મંદિર બહાર ઉતારેલા જૂતાની થાય જો ચોરી તો થાય છે શુકન જાણો કેમ?

મંદિર બહાર ઉતારેલા જૂતાની થાય જો ચોરી તો થાય છે શુકન જાણો કેમ?

આપણે સૌ ઈશ્વરની પૂજા અર્ચના કરીએ છીએ અને મંદિર જઈએ છીએ. મંદિર જઈને ભગવાનની પૂજા કરવાનું અલગ જ મહત્વ રહેલું છે. મંદિરે જઈએ ત્યારે આપણી સાથે એક ખાસ ઘટનાક્રમ સર્જાય છે. આ ઘટના આપણી સાથે કોઈને કોઈ દિવસ થતી જ હોય છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ મંદિરની બહાર રાખેલા જૂત્તા-ચપ્પલની ચોરી થવાની. મંદિરની બહાર રાખવામાં આવેલ જૂત્તા ચોરી થાય તેમાં કોઈ નવી વાત નથી. ફક્ત મંદિરે જ નહી દરેક ધાર્મિક સ્થળો પર દર્શન કરવા ગયેલા ભાવિકો સાથે આવું થાય છે.

જૂત્તા-ચપ્પલ ચોરી સાથે જોડાયેલી માન્યતા

શ્રદ્ઘાળુઓના બુટ ચપ્પલની ચોરી ન થાય તે માટે કેટલાક ધાર્મિક સ્થળો પર તો જૂતા ચપ્પલ રાખવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સામાન્ય રીતે મંદિર પ્રશાસનની લાપરવાહીથી કેટલીક વાર આવી ચોરી થાય છે પણ જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવું હોવા પાછળ કેટલીક પ્રાચીન માન્યતાઓ રહેલી છે. આજે આપણે આવી કેટલીક પ્રાચીન ધાર્મિક માન્યતાઓ અંગે જણાવીશુ.

વધે છે પુણ્ય

જ્યોતિષ અનુસાર જૂતા-ચપ્પલ ચોરી હોવાની ઘટનાને શનિવારે થતા શનિ દોષથી મુક્તિ મળશે તેવું માનવામાં આવે છે. કેટલાક લોકો તો ખાસ રવિવાર, શનિવાર, મંગળવારે ખાસ મંદિરે જઈને જૂતા ચપ્પલ છોડીને આવી જાય છે માન્યતા છે કે આવું કરીશું તો પુણ્ય મળશે અને પનોતી દૂર થશે.

કઠોર ગ્રહ શનિ સાથે છે સંબંધ

જ્યોતિષમાં શનિને ક્રુર અને કઠોર ગ્રહ કહેવામાં આવે છે. શનિ જ્યારે કોઈ વ્યક્તિને વિપરીત ફળ આપે છે તો વ્યક્તિ ખુબજ મહેનત કરવા છતાં નિષ્ફળ જાય છે. તેના સઘળા પ્રયાસો નિષ્ફળ જાય છે. જે લોકો પર શનીની સાડાસાતી ઢૈય્યા ચાલતી હોય જેમની કુંડળીમાં અશુભ સ્થાને શનિ હોય તેમને અપાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

જ્યોતિષશાસ્ત્રમાં શરીરના વિભિન્ન અંગોના અલગ અલગ સ્વામી રહેલા છે. શનિ મહારાજનું સ્થાન પગમાં માનવામાં આવે છે. જ્યોતિષની માન્યતા અનુસાર જ્યારે શનિ મહારાજ પીડિત હોવાથી પગમાં તકલીફ આપે છે જૂતા ચપ્પલ તુટતાં કે ચોરી થવાના યોગ સર્જાય છે. જૂત્તા -ચોરી થાય તો સમજી લેવું કે હવે તમારા અશુભ પ્રભાવની અસર ઓછી થશે.

જૂત્તા-ચપલનું કરવું જોઈએ દાન

જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યુ છે કે જો કોઈ વ્યક્તિ ઉપર શનિનો અશુભ પ્રભાવ હોય તો તેમણે અમાસના દિવસે કે પછી કોઈ શનિવારે જૂત્તા-ચપલનું દાન કરવું જોઈએ. આનાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થશે.