આર્મીની દારૂની બોટલોનું બ્લેકમાં વેચાણ નહી થાય, ગુજરાતમાં આર્મી કેન્ટીને બદલી પોલિસી

આર્મીની દારૂની બોટલોનું બ્લેકમાં વેચાણ નહી થાય, ગુજરાતમાં આર્મી કેન્ટીને બદલી પોલિસી

આર્મી કેન્ટીનથી મળનાર દારૂ ગુજરાતમાં ખુબ જ લોપ્રિય છે પરંતુ નવા નિયમનાં લાગુ થયા બાદ અહિંયા લોકોને આર્મીવાળો દારૂ ખરિદવામાં મુશ્કેલીઓ આવી રહી છે. સેનાનાં જવાનો પણ પોતાના કોટાથી 2થી 4 દારૂની બોટલો વેચીને હંમેશા રૂપિયા કમાય છે. જોકે દારૂનું ગેકદાયદે હેરફેર પર રોક લગાવવા માટે સેનાએ પોતાના દારૂના વિતરણ પર પોલીસીમાં બદલાવ કર્યો છે.

હાલમાં જ અમદાવાદ પોલીસને એક દરોડા દરમિયાન સેનાના કોટાવાળો દારૂ ખુબ જ માત્રામાં મળી આવ્યો હતો. આ પછી અમદાવાદની કૈંટોમેંટ કેન્ટીનએ પરમિટ હોલ્ડરોને દારૂની બોટલો આપવાના નિયમમાં બદલાવ કર્યો છે. નવા નિયમ અનુસાર, કેન્ટીન એક સમયમાં પરમિટ હોલ્ડરને માત્ર બે બોટલ જ આપશે. માત્ર આટલું જ નહી પરંતુ ડ્યૂટી પર હાજર અધિકારી બોટલ પર સાઇન કરીને સીલ પણ રિમૂવ કરશે. આ સિવાય નવી બોટલ ખરીદવા માટે જૂની બોટલોને વેલિટ સાઇન સાથે પરત કરવી પણ જરૂરી બની રહેશે.

આ નિયમ રિટાયર્ડ જવાનો માટે માન્ય નહી રહે. તમને જણાવી દઇએ કે, દરેક મહિને જવાનોને પાંચ યૂનિટ અને રિટાયર્ડ જવાનોને 4 યૂનિટ દારૂ જ મળી રહેશે. જ્યારે નાયબ સૂબેદાર અને અધિકારીઓ માટે કોટા 6 અને 10 યૂનિટ હોય છે.