આર્થિક આધારે ૧૦ ટકા અનામત પર સુપ્રીમનો સ્ટે મૂકવાનો ઇનકાર

આર્થિક આધારે ૧૦ ટકા અનામત પર સુપ્રીમનો સ્ટે મૂકવાનો ઇનકાર

। નવી દિલ્હી ।

આર્થિક આધારે ગરીબ વર્ગને અપાયેલા ૧૦ ટકા અનામતના મામલે સુપ્રીમ કોર્ટથી કેન્દ્ર સરકારે મોટી રાહત મળી છે. કોર્ટે કેન્દ્રના નિર્ણયને રોકવાનો ઇનકાર કર્યો છે. હવે સુપ્રીમ કોર્ટ બે અઠવાડિયા બાદ આ અંગે આગામી ૧૬મીએ સુનાવણી કરશે.

યાદ રહે કે કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક આધાર પર સામાન્ય વર્ગને ૧૦ ટકા અનામત આપવાની વિરુદ્ધ દાખલ થયેલી અરજી પર સુનાવણી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહ્યું છે.  આ પહેલાં કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ આપી હતી અને સરકારે તેને યોગ્ય ગણાવી હતી. અરજીમાં કહેવાયું હતું કે આ નિર્ણયથી ઇંદિરા સાહનીના કેસમાં સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠે ૫૦ ટકાની મહત્તમ અનામતની મર્યાદાનું ઉલ્લંઘન થયું છે. લોકસભાની ચૂંટણી પહેલાં એસસી /એસટી સંશોધન બિલ પર બેકફૂટ પર આવેલી મોદી સરકારે આર્થિક આધારે અનામતનો દાવ ચાલીને નારાજ સવર્ણોને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેને મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવ્યો હતો કેમકે સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ આવેલા આ બિલની વિરુદ્ધ દેશના કેટલાક ભાગોમાં મોદી સરકારની વિરુદ્ધ પ્રદર્શન યોજાયા હતા.

પછાતોની સંખ્યા ઓછી : આરટીઆઈના આંકડાએ બધાને ચોંકાવી દીધા છે. નવી જાણકારી મુજબ દેશની ૪૦ કેન્દ્રીય યુનિવર્સિટી ઉપરાંત રેલવે સહિત બીજા કેટલાય સરકારી વિભાગોમાં નક્કી અનામતથી પણ ઓછા દલિત આદિવાસી અને પછાતોની નિયુક્તિ થઈ છે, જ્યારે સવર્ણોની નિયુક્તિઓ ૫૦ ટકાથી પણ ઓછી છે. મતલબ કે અનામત કાયદો અમલી ન થયો ત્યારે પણ સવર્ણ જાતિઓના લોકો સરકારી મહેકમમાં ઘણા આગળ છે.