વડોદરાથી અમેરિકા (ન્યૂજર્સીના જર્સી સિટી) ભણવા ગયેલી યુવતી રહસ્યમય સંજોગોમાં ગુમ, પરિવાર ચિંતિત

વડોદરાથી અમેરિકા (ન્યૂજર્સીના જર્સી સિટી) ભણવા ગયેલી યુવતી રહસ્યમય સંજોગોમાં ગુમ, પરિવાર ચિંતિત

વિદેશમાં ગુજરાતીઓ હુમલા, તેમના અપહરણની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે વડોદરાથી અમેરિકા ભણવા ગયેલી માયુષી વિકાસ ભગત નામની યુવતી છેલ્લા એક મહિનાથી અમેરિકાની ન્યૂ જર્સીના જર્સી સિટી ખાતેથી રહસ્યમય સંજોગોમાં ગૂમ થઇ ગઇ હોવાની વિગતો બહાર આવી છે. આ સંદર્ભે 29 એપ્રિલે જર્સી પોલીસને જાણ કરવામાં આવી છે. પરંતુ હજી સુધી યુવતીનો કોઇ પત્તો મળ્યો નથી.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, વડોદરાના પાણીગેટ પાણીની ટાંકીની પાસે આવેલા ઓમનગર ખાતે રહેતા વિકાસભાઇ ભગતની દિકરી માયુષી વાઘોડિયા રોડ ઉપર આવેલી જય અંબે વિદ્યાલયમાં અભ્યાસ પૂરો કર્યા બાદ પારૂલ યુનિવર્સિટીમાં ડિપ્લોમાં કર્યું હતું.

ત્યાર પછી તે વર્ષ-2016માં માસ્ટર કરવા માટે અમેરિકા ગઇ હતી.વડોદરાથી સ્ટુડન્ટ વિઝા (એફ-૧) મેળવીને અમેરિકા ખાતે વધુ અભ્યાસ માટે ગયેલી માયુષીએ અમેરિકાની યુનિ ઓફ ન્યૂ હેમ્પશાયર ખાતે માસ્ટર્સ કરવા માટે પ્રવેશ મેળવ્યો હતો.

ભારતીયોની વધુ વસ્તી ધરાવતા અમેરિકાના જર્સી સિટી ખાતે માયુષી રહેતી હતી. ગત તારીખ 29મી એપ્રિલથી માયુષી રહસ્યમય ગૂમ થઇ ગઇ હતી. જેનો આજદિન સુધી કોઇ પત્તો મળ્યો નથી. જે અંગે ત્યાંની પોલીસમાં તારીખ 1લી મેના રોજ રીપોર્ટ કરવામાં આવ્યો હતો. આ અંગેની તેના પરિવારજનોને જાણ થતાં તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા, અને હાલ પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

અમેરિકા સ્થિત તેના પરિવારજનો દ્વારા પોલીસને આ મામલે રજૂઆત પણ કરવામાં આવી તેમ છતાં હજી સુધી પોલીસ તરફથી કોઇ જવાબ મળી રહ્યો નથી.