કોરોનાની આયુર્વેદિક દવા : 21 છોડના અર્કમાંથી બનાવી ‘આયુધ’ , રેમડેસિવિર કરતાં 3 ગણી અસરકારક હોવાનો દાવો, 200 નેનોમીટરના વાઇરસને તોડી મોલેક્યુલ 0.7 નેનોમીટર નાનો કર્યો

કોરોનાની આયુર્વેદિક દવા : 21 છોડના અર્કમાંથી બનાવી ‘આયુધ’ , રેમડેસિવિર કરતાં 3 ગણી અસરકારક હોવાનો દાવો, 200 નેનોમીટરના વાઇરસને તોડી મોલેક્યુલ 0.7 નેનોમીટર નાનો કર્યો

  • દિવસમાં ચાર વાર 15 MLની દવાથી દર્દી ચાર દિવસમાં સ્વસ્થ થયાનો દાવો
  • સૌપ્રથમ આયુર્વેદિક દવા “આયુધ એડવાન્સ” લોન્ચ કરવામાં આવી
  • આયુર્વેદિક અને મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ હશે
  • વેક્સિનની ભૂમિકા જ્યાં પૂરી થાય છે ત્યાંથી આયુધ એડવાન્સની કામગીરી શરૂ થાય

રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, જેને પગલે રોજ 8000 કેસ નોંધાઈ રહ્યા છે, જ્યારે 80 જેટલા દર્દી મોતને ભેટી રહ્યા છે. કોરોનાના દર્દીઓને સાજા કરવા અને તેમનો જીવ બચાવવા માટે ઇન્જેક્શન તેમજ હોસ્પિટલમાં દાખલ થવા માટે લાઈનો લાગી છે, ત્યારે કોરોનાની સારવાર માટે સૌપ્રથમ આયુર્વેદિક દવા “આયુધ એડવાન્સ” લોન્ચ કરવામાં આવી છે. વ્યાપક સંશોધન અને સઘન માનવીય તબીબી પરીક્ષણમાં કોરોનાના દર્દીઓ, કોઈપણ આડઅસર વગર અથવા ડ્ર્ગ-ટુ-ડ્રગ રિએક્શન અથવા વિપરીત અસર વગર એક સપ્તાહની અંદર સંક્રમણમાંથી મુક્ત થતા હોવાનું જણાયું છે. આ દવાને રાજ્ય સરકારના FDCA(ફૂડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશન) (આયુર્વેદ) દ્વારા માન્યતા આપવામાં આવી છે.

આયુધ નામની આ દવા ખરીદવા અને પૂછપરછ માટે વાચક મિત્રો ફોન નંબર- 9978804400 પર સંપર્ક કરી શકે છે. આ નંબર DivyaBhaskar લોકોને સારા સ્વાસ્થ્ય અને મહામારી સામે જીત મેળવવા માટે આપે છે.

આ ઉપરાંત ટ્રાન્ઝિશનલ હેલ્થ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ઈન્સ્ટિટ્યૂટ (THSTI)-ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજી, ભારત સરકાર દ્વારા આયુધ એડવાન્સ, રેમડેસિવિર કરતાં 3 ગણી વધુ અસરકારક હોવાનું જણાવાયું છે.

દવા વાઇરસના સ્પાઇક પ્રોટીનને ટાર્ગેટ કરે છે
કોરોનાના વાયરસની સાઇઝ 200 નેનો મીટર છે, જેથી આયુધ એડવાન્સની દવામાં રહેલા મોલેક્યુલને 0.7 નેનોમીટર નાનો કર્યો છે, દર્દી જ્યારે આ સીરપ પીવે, ત્યારે દવાના મોલેક્યુલ કોરોના વાઇરસના સ્પાઇક પ્રોટીન પર જઇને ચોંટી જઇને વાયરસના પડને તોડી નાખે છે. દવાની આડઅસર થતી નથી અને કોવિડના દર્દીના પરિજનોને સંક્રમણ ન લાગે તે માટે આયુધ મેઇન્ટેઇન મહત્ત્વની ભૂમિકા ભજવે છે.50 હજાર દર્દી પર પરીક્ષણ કરાયું હતું
કંપનીએ પ્રથમ એનએચએલ મેડિકલ કોલેજ, એસવીપી હોસ્પિટલમાં ઓક્ટોબર-2020માં જયારે બીજું પરીક્ષણ જીએમઇઆરએસ મેડીકલ કોલેજ અને સોલા સિવિલ ખાતે જાન્યુઆરી-2021માં કર્યું હતું. જેમાં પ્રથમ ક્લિનિકલના સફળ પરિક્ષણ બાદ કોવિડના મધ્યમ અને કો-મોર્બિડ દર્દીઓને દિવસમાં ચારવાર આયુધનો 15 એમએલનો ડોઝ આપ્યાના ચાર દિવસમાં સ્વસ્થ થયા હતા.

ડ્રગ-ટુ-ડ્રગ રિએક્શન પણ નથી આવતું
આ અંગે અમદાવાદ GMERS, મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલનાં પ્રિન્સિપલ ઈન્વેસ્ટિગેટર, ડો. પારુલ ભટ્ટ જણાવે છે, કોરોનાનાં મધ્યમ લક્ષણો ધરાવતા અને અગાઉથી જ અન્ય કોઈ બીમારી ધરાવતા દર્દીઓનો આયુધ એડવાન્સ સ્ટાન્ડર્ડ ઓફ કેર ટ્રીટમેન્ટની સાથે આનુષંગિક ધોરણે આપવામાં આવે તો પણ એની કોઈ આડઅસર કે વિપરીત અસર નથી થતી અથવા તો એનાથી ડ્રગ-ટુ-ડ્રગ રિએક્શન પણ નથી આવતું. ચાર દિવસની સારવાર બાદ સ્ટાન્ડર્ડ ઓફ કેર ટ્રીટમેન્ટના(p<0.01) દર્દીઓની તુલનાએ આયુધ એડવાન્સ ટ્રીટમેન્ટ હેઠળના દર્દીઓમાં વાયરસની સંખ્યામાં (CT વેલ્યુમાં વૃદ્ધિના અંદાજે)નોંધપાત્ર ઘટાડો (p<0.0001) નોંધાયો હતો.

આયુધ એડવાન્સ વેક્સિનથી અલગ
“આયુધ એડવાન્સ”ના ફાઉન્ડર અને શુક્લા આશર ઇમ્પેક્સ પ્રાઇવેટ લિમિટેડના દીપ શુક્લાએ જણાવ્યું હતું કે વેક્સિનની ભૂમિકા જ્યાં પૂરી થાય છે ત્યાંથી આયુધ એડવાન્સની કામગીરી શરૂ થાય છે. આયુધ એડવાન્સ વેક્સિનથી અલગ છે. વેક્સિન ચોક્કસ પ્રકારના વાયરસના સ્ટ્રેન્સ સામે એન્ટિબોડીઝ વિકસાવવામાં મદદ કરે છે. જોકે એનાથી રોગ સામે 100 ટકા રક્ષણ મળતું નહીં હોવાનું સર્વવિદિત છે. એની તુલનાએ પ્રચલિત માન્ય સારવાર સાથે આયુધ એડવાન્સના ઉપયોગથી બીમારીના સફળ નિયમનમાં મદદ મળે છે.

આ પ્રોડક્ટને રાજ્ય એફડીસીએ માન્યતા આપી
હજારો તબીબો દ્વારા એની ભલામણ કરવામાં આવી છે અને અત્યારસુધીમાં 50,000થી વધુ દર્દીઓની સારવાર માટે એનો ઉપયોગ કરાઈ ચૂક્યો છે. કોરોનાના દર્દીઓને પણ તેમને અન્ય બીમારીઓ હોવા છતાં આયુધ એડવાન્સ અત્યંત અસરકારક અને સલામત હોવાનું જણાયું છે. આ પ્રોડક્ટને રાજ્ય એફડીસીએ(આયુર્વેદ), ગુજરાત દ્વારા માન્યતા અપાઈ છે અને ઉત્પાદન તથા વેચાણ માટે લાઇસન્સ અપાયું છે.

અભ્યાસ અને વ્યાપક પરીક્ષણો હાથ ધરાયાં હતાં
પ્રથમ માનવ પરીક્ષણ અને અભ્યાસ શ્રીમતી એનએચએલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અને SVP હોસ્પિટલ અમદાવાદ ખાતે ઓક્ટોબર, 2020માં હાથ ધરાયો હતો. જ્યારે બીજું માનવ પરીક્ષણ GMERS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, સોલા અમદાવાદ ખાતે જાન્યુઆરી, 2021માં કરાયું હતું.

પ્રથમ અભ્યાસમાં કોરોનાના હળવા દર્દીઓ પરની એની અસર ચકાસવામાં આવી હતી. પ્રથમ ક્લિનિકલ અભ્યાસનાં સફળ પરિણામો બાદ કોવિડનાં મધ્યમ લક્ષણો અને મોર્બિડિટી અને કો-મોર્બિડિટી ધરાવતા દર્દીઓમાં અન્ય અભ્યાસ અને વ્યાપક પરીક્ષણો હાથ ધરાયાં હતાં. કો-મોર્બિડ દર્દીઓમાં કોરોના મહામારીને કારણે ગંભીર સમસ્યાઓ સર્જાવાનું જોખમ વધુ રહે છે. આ દર્દીઓને દિવસમાં ચાર વખત 15 એમએલનો આયુધ એડવાન્સનો ડોઝ આપવામાં આવ્યો હતો અને તેઓ માત્ર ચાર દિવસની અંદર સ્વસ્થ થયા હતા.

આયુધ એડવાન્સ અને આયુધ મેઇન્ટેન બે પ્રોડક્ટ છે
હાલમાં આયુધ અંતર્ગત બે પ્રોડક્ટ્સ, આયુધ એડવાન્સ અને આયુધ મેઇન્ટેનનો સમાવેશ થાય છે. આગળ જણાવ્યા મુજબ, કોવિડ-19થી ગ્રસ્ત દર્દીઓ માટે આયુધ એડવાન્સ સલામત અને આનુષંગિક સારવાર છે. જોકે આ દર્દીઓનાં પરિવારજનોએ આ વાયરસનું સંક્રમણ તેમને ના લાગે એ માટે વિશેષ કાળજી લેવી જોઈએ, જેમાં આયુધ મેઈન્ટેનની ભૂમિકા અત્યંત મહત્ત્વની છે.

2.20 લાખ ક્વોરન્ટીન પરિવાર સભ્યોને સુરક્ષિત બનાવાયા
આયુધ મેઈન્ટેન એ એક રોગનિરોધક હેલ્થ સપ્લિમેન્ટ છે, જે શરીરને રોગાણુઓ સામે લડવામાં મદદ કરી એનો નિકાલ કરે છે. આયુધ મેઈન્ટેન શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારીને રોગાણુઓને ઓળખવાની એની ક્ષમતા વધારે છે. અત્યારસુધીમાં આયુધ મેઈન્ટેનની મદદથી 2,20,000 ક્વોરન્ટીન પરિવાર સભ્યોને સુરક્ષિત બનાવાયા છે. આમ, જ્યારે આપણા શરીરમાં રોગાણુ પ્રવેશી તેને સંક્રમિત કરવાનો પ્રયાસ કરે ત્યારે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ પહેલાંથી જ જાગ્રત અવસ્થામાં હોવાથી એ આવા રોગાણુ આપણા શરીરમાં ફેલાઈ તેને બીમાર બનાવે એ પહેલાં જ એનો નાશ કરે છે.

આયુધની એક બોટલ રૂ. 4500માં મળે છે, જોકે કંપની દ્વારા રૂ. 3600માં એક પર એક ફ્રી આપવામાં આવશે. દરેક આયુર્વેદિક અને મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ હશે.

( Source – Divyabhaskar )