ધનપતિને પણ કંગાળ બનાવી દે ઘરમાં રહેલી આ વસ્તુ, ક્યાંક તમારે ત્યાં તો નથી ને?

ધનપતિને પણ કંગાળ બનાવી દે ઘરમાં રહેલી આ વસ્તુ, ક્યાંક તમારે ત્યાં તો નથી ને?

કેટલાક લોકોને ઘરને સજાવવાનો ખુબજ શોખ હોય છે. આમા કંઇ ખોટુ પણ નથી પણ ક્યારેક અજાણતાજ તે ઘરમાં એવી કેટલીક વસ્તુઓ લાવી દે છે જેનાથી ફાયદો થવાના બદલે થાય છે ખુબજ મોટુ નુકસાન. આપણા વાસ્તુશાસ્ત્રમાં વિસ્તૃત આ અંગે માહિતી આપવામાં આવી છે કે કેવી વસ્તુઓ ઘરમાં રાખશો તો થશે પ્રગતિ અને કેવી વસ્તુઓથી થશે નુકસાન.

ઘરની સાજ સજાવટ માટે લાવવામાં આવેલી વસ્તુઓ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કંગાળ બનાવી દે છે, આવી વસ્તુઓ ઘરમાં હોય તો ગમે તેટલી મહેનત છતાં પ્રગતિ અટકી જાય છે. ધનવાન પરિવાર પણ કંગાળ થઈ જાય છે. ઘરની સુખ સમૃદ્ધિ નષ્ટ થઈ જાય છે. આજે આપણે જાણીશું એવી કઈ વસ્તુઓ છે જેને ઘરમાં રાખવાથી આર્થિક પાયમાલી થાય છે. લક્ષ્મીજી નારાજ થાય છે અને હંમેશા માટે આવા ઘરમાં દરિદ્રનારાયણનો વાસ થાય છે.

જો તમારા ઘરમાં એક જ દેવી દેવતાની એક કરતા વધારે મૂર્તિ કે પછી તસવીરો છે તો એકને રાખીને બીજી મૂર્તિ કે પછી આવી તસવીરો તમારા સગા સબંધીને ત્યાં કે કોઈ મંદિરમાં તાત્કાલીક મુકી આવો. નદી તળાવમાં પણ તમે આવી મૂર્તિઓનું વિસર્જન કરી શકો છો. જ્યોતિષ અને વાસ્તુ અનુસાર આની સીધી અસર ઘરની સમૃદ્ધિ અને વૈભવ પર પડે છે. જો લક્ષ્મી દેવીની કૃપા ઈચ્છો છો તો ઘરમાં રાખેલા એક કરતા વધારે ફોટાઓ કે મૂર્તિઓ તાત્કાલીક દૂર કરો.

તમારા ઘરમાં મોટુ શિવલિંગ ક્યારેય પણ ન રાખો, વાસ્તુમાં આને નિષેધ કહ્યુ છે. જો તમે શિવલિંગ રાખવા જ માગો છો પૂજા સ્થળે એક નાનકડું શિવલિંગ સ્થાપિત કરી શકો છો, તેમાં કોઈ દોષ નથી લાગતો હા એ વાતનું જરૂરથી ધ્યાન રહે કે ઘરમાં રહેલ શિવલિંગ પર કાયમી અભિષેક કરવો. શિવલિંગને ક્યારેય અપૂજ ન રાખવું.

ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાને દૂર કરવા શ્રી કૃષ્ણ ભગવાનના બાળ સ્વરૂપ મુદ્રા બેઠેલી અવસ્થા વાળો ફોટો ઘરના બેઠક વાળા રૂમમાં જરૂરથી લગાવો. આવું કરવાથી રિસાયેલ લક્ષ્મીજી ઘરમાં કાયમી સ્થાઈ નિવાસ કરવા લાગશે. જો ઘરમાં ધનનો અભાવ હોય તો મંદિરમાં એકાક્ષી નાળીયેરની સ્થાપના કરી તેની રોજ પૂજા કરો, આવું કરવાથી ઘરમાં અન્ન અને ધનની ક્યારેય કમી નહી આવે.

જો ઘરના સભ્યો વચ્ચે નાની નાની વાતે તકરાર થયા કરતી હોય તો લડાઈ ગુસ્સો અને એકબીજાનું બોલ્યુ પણ ન ગમતુ હોય તો પ્રેમ અને પોતીકા પણુ લાવવા માટે ઘરમાં શ્રીરામ દરબારની સ્થાપના કરો આનાથી જરૂરથી ફાયદો થશે.

ધરતીના પ્રત્યક્ષ દેવતા ભગવાન સૂર્ય નારાયણની ત્રાંબાની આકૃતિ તમારા ઘરમાં ચોક્કસ રાખો. ઘરમાં ક્યારેય નકારાત્મક ઉર્જા નહી આવે. વેપારમાં વૃદ્ધિ થશે અને ધન વૃદ્ધિ થશે અને ઐશ્વર્યની સાથે સાથે લક્ષ્મીજીની કૃપાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.