કોરોનાવાઈરસ / અમદાવાદમાં 58 દિવસ પછી કોરોનાથી મૃત્યુઆંક સિંગલ ડિજિટ થયો

કોરોનાવાઈરસ / અમદાવાદમાં 58 દિવસ પછી કોરોનાથી મૃત્યુઆંક સિંગલ ડિજિટ થયો

  • ગુજરાતમાં અત્યાર સુધીના કુલ પૉઝિટીવ કેસની સંખ્યા 30 હજાર તો અમદાવાદમાં 20 હજારને પાર
  • અમદાવાદમાં શુક્રવારે કોરોનાથી 8 મોત, ગત 30 એપ્રિલથી મોત ડબલ ડિજિટમાં હતાં
  • રાજ્યમાં નવા 580 તો અમદાવાદમાં નવા 219 કેસ
  • કુલ મોત રાજ્યમાં 1,772 તો અમદાવાદમાં 1,398
  • સુરત જિલ્લામાં વધુ 196 કેસ, કુલ કેસ 4 હજાર પાર

Jun 27, 2020, 04:11 AM IST

અમદાવાદ. અમદાવાદમાં છેલ્લા 58 દિવસમાં પહેલીવાર એક દિવસમાં નોંધાયેલા મોતનો આંકડો એકી (સિંગલ ડિજિટ) થયો છે. શહેરમાં ગત 30 એપ્રિલથી દરરોજ બે આંકડામાં મોતની સંખ્યા નોંધાતી હતી. શુક્રવારે શહેરમાં કુલ 8 મોત નોંધાયાં હતાં. જ્યારે નવા 219 કેસ નોંધાયા હતા. જ્યારે રાજ્યમાં શુક્રવારે નવા 580 કેસ સાથે કુલ કેસની સંખ્યા 30 હજારને પાર થઈ હતી. જ્યારે અમદાવાદમાં કુલ કેસની સંખ્યા 20 હજારને પાર થઈ હતી. આ તરફ સુરત શહેરમાં શુક્રવારે એક જ દિવસમાં સૌથી વધુ 182 કેસ નોંધાયા હતા. 

શહેરમાં આખરે 58 દિવસ બાદ કોરોનાને કારણે મૃતકોનો આંકડો એકી સંખ્યામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી એવરેજ 20 જેટલા લોકોના કોરોનાને કારણે મૃત્યુ નિપજતાં હતાં. દરમ્યાન શહેરમા આજે વધુ નવા 205 કેસ આવતાં શહેરમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 20021 પર પહોંચી છે. જ્યારે કુલ મૃતકોનો આંક પણ 1398 પર પહોંચ્યો છે. ઉલ્લેખનીય છેકે, શહેરમાં 25મી માર્ચે કોરોનાને કારણે પ્રથમ મૃત્યુનો બનાવ નોંધાયો હતો. જે બાદ 5મી મેએ એક જ દિવસમાં 39 જેટલા લોકોના કોરોનાને કારણે મૃત્યુ નોંધાયા હતાં.

ઉલ્લેખનીય છેકે, શહેરમાં 25મી માર્ચે થયેલા પ્રથમ મોત બાદ 17મી એપ્રિલ સુધી શહેરમાં રોજના 4 થી 7 જેટલી સંખ્યામાં મૃત્યુ નોંધાયા હતા. દરમ્યાન તે બાદ શહેરમાં કોરોના સંક્રમિતોમાં મૃત્યુની સંખ્યા સતત વધતી રહી હતી. જે એક તબક્કે સતત 20 ની આસપાસ જોવા મળી હતી.જોકે છેલ્લા 3 દિવસથી મૃતકોની સંખ્યા સતત ઘટતી જોવા મળી હતી. આ ઉપરાંત શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા પણ સતત ઘટતી જોવા મળી હતી. જ્યારે આજે અચાનક કેસની સંખ્યા 8 પર આવી જતાં તંત્રએ રાહતનો દમ લીધો છે.

નોંધનીય છેકે, શહેરમાં કોરોના સંક્રમણના કેસો પણ સતત ઘટી રહ્યા છે. જેમાં 23 જૂને 235 કેસ, 24 જૂને 205 કેસ, 25 જૂને 225 કેસ અને 26મી જૂને 205 કેસ સામે આવ્યા છે. જે કોરોના સંક્રમણના કેસો સતત ઘટી રહ્યા હોવાનું જોવાઇ રહ્યું છે.

અમદાવાદમાં 34 દિવસે કેસ બમણા થઈ રહ્યાં છે
ગુજરાતમાં 30 દિવસમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા બમણી થઈ છે. 27 મેથી 26 જૂન સુધીમાં કુલ કેસ 15 હજારથી વધીને 30 હજારને પાર થયા છે. જ્યારે અમદાવાદમાં 23 મેથી 26 જૂન સુધીમાં કુલ કેસ 10 હજારથી વધીને 20 હજારને પાર થયા છે. એટલે કે ગુજરાતમાં 30 દિવસમાં તો અમદાવાદમાં 34 દિવસમાં કેસની સંખ્યા બમણી થઈ રહી છે. 

સુરતમાં કોરોનાસ્ફૉટ? એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા
સુરત જિલ્લામાં શુક્રવારે સૌથી વધુ 196 કેસ નોંધાયા હતા. જેમાં સુરત શહેરમાં 161 અને જિલ્લામાં 35 કેસ એક દિવસમાં નોંધાયા છે. સુરતમાં કુલ કેસની સંખ્યા 4 હજારને પાર થઈ ચૂકી છે. વધુ 5 મોત સાથે જિલ્લામાં કુલ મરણાંક 161 થયો છે. સુરતમાં છેલ્લે 21 જૂને 176 કેસ નોંધાયા હતા. 

અમદાવાદમાં પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક આ રીતે ઘટ્યાં

મહિનોતારીખકેસમોત
માર્ચ 2020210500
250101
300100
એપ્રિલ 202050800
105500
157803
2015206
2518203
2617819
3024912
મે 2020126716
1027818
2027126
3028424
જૂન 2020532430
1532723
2030616
2323515
2421515
2523812
2621908