શું તમને ખબર છે ક્યાંથી આવે છે સાપની અંદર આટલું ઝેર?

શું તમને ખબર છે ક્યાંથી આવે છે સાપની અંદર આટલું ઝેર?

નાગદેવતાને આપણા દેશમાં પુજા કરવામાં આવે છે. તો બીજી તરફ નાગદેવતાને લઈને વિવિધ પ્રકારની માન્યતાઓ પણ છે. માનવામાં આવે છે કે સાપની ઉત્પત્તી મહાદેવજીના અંશમાંથી થઈ છે. એટલા માટે મહાદેવજીને સમર્પીત શ્રાવણ મહિનાના કૃષ્ણપક્ષ અને શુક્લ પક્ષની પંચમીને નાગપંચમીની રૂપમાં માનવામાં આવે છે. એક તરફ સાપને નાગદેવતાને પુજવામાં આવે છે. તો બીજી તરફ તેના ઝેરથી ડરાવે પણ છે. સાપ જો કોઈને ડંખ મારે તો આખા શરીરમાં ઝેર ફેલાઈ જાય છે અને વ્યક્તિનું મૃત્યું થઈ જાય છે. શું તમે જાણો છો કે સાપની અંદર આટલું ઝેર આવે છે ક્યાંથી? તેની પાછળ પણ એક પૌરાણિક કથા છે. તો ચાલો તમને જણાવી દઈએ સાપના ઝેર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.

સાપને માનવામાં આવે છે પાતાલ લોકના સ્વામી

હિંદુ ધર્મની પૌરાણિક માન્યતાઓમાં સાપને પાતાલ લોક અને નાગ લોકના સ્વામી માનવામાં આવે છે. સાપ ઝેરીલા હોવાની પાછળ એવું માનાવામાં આવી રહ્યું છે કે સમુદ્ર મંથનમાંથી જ્યારે ઝેર નિકળ્યું હતું ત્યારે સૃષ્ટીની રક્ષા માટે ભગવાન શિવજીએ તેની પી લીધું હતુ. ભગવાન શિવજી જ્યારે હથેળી દ્વારા ઝેર પી રહ્યા હતા ત્યારે તેના કેટલાક ટીપા નીચે પડી રહ્યા હતા. જે ઝેરના ટીપાને કેટલાક સાપ, વિંછી અને અન્ય જીવજંતુઓએ પી લીધું હતુ જેના પગલે તે જીવ ઝેરીલા થયા છે.

ક્યાં થાય છે સાપોનો જન્મ?

તો સાથે સાથે કેટલાક પુરાણોમાં સાપોને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. જેના મુજબ જેઠ અને અષાઢ મહિનામાં સાંપોની વચ્ચે પ્રેમાલાપ થાય છે. તે સમયે જ તે સંમલૈંગીક ક્રિયા પણ કરે છે અને ત્યારબાદ વર્ષા ઋતુના ચાર મહિનામાં નાગણી ગર્ભધારણ કરે છે. નાગણી કાર્તીક મહિનામાં ઈંડા મુકે છે અને તેની સંખ્યા 250 જેટલી હોય છે. માનવામાં આવી રહ્યું છે કે તેમાંથી કેટલાક ઈંડા નાગણી ખુદ જ ખાઈ જાય છે. જો એવું ન થતું હોત તો અત્યારે પૃથ્વી પર સાપ જ સાપ નજરે પડતા હોત.

શું તમને ખબર છે કેમ હોય છે સાપની જીભના બે ટુકડ઼ા

મહર્ષ કશ્યપને સાંપોના પીતા કહેવામાં આવી છે. તેમની 13 પત્નિઓમાંથી એકનું નામ કદ્રૂ હતું અને ધરતીના તમામ સાપોને કદ્રૂના સંતાન જ માનવામાં આવે છે. કશ્પની બીજી પત્નિનું નામ વિનતા હતું. તે કોઈ વાતને લઈને થયેલી શરત હારી ગઈ. તો વિનતાને કદ્રૂની દાસી બનવું પડ્યું હતું. વિનતાના પુત્ર ગરૂડને આ વાત સારી ન લાગી. પોતાની માંને મુક્તિ આપવા માટે કદ્રૂને વિનંતી કરી. ગરૂડે કહ્યું કે તે પોતાની માંને મુક્ત કરવાના બદલે કોઈ પણ કીંમત આપવા માટે તૈયાર છે.

કદ્રૂના પુત્રોએ ગરૂડને સ્વર્ગથી અમૃત લાવવા માટે કહ્યું. ગરૂડે શરતનો સ્વિકાર કરીને સ્વર્ગસે અમૃત લાકર કદ્રૂના પુત્રોની સમક્ષ ક્શા નામના ઘાસ પર મુક્યું. ક્શા નામના ઘાસને ખુબ જ ધારદાર ઘાસ માનવામાં આવે છે. અમૃતને પીતા પહેલા કદ્રૂના પુત્ર સ્નાન કરવા માટે ચાલ્યા ગયા અને તે સમયે ભગવાન ઈંદ્ર ધરતી પર આવ્યા અને અમૃતના તે કળશને ફરી પાછા સ્વર્ગ લઈ ગયા. અમર હોવાની લાલચમાં કદ્રૂના પુત્રોને લાગ્યું કે અમૃતના કેટલાક અંશ ઘાસ પર રહી ગયો હશે. તેમ વિચારીને તે ઘાસને ખાવા લાગ્યા. તેટલામાં ક્શની ઘાર દ્વારા તેમની જીભ કપાઈને બે હિસ્સામાં થઈ ગઈ. ત્યારથી એવું માનવામાં આવે છે કે સાપના જીભના બે ટુકડા થયા છે.