ડૉનાલ્ડ ટ્રમ્પે ગો બેકનું ટ્વિટનો શિકાર બન્યો ભારતીય, હિંદુ પૂજારી બન્યો નિશાન

ડૉનાલ્ડ ટ્રમ્પે ગો બેકનું ટ્વિટનો શિકાર બન્યો ભારતીય, હિંદુ પૂજારી બન્યો નિશાન

ન્યૂયોર્કનાં ફ્લોરલ પાર્ક નજીક આવેલા હિંદુ મંદિરનાં પૂજારી પર અજાણ્યા શખ્સ દ્વારા હિચકારો હુમલો કરાયો હતો. ગ્લેન ઓકની શિવશક્તિ પીઠનાં પૂજારી સ્વામી હરિશ ચંદર પુરી મંદિરેથી ચાલતા ચાલતા જઈ રહ્યા હતા ત્યારે ૫૨ વર્ષની એક વ્યક્તિએ પાછળથી તેમનાં પર હિચકારો હુમલો કર્યો હતો અને માર માર્યો હતો. સ્થાનિક સમય મુજબ ગુરુવારે સવારે 11 કલાકની આસપાસ આ ઘટના બની હતી. ટ્રમ્પ દ્વારા ગો બેકની ટ્વિટ કર્યાનાં બીજા જ દિવસે બનેલી આ ઘટનાનાં હિંદુ સમુદાય દ્વારા ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. પૂજારીને એટલો બધો ઢોરમાર મારવામાં આવ્યો હતો કે જેને કારણે સારવાર માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનાં ચહેરા પર અને શરીરનાં અન્ય અંગો પર ઉઝરડા પડયા હતા.

આ મારો દેશ છે… ચાલ્યા જાઓ..હુમલાખોરનો રોષ

આ ઘટનામાં પોલીસ હેટ ક્રાઇમના આધારે તપાસ કરી રહી છે. હુમલાનાં સંદર્ભમાં પોલીસે ૫૨ વર્ષની વયનાં સર્ગિયો ગૌવેઈયાની ધરપકડ કરી હતી. તેની સામે હુમલો કરવાનાં તેમજ સતામણી અને ગેરકાયદે હથિયાર રાખવાનાં ગુના નોંધાયા હતા. મંદિરે આવનાર ભક્તોનાં જણાવ્યા મુજબ પૂજારીને હુમલો કરવા માટે અગાઉથી જ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. હુમલા વખતે હુમલાખોર આ મારો દેશ છે તેવું બોલતો હોવાનું ઘટનાના સાક્ષીએ જણાવ્યું હતું.

ટ્રમ્પની વિવાદિત ટ્વિટ

યુએસ પ્રમુખ ટ્રમ્પે થોડા દિવસ અગાઉ ચાર ડેમોક્રેટિક કોંગ્રેસ વિમેન્સ પર એવી ટિપ્પણી કરી હતી કે, અમેરિકામાં રહેવાનું ફાવતું ન હોય તો તેઓ જે દેશમાંથી આવ્યા છે ત્યાં પાછા ચાલ્યા જાય. આમાં સોમાલિયામાં જન્મેલા મિનેસોટાનાં અમેરિકન સાંસદ ઈલ્હાન ઓમરનો પણ સમાવેશ થાય છે. ટ્રમ્પે ટ્વિટ કર્યું હતું કે, અમારો દેશ સુંદર છે, મુક્ત છે અને ઘણી સિદ્ધિઓ અને સફળતાને વરેલો છે. જો તમે અમારા દેશને ધિક્કારતા હો અને અહીં રહેવા રાજી ન હો તો જ્યાંથી આવ્યા છો તે દેશમાં પાછા ચાલ્યા જાઓ.