ભારતીય ખેડૂતને ખાવાના ફાંફા અને દુબઇમાં પત્નીના લીધે ચમકયું એવું નસીબ કે બની ગયો કરોડપતિ

ભારતીય ખેડૂતને ખાવાના ફાંફા અને દુબઇમાં પત્નીના લીધે ચમકયું એવું નસીબ કે બની ગયો કરોડપતિ

કયારે કોનું નસીબ પલટાઇ જાય તે કયાં કોઇને ખબર હોય છે. આવું જ એક ભારતીય ખેડૂતની સાથે થયું છે. જે પહેલાં નોકરી અને પછી એક-એક પૈસા માટે આમતેમ ફાફા મારતો હતો. પરંતુ આજે એક ઝાટકે 37 કરોડ રૂપિયાનો માલિક બની ગયો.

જી હા વિલાસ રાયકલા નામનો ખેડૂત નોકરી કરવા માટે દુબઇ ગયો હતો અને નોકરીની શાધમાં તેને નિરાશા જ હાથ લાગી અને તે ભારત પાછો આવી ગયો. ઘરે આવીને તેણે પત્ની પાસેથી 20000 રૂપિયા ઉધાર લઇને એક લોટરી ટિકિટ ખરીદી લીધી. બસ પછી શું થયું એક ઝાટકામાં જ વિલાસ રાયક્લાનું કિસમત એવું પલટી ગયું કે તેઓ 4 મિલિયન ડોલરથી વધુના માલિક બની ગયા.

ગલ્ફ ન્યૂઝના મતે હૈદ્રાબાદના રહેવાસી વિલાસ રાયકલા લોટરી Dh15 રફલ લોટરીના વિજેતા બની ગયા છે. દિલચસ્પ છે કે દુબઇમાં નોકરી ના મળતા તેમણે 45 દિવસ પહેલાં જ યુએઇ છોડી દીધું હતું. શનિવારના રોજ તેમને માહિતી મળી કે તેઓએ ખૂબ મોટી રકમ જીતી લીધી છે.

રિપોર્ટના મતે વિલાસ રાયકલા અને તેમના પત્ની હૈદ્રાબાદના ખેતરોમાં કામ કરે છે અને ચોખાના ખેતરમાંથી તેમને વાર્ષિક અંદાજે માંડ માંડ ત્રણ લાખ રૂપિયા જ મળે છે.

વિલાસ રાયક્લા પહેલાં દુબઇમાં જ રહેતો હતો અને ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. નિઝામાબાદ જિલ્લાના ઝકરનપલ્લી ગામના રહેવાસી રાયક્લાની બે દીકરીઓ છે અને તે બે વર્ષથી યુએઇમાં રફલ ટિકિટ ખરીદી રહી હતી પરંતુ આ વખતે ભાગ્ય એ તેમને સાથ આપી દીધો.

લોટરીમાં આટલી મોટી રકમ જીત્યા બાદ રાયકલાએ કહ્યું કે આ ઉત્સવનું કારણ મારી પત્ની પદ્મા છે અને તેના લીધે જ આ શકય થયું છે. તેમણે કહ્યું કે નોકરીના પ્રયાસોમાં નિષ્ફળ થયા બાદ તેમણે પત્નીથી 20,000 લઇને પોતાના મિત્ર રવિને ટિકિટ ખરીદવા માટે આપ્યા હતા. રવિએ વિલાસના નામથી ત્રણ ટિકિટ ખરીદી હતી જેમાંથી એકમાં તેને જીત મળી ગઇ.