ચીનને પાઠ ભણાવનારા જવાનોની હાજરીમાં PM મોદીનો હુંકાર : ભારત ઝુક્યું નથી-ઝુકશે પણ નહીં

ચીનને પાઠ ભણાવનારા જવાનોની હાજરીમાં PM મોદીનો હુંકાર : ભારત ઝુક્યું નથી-ઝુકશે પણ નહીં

ચીન સાથેના ભારે તણાવ વચ્ચે લદ્દાખની ઓચિંતિ મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણમાં ચીની સૈનિકોને બરાબરનો પાઠ ભણાવતી વખતે ઘાયલ થયેલા ભારતીય સેનાના ઈજાગ્રસ્ત જવાનોને મળવા લેખ ખાતેની સૈન્ય હોસ્પિટલ પહોંચ્યા હતાં. અહીં તેમણે જવાનોને સંબોધતા ચીનને આડકતરો સંદેશ પણ આપી દીધો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈજાગ્રસ્ત જવાનોના ખબર અંતર પુછ્યા બાદ તેમને સંબોધ્યા હતાં અને કહ્યું હતું કે, જે જવાન આજે આપણી વચ્ચે નથી તેઓ ખુબ જ બહાદૂર હતાં. તેમણે આકરો જવાબ આપ્યો છે. તમારા લોકોનું લોહી હંમેશા દેશના યુવાઓને પ્રેરિત કરતી રહેશે.

https://help.twitter.com/en/twitter-for-websites-ads-info-and-privacy

પૂર્વ લદાખની ગલવાન ઘાટીમાં 15 જૂનની રાત્રે ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અચાનક ઓચિંતિ મુલાકાતે લેહ પહોચ્યાં હતા. ત્યાર બાદ પીએમ મોદી સેનાની એ હોસ્પિટલમાં પહોચ્યાં હતાં જ્યાં ગલવાન ઘાટીમાં થયેલી હિંસાની અથડામણમાં ઈજાગ્રસ્ત થયેલા જવાન સારવાર લઈ રહ્યાં છે. પ્રધાનમંત્રીએ તમામ ઇજાગ્રસ્ત જવાનોની મુલાકાત લીધી હતી.

અહીં વડાપ્રધાન મોદીએ એક એક જવાનો પાસે જઈ તેમના ખબર અંતર પુછ્યા હતાં. આ દરમિયાન પીએમ મોદીએ જવાનોના ઉત્સાહને વધારતા કહ્યું હતું કે, સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, જે જવાન આજે આપણી વચ્ચે નથી તેઓ ખુબ જ બહાદૂર હતાં. તેમણે આકરો જવાબ આપ્યો છે. તમારા લોકોનું લોહી હંમેશા દેશના યુવાઓને પ્રેરિત કરતી રહેશે. ચીનને આકરો સંદેશ આપતા કહ્યું હતું કે, આપણો દેશ ક્યારેય ઝુક્યો નથી અને ક્યારેય પણ વિશ્વ શક્તિ સામે ઝુકશે પણ નહી.

આ અગાઉ વડાપ્રધાન મોદીએ લેહના નીમૂ ફોરવર્ડ પોસ્ટ પર અધિકારીઓ સાથે વાત કરી અને સુરક્ષા સ્થિતિનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ પીએમ મોદી લેહ મેમોરિયલ હૉલ ઓફ ફેમ પહોંચ્યા હતા. અહીં તેઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.