચૂક્યા છે. એક સૈન્ય માટે કામ કરતા હતા, જ્યારે બીજા ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન તેમજ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ હેલ્થ સાથે સંકળાયેલા હતા. આ બંને વિજ્ઞાનીઓ માને છે કે ખરેખર લોકડાઉન તો નાગરિકો માટે નુકસાનકારક છે કેમકે તેને કારણે લોકો ખુલ્લામાં જતા નહીં હોવાને કારણે કોરોના વાઇરસ નિષ્ક્રિય થતો નથી.

આ વિજ્ઞાનીઓનો અભ્યાસ જર્નલ ફેટોકેમેસ્ટ્રી અને ફેટોબાયોલોજીમાં પ્રકાશિત થયો છે. આ લેખ એવું સૂચવે છે કે કોરોના વાઇરસ ઠંડાં કરતાં ઊંચાં તાપમાને અને ભેજવાળાં વાતાવરણમાં ખૂબ જ નબળા રહે છે. યાદ રહે કે ન્યૂયોર્ક શહેરની સબવેઝમાં સપાટી સ્ટરીલાઇઝ્ડ કરવા માટે સૂર્યમાંથી જે કિરણોત્સર્ગ નીકળે છે, એવા જ અલ્ટ્રાવાયોલેટ પ્રકાશનો ઉપયોગ કરાઇ રહ્યો છે.

ખુલ્લામાં વાઇરસનો ખાતમો થઈ શકે, પણ મોં અને નાકમાં ખાતમો ન થાય 

ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટી ટેક્સાર્કાનાના જીવ વિજ્ઞાની ડો. બેન ન્યુમેને મીડિયાને જણાવ્યું હતું કે, આ માન્યતા વૈજ્ઞાનિક રીતે બહુ ઓછી સાચી છે, પરંતુ એ એવા પ્રકારનું સત્ય છે કે તે સંક્રમણ દરને ખાસ અસર કરી શકે નહીં. તેમણે વધુમાં ઉમેર્યું કે, સૂર્યપ્રકાશ આસપાસ ખુલ્લામાં હોય એવા વાઇરસને કદાચ ખતમ કરી નાંખે, પણ કોઇના મોં કે કોઇના નાકમાં હોય કે જ્યાં સૂર્યપ્રકાશ પહોંચતો ન હોય એવી જગ્યાએ તે વાઇરસને ખતમ કરી શકે એમ નથી.

લાળમાં વાઇરસ હોય તેના પર પારજાંબલી કિરણો બિનઅસરકારક 

કોરોના વાઇરસ ઉપર જેમનાં સંશોધનો છે, એ ડો. ન્યૂમેન સમજાવે છે કે, અલ્ટ્રાવાયોલેટ કિરણો એકલા વાઇરસ હોય તેનો સફયો કરી શકે, પરંતુ જો તે સંક્રમિતોના નાક કે મોંમાંથી લાળ કે થૂંકમાં લપેટાયેલા હોય એવા વાઇરસને નિષ્ક્રિય કરવામાં ખાસ અસરકારક નહીં હોય.

જૈવિક સંરક્ષણ માટેના મોડેલ પરથી થયો અભ્યાસ 

આ સંશોધન કરનારાઓએ લેબમાં અલ્ટ્રાવાયોલેટ સામે વાઇરસના શા હાલ થયા છે, તેના ડેટા ઉપર આધાર રાખીને અભ્યાસ કર્યો છે અને તેના તારણને જૈવિક સંરક્ષણ માટે બનાવેલા એક મોડેલ દ્વારા જુદા જુદા વાઇરસ ઉપર સૂર્યપ્રકાશ શી અસર કરે છે, તેનો અદાંજ માંડયો છે. એ અંદાજ મુજબ મોટા ભાગના શહેરોમાં ડિસેમ્બરથી માર્ચ દરમિયાન વાઇરસ એક કે વધુ દિવસ માટે ચેપકારક બની રહે છે. પરંતુ ઉનાળામાં ફ્ક્ત ૧૧ થી ૩૪ મિનિટમાં જ ૯૦ કે કે તેથી વધુ વાઇરસ નિષ્ક્રિય થઇ જાય છે. તેનો અર્થ એ કે તે ખાસ ચેપકારક રહી શકે નહીં એવો તેમણે અંદાજ માંડયો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે આ અંદાજ વિશ્વના મોટા ભાગના શહેરો માટે સાચો છે. તેમણે તેમની દલીલને સમર્થનમાં એવો મુદ્દો ટાંક્યો હતો કે દુનિયાના જુદા જુદા ભાગમાં છેલ્લા છ મહિનામાં જ વાઇરસનો પ્રકોપ ફેલાયો છે. વાઇરસના પ્રકોપના ફેલાવાને તાપમાન સાથે સાંકળવાનો એક અભ્યાસ થયો છે.

ગરમીથી મહામારી ધીમી પડી શકે, ખતમ નહીં થઈ શકે, એવી પણ ચેતવણી ! 

જો કે કેટલાક વિજ્ઞાનીઓ એવી ચેતવણી આપે છે કે કોરોના વાઇરસને મારવા માટે અલ્ટ્રાવાયોલેટ કિરણોનો જે જથ્થો વપરાય છે, તે માનવી માટે અસુરક્ષિત છે. તેઓ એવું પણ સૂચવે છે કે ઉનાળાની ગરમીને કારણે મહામારી ધીમી પડી શકે પરંતુ તે મહામારીને ખતમ કરી નહીં શકે. જો કે ડો. જોશ લુઇસ સગ્રીપન્તી અને ડો. સી ડેવિડ લેટલ માને છે કે સૂર્ય જ આપણને સુરક્ષિત રાખી શકે છે.

અમેરિકી પ્રમુખ ટ્રમ્પની માન્યતાને લેબ આધારિત ડેટાનાં તારણ સરખા !

જો તેમની એ માન્યતામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગરમ હવામાન કોરોના વાઇરસના પ્રકોપને ભગાડશે એવી ખાતરી પડઘાતી લાગે છે. બંને નિષ્ણાતોએ મીડિયાને જણાવ્યું હતું કે, આ સંશોધન રસપ્રદ છે, પણ લેબ આધારિત ડેટા સીધા સાચી દુનિયામાં લાગુ કરી નહીં શકાય અને સૂર્યપ્રકાશ આપણે આ ઉનાળામાં સંક્રમણથી બચાવ શકે એમ નથી.

આઠ શહેરોમાં તાપમાન અને કેસોનો અભ્યાસ થયો 

યુનિવર્સિટી ઓફ મેરિલેન્ડ સ્કૂલ ઓફ મેડિસિન ખાતેના વિજ્ઞાનીઓએ કરેલો અભ્યાસ ત્નછસ્છ નેટવર્ક ઓપનમાં પ્રકાશિત થયો છે, તે દર્શાવે છે કે નવેમ્બરથી માર્ચ દરમિયાન જે શહેરોમાં કોરોના વાઇરસ જંગલની આગની જેમ ફેલાયો છે, તે શહેરો ઓછા છે. નવેમ્બર ૨૦૧૯ થી માર્ચ ૨૦૨૦ દરમિયાન આઠ શહેરોમાં વાઇરસ મોટા પ્રમાણમાં ફેલાયો તેઓ ૩૦ ડિગ્રી ઉત્તર અને ૫૦ ડિગ્રી ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલા છે. પરિણામ દર્શાવે છે કે જાન્યુઆરી ૨૦૨૦માં વુહાન અને ફેબ્રુઆરી ૨૦૨૦માં અન્ય સાત શહેરોમાં સરેરાશ તાપમાન ૩૯ ફેરનહીટથી ૪૮ ફેરનહીટ વચ્ચે રહ્યું છે. જો કે રશિયા અને થાઇલેન્ડ જેવા વિસ્તારોમાં વધુ ફેલાવામાં અસફ્ળ વાઇરસ અસફ્ળ રહ્યો છે.

સંક્રમણ માટે નીચું તાપમાન અને ભેજની જરૂર હોવાનું તારણ 

યુનિવર્સિટી ઓફ મેરિલેન્ડ સ્કૂલ ઓફ મેડિસિન ખાતે ઇન્સ્ટિટયૂટ ઓફ હ્યુમન વાઇરોલોજી ખાતે એસોસિયેટ પ્રોફેસર ડો. મોહંમદ સજાદીએ જણાવ્યું હતું કે, અમને લાગે છે કે વાઇરસ જાણે સિઝનલ રેસ્પિરેટરી વાઇરસ હોય એ રીતે વર્તે છે. તેનો અર્થ એ થયો કે વાઇરસને સંક્રમણ માટે તાપમાન અને ભેજની જરૂર રહે છે.

ફ્લૂ કરતાં કોરોના વાઇરસ સૂર્યપ્રકાશ પ્રતિ પાંચ ગણો સંવેદનશીલ 

કોરોના વાઇરસ અને સિઝનલ ઇન્ફ્લૂએન્ઝા વાઇરસને અલ્ટ્રાવાયોલેટ પ્રકાશમાં રાખવાના પ્રયોગના આધારે ડો. સેગ્રીપન્તી અને ડો. લેટલે અંદાજ માંડયો છે કે કોરોના વાઇરસ ફ્લૂની સરખામણીએ સૂર્યપ્રકાશ પ્રતિ પાંચ ઘણો સંવેદનશીલ છે. તે એવું સૂચવે છે કે અમેરિકામાં ઉનાળા દરમિયાન કોરોના વાઇરસની સક્રિયતા ફ્લૂ વાઇરસ કરતાં પણ નીચી જશે. બીજી તરફ સંશોધકો જણાવે છે કે, ખરેખર અમેરિકામાં ઉનાળો શરૂ થયો છે અને ન્યૂયોર્ક તથા સિએટેલ જેવા શહેરો જે હોટસ્પોટ હતાં, ત્યાં નવા સંક્રમણ અને કોરોના વાઇરસથી થતા મૃત્યુઓની સંખ્યા ઘટી છે. બ્રાઝિલમાં હવે જ્યારે શિયાળો બેઠો છે, ત્યાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે.