લ્યો બોલો…હવે એક નહીં, બે નહીં પણ ત્રણ ડિસ્પ્લેનો આવી રહ્યો છે સ્માર્ટફોન, જાણો વિગત

સ્માર્ટફોન કંપનીઓ આગામી અમુક વર્ષોમાં એક પછી એક ડિઝાઇનવાળા સ્માર્ટફોન લોન્ચ કરશે. આ દરમિયાન કંપનીઓની કોશિશ છે કે તેની નવી અને અલગ ડિઝાઈનને પેટેંટ કરાવી લે તેથી કોઈ અન્ય કંપની એ જ ડિઝાઇનનો સ્માર્ટફોન ન બનાવે.

આ ક્રમમાં સેમસંગે પણ એક નવા ડિઝાઇનનું પેટેંટ મેળવ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સેમસંગ આ નવી ડિઝાઇનને અપકમિંગ ફ્લેગશિપ સ્માર્ટફોનમાં યૂઝ કરી શકે છે. રિપોર્ટ મુજબ સેમસંગે જે નવી ડિઝાઇનનું પેટેંટ કરાવ્યું છે તેની હેઠળ ફોનમાં એક નહીં પણ ત્રણ ડિસ્પ્લે હશે. કંપનીએ આ ડિઝાઇનના પેટેંટને ગત વર્ષ ઓગસ્ટમાં ફાઇલ કરી હતી અને આ વર્ષે માર્ચમાં કંપનીને આ પેટેન્ટ મળી ગયું છે.

આપને જણાવી દઈએ કે કંપનીના ફોનની ડિઝાઇનને એક રેંડર લેટ્સગો ડિજિટલ દ્વારા રિલીઝ કરવામાં આવી. આ ડિઝાઇનને જોઈને લાગે છે કે યૂઝર્સ ફોનના ત્રણે ડિસ્પ્લેને સરળતાથી ઉપયોગ કરી શકશે. જોકે આ ફોનમાં કોઈ કેમેરા સેંસર અથવા બટન નથી એવું સામે આવ્યું છે. લોન્ચિંગની વાત કરીએ તો અત્યાર સુધી કોઈ આધિકારિક જાહેરાત કરવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
News & Info
Ashadeep Newspaper

નિર્ભયાના ચારેય અપરાધીઓને 22મીએ ફાંસીએ લટકાવાશે

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ડેથ વોરંટ જારી કર્યું : 2013ના અપરાધનો 2020માં ફેંસલો આવશે તિહાર જેલમાં ફાંસી આપવાની તૈયારીઓ પુરી

Read More »
News & Info
Ashadeep Newspaper

લો કર લો બાત! / દ્વારકાની ઓફિસમાં આખલો વરસાદનું રજિસ્ટર ખાઈ ગયો!

મામલતદાર કચેરીમાં ઢોરના આંટાફેરા  ગંભીર બેદરકારી છતાં કોઈ કાર્યવાહી નહીં દ્વારકાઃ દ્વારકા મામલતદાર કચેરીમાં ખુંટીયો અંદર ઘુસી જતા ઓફીસના ટેબલ રહેલ

Read More »