૧૦૦ કરોડની ક્લબમાં તમામ વિવાદો વચ્ચે શાહિદ કપૂરની ‘કબીરસિંહ’.

૧૦૦ કરોડની ક્લબમાં તમામ વિવાદો વચ્ચે શાહિદ કપૂરની ‘કબીરસિંહ’.

શાહિદ કપૂરની ‘કબીરસિંહ’ તમામ વિવાદોની વચ્ચે બોક્સ ઓફિસ પર મજબૂતીથી ઊભી રહી છે. ફિલ્મની સામે આવેલા બધા અવરોધોને પાર કરી ૧૦૦ કરોડના ક્લબમાં એન્ટ્રી લઈ લીધી છે. પ્રેક્ષકોને ફિલ્મ બહુ પસંદ આવી રહી છે, તો શાહિદ કપૂરનો ભાઈ ઈશાન ખટ્ટર પણ ખુશીથી ઝૂમી ઊઠયો છે. ઈશાન ખટ્ટરે શાહિદ કપૂર માટે ઇમોશનલ નોંધ પણ લખી છે. તેણે લખ્યું છે : આજે હું મારા મોટા ભાઈ માટે બહુ ખુશ છું. તેઓ મારા માટે હંમેશાં એક સારી વ્યક્તિનું ઉદાહરણ રહ્યા છે. તમે આ રીતે સૌથી જટિલ અને ક્ષતિગ્રસ્ત પાત્ર આટલી સારી રીતે નિભાવી શકો છે. જ્યારે ઘરમાં સૌથી વધુ ફોકસ્ડ, લવિંગ અને જવાબદાર વ્યક્તિ છો.