ઝડપથી મળશે હવે ત્રીજી વેક્સિન : રશિયન વેક્સિન સ્પૂતનિક-Vને ઈમરજન્સી ઉપયોગ માટે ભારતમાં મંજૂરી મળી, ગેમચેન્જર સાબીત થશે 92% ઈફેક્ટિવ આ વેક્સિન

ઝડપથી મળશે હવે ત્રીજી વેક્સિન : રશિયન વેક્સિન સ્પૂતનિક-Vને ઈમરજન્સી ઉપયોગ માટે ભારતમાં મંજૂરી મળી, ગેમચેન્જર સાબીત થશે 92% ઈફેક્ટિવ આ વેક્સિન

કોરોના વાયરસના ભયાનક સ્વરૂપ વચ્ચે એક રાહતના સમાચાર મળ્યા છે. ભારતમાં હવે વધુ એક વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. સોમવારે વેક્સિન મામલે સબજેક્ટ એક્સપર્ટ કમિટી (SEC)એ રશિયાની સ્પુતનિક વિ ને મંજૂરી આપી છે. ભારતમાં હવે આ વેક્સિનનો ઉપયોગ કરવામાં આવશે.

જો સૂત્રોનું માનીએ તો સ્પુતનિક દ્વારા ટ્રાયલનો ડેટા રજૂ કરવામાં આવ્યો છે, જેના આધારે આ મંજૂરી મેળવવામાં આવી છે. જો કે, સરકાર દ્વારા આજ સાંજ સુધી પરિસ્થિતિ સ્પષ્ટ કરી શકાય છે.

સ્પૂતનિક વી દ્વારા ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગવામાં આવી હતી. આ સંજોગોમાં સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી તરફથી સોમવારે આ વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે ભારતમાં સ્પુતનિક વિ હૈદરાબાદની ડો. રેડ્ડી લેબ્સની સાથે મળીને ટ્રાયલ કર્યા છે અને તેની જ સાથે પ્રોડકશન ચાલી રહ્યું છે. એવામાં વેક્સિનને મંજૂરી મળ્યા બાદ ભારતમાં વેક્સિનની અછત અંગેની ફરિયાદમાં ઘટાડો થઈ શકે છે.

અત્યારે દેશમાં બે વેક્સિનનો ઉપયોગ થઈ રહ્યો છે
દેશમાં અત્યારે બે કોરોના વેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનનો ભારતમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઓગસ્ટ સુધી ભારતમાં અત્યારે 6 વેક્સિનને મંજૂરી મળી શકે છે, જેથી વધુને વધુ માત્રામાં ડોઝ તૈયાર કરવામાં આવી શકે.

ઘણાં રાજ્યોમાં વેક્સિનની શોર્ટેજ નોંધાઈ
નોંધનીય છે કે, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓરિસ્સા, યુપી સહિત ઘણાં રાજ્યોમાં વેક્સિનની અછત નોંધવામાં આવી છે. મહારાષ્ટ્ર, ઓરિસ્સામાં તો હજારો સેન્ટર્સ પર વેકસિનેશન રોકી દેવામાં આવ્યું છે. આ સંજોગોમાં સતત માંગણી થઈ રહી છે કે, અન્ય વેક્સિનને મંજૂરી આપવામાં આવે. જેથી મોટી સંખ્યામાં ઉત્પાદન થાય અને જરૂરિયાત પૂરી કરી શકાય.

ભારતમાં કેવી રીતે થઈ શકે છે ગેમચેન્જર?

  • ભારતમાં વર્તમાન સમયમાં બે વેક્સિન ઉપલબ્ધ છે. આ પૈકી કોવેક્સિનની એફિકેસી રેટ 81 ટકા છે, જ્યારે કોવીશીલ્ડ કેટલીક શરતો સાથે 80% સુધી છે. આ સંજોગોમાં 91.6 ટકા ઈફેક્ટિવનેસ સાથે રશિયાની વેક્સિન સૌથી વધારે અસરકારક વેક્સિન થઈ શકે છે.
  • અત્યારે ઉપલબ્ધ રહેલી બે વેક્સિનનું ઉત્પાદન એક મહિને 4 કરોડ ડોઝ થઈ રહ્યું છે, જે પૈકી ફક્ત 25 લાખ ડોઝ આપી શકાય છે. જ્યારે અત્યારે 35 લાખ ડોઝ આપવામાં આવી રહી છે. તેનાથી ઓછામાં ઓછા 7 કરોડ ડોઝ પ્રત્યેક મહિને જરૂર પડશે. ડિમાન્ડ પૂરી કરવા માટે સ્પુતનિક-V ને મંજૂરી આપવી જરૂરી માનવામાં આવે છે.
  • RDIFના CEO કિરિલ દિમિત્રેવના જણાવ્યા પ્રમાણે આ વેક્સિન તમામ લોકો સુધી પહોંચી શકે તે માટે તેની કિંમત 10 ડોલરથી ઓછી રાખવામાં આવી છે.એટલે કે 700 રૂપિયાથી પણ ઓછી કિંમત પર ઉપલબ્ધ બનશે. વિશ્વભરમાં 90 ટકાથી વધારે ઈફેક્ટિવનેસ સાબિત કરનારી આ વેક્સિન અન્ય વેક્સિનની તુલનામાં વધારે સસ્તી છે. સારી વાત એ છે કે તેને 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર સ્ટોર કરી શકાય છે,જે વર્તમાન સપ્લાય ચેનમાં સરળતાથી ઉપલબ્ધ છે.
  • ભારતમાં રશિયાની વેક્સિનને ડો.રેડ્ડીઝ લેબોરેટરી વિકસિત કરી રહી છે અને તેના 1,500 વોલેન્ટીયર્સ પર ફેઝ-3 બ્રિજીંગ ટ્રાયલ્સ કર્યાં છે. આ આધાર પર સ્પુતનિક માટે મંજૂરી માંગી છે. આ સાથે હિટરો બાયોફાર્મા અને ગ્લેન્ડ ફાર્મામાં પણ ઉત્પાદન થશે. ભારતમા 35.2 કરોડ ડોઝ વાર્ષિક ધોરણે ઉત્પાદન થઈ શકે છે.

91.6 ટકા ઈફેક્ટિવ છે વેક્સિન, ઈમ્યૂન રિસ્પોન્સ ઝડપથી વધારે છે

  • આ વેક્સિનને રશિયન ફેડરેશનમાં સ્વાસ્થ્ય મંત્રાલયના ગામાલેયા નેશનલ રિસર્ચ સેન્ટર ઓફ એપિડેમિયોલોજી એન્ડ માઈક્રોબાયોલોજી વિભાગે રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) સાથે તાલ મિલાવી બનાવ્યા છે. સ્પુતનિક-V એક એડેનોવાયરસ પ્લેટફોર્મ પર બનેલી વેક્સિન છે. ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાના ડોઝની માફક છે, પણ તેમા અલગ એડેનોવાયરસનો ઉપયોગ કર્યો છે.
  • ડેવલપર્સનું કહેવું છે કે સ્પુતનિક-V વધારે જલ્દી અને અસરકારક રીતે ચેપ સામે ઈમ્યૂન રિસ્પોન્સ વધે છે. અંતરિમ એફિકેસી એનાલિસિસ 19,866 વોલન્ટિયર્સ પર કરવામાં આવેલા અભ્યાસના આધાર પર છે. તેમાં 14,964ને વેક્સિન લગાવવામાં આવી હતી, જ્યારે 4,902 લોકોને પ્લેસિબો (સલાઈન વોટર). સ્ટડીમાં 2,144 વોલન્ટિયર્સ 60 વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરના હતા. તેમાં પણ વેક્સિને સારી અસર દેખાડી છે. વેક્સિન અગાઉથી 59 દેશોમાં મંજૂરી મેળવી ચુકેલી છે.
  • ઓગસ્ટ,2020માં જ્યારે રશિયાએ સ્પુતનિક-Vને મંજૂરી આપી છે તો સમગ્ર વિશ્વમાં તેના સંદેહની નજરથી જોવામાં આવે છે. ત્યા સુધીમાં તેની અસરકારકતાના આંકડા સામે આવ્યા ન હતા. ત્યારબાદ ટ્રાયલ્સના પરિણામો સામે આવ્યા તો જાણવા મળ્યું કે આ વેક્સિન ખરેખર અસરકારક છે.
  • આ વેક્સિન ગંભીર લક્ષણો અથવા મોતને અટકાવવામાં 100 ટકા ઈફેક્ટિવ છે. તે ઘણુ મહત્વપૂર્ણ પેરામીટર છે, કારણ કે તે લોકોના જીવ બચી શકે છે. સિંગલ ડોઝ પણ બીમારી સામે 87.6 ટકા સુધી પ્રોટેક્શન આપે છે.

આ ઉપરાંત અન્ય કઈ વેક્સિન તૈયાર થઈ રહી છે?

1. ઝાઈકોવ-ડી (ZyCov-D)
કંપનીઃ ઝાયડસ કેડિલા, અમદાવાદે આ વેક્સિન ડેવલપ કરી છે. ભારત બાયોટેકની કોવેક્સિન બાદ આ બીજી સંપૂર્ણ સ્વદેશી વેક્સિન હશે.
ઈફેક્ટિવનેસઃ શરૂઆતી બે ટ્રાયલ્સમાં સુરક્ષિત સાબિત થઈ છે. ઈફેક્ટિવનેસના આંકડા ટૂંક સમયમાં આવશે.
ક્ષમતાઃ 15 કરોડ ડોઝ પ્રતિ વર્ષ
સ્ટેટસઃ વર્તમાન સમયમાં ભારતમાં ફેઝ-3 ટ્રાયલ્સ ચાલી રહ્યો છે

2. કોવોવેક્સ (નોવાવેક્સ)
કંપનીઃ સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાએ નોવાવેક્સ સાથે ડીલ કરી છે
ઈફેક્ટિવનેસઃ ઓરિજિનલ વાયરસ સ્ટ્રેન સામે 96.4 ટકા ઈફેક્ટિવ છે.
ક્ષમતાઃ 4-5 કરોડ ડોઝ પ્રતિ મહિને
સ્ટેટસઃ 3 ફેબ્રુઆરીના રોજ સીરમ ઈન્સ્ટિટ્યુટને બ્રિજીંગ સ્ટડી કરવાની અનુમતિ લીધી છે. આ વેક્સિન નોવાવેક્સને તૈયાર કરી છે અને શરૂઆતી ટ્રાયલ્સ વિદેશોમાં થયા છે. તેની પુષ્ટિ માટે ભારતમાં બ્રિજિંગ સ્ટડી થવાનો છે.

3. BECOV2A, BECOV2B, BECOV2C, BECOV2D
કંપનીઃ બાયોલોજિકલ Eએ બેયર કોલેજ ઓફ મેડિસિન સાથે મળી તેને બનાવ્યા છે
ઈફેક્ટિવનેસઃ 2 ડોઝવાળા વેક્સિનના ફેઝ-3 ટ્રાયલ્સ હજુ શરૂ થયા નથી.
ક્ષમતાઃ 10 કરોડ ડોઝ પ્રતિ વર્ષ
સ્ટેટસઃ ફેઝ-1 અને ફેઝ-2 ટ્રાયલ્સ ભારતમાં થઈ ચુક્યા છે. પરિણામોના આધાર પર કંપની ફેઝ-3 ટ્રાયલ્સ માટે મંજૂરી માંગશે.

4. BV154 (ઈન્ટ્રા-નેઝલ વેક્સિન)
કંપનીઃ ભારત બાયોટેકે વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન સાથે મળી તે તૈયાર કરી છે.
ઈફેક્ટિવનેસઃ ટ્રાયલ્સ પૂરા થયા નથી
ક્ષમતાઃ માલુમ નથી
સ્ટેટસઃ 3 ફેબ્રુઆરીના રોજ ભારત બાયોટેકે 175 વોલન્ટીયર પર ફેઝ-1 ટ્રાયલ્સ માટે મંજૂરી મેળવી હતી. ત્યારે ફેઝ-2 અને ફેઝ-3 ટ્રાયલ્સ થયા છે. વર્ષના અંત સુધી માર્કેટમાં આવી શકે છે.

5. HGCO19 (mRNA વેક્સિન)
કંપનીઃ જેનોવા બાયોફાર્માસ્યુટીકલ્સ
ઈફેક્ટિવનેસઃ ફેઝ-3 ટ્રાયલ્સ હજુ શરૂ થઈ શક્યો નથી. અમેરિકામાં મોર્ડના અને ફાઈઝરની વેક્સિન આ પ્લેટફોર્મ પર બની છે.
ક્ષમતાઃ 36 કરોડ ડોઝ પ્રતિ વર્ષ
સ્ટેટસઃ 11 ડિસેમ્બરના રોજ ફેઝ-1 અને ફેઝ-2 ટ્રાયલ્સ માટે મંજૂરી મળી હતી. રેગ્યુલેટરને ડેટા સોંપવાના છે. ત્યારબાદ આગામી તબક્કા માટે ટ્રાયલ્સ શરૂ થશે.

6. ઝેનસેન ફાર્માની Ad26.CoV2.S
કંપનીઃ બાયોલોજીકલ E એ જોનસન એન્ડ જોનસનની જૈનસેન બાયોફાર્માસ્યુટીકલ્સ સાથે ડીલ કરી છે.
ઈફેક્ટિવનેસઃ 66 ટકા અમેરિકા અને અન્ય દેશોમાં ટ્રાયલ્સના આધાર પર
ક્ષમતાઃ 60 કરોડ ડોઝ વાર્ષિક, જેને 100 કરોડ સુધી વધારી શકાય છે.
સ્ટેટસઃ ભારતમાં બ્રિજીંગ સ્ટડી શરૂ થવાનો છે. હજુ સુધી એ સ્પષ્ટ થયુ નથી કે ભારત આ વેક્સિનનો ભારતના વેક્સિનેશન કાર્યક્રમ માટે ખરીદી કરશે કે નહીં.

7. અરબિંદો ફાર્મા વેક્સિન
કંપનીઃ અરબિંદો ફાર્માએ અમેરિકાની સહાયક કંપની ઓરો વેક્સિન સાથે મળી આ વેક્સિન પર કામગીરી શરૂ કરી છે. આ પ્રોફેક્ટસ બાયોસાયન્સને વિકસિત કરે છે.
ઈફેક્ટીવનેસઃ આ વેક્સિન આ સમયે પ્રી-ક્લિનિકલ ટ્રાયલ્સમાં છે. તેને લીધે ઈફેક્ટિવનેસ માલુમ નથી.
ક્ષમતાઃ વાકેફ નથી
સ્ટેટસઃ ક્લિનિકલ ટ્રાયલ્સ શરૂ થયા નથી. લેબોરેટરીમાં તપાસ થઈ રહી છે
ક્યારે મળશેઃ સ્થિતિ યોગ્ય રહેશે તો તેના ટ્રાયલ્સ છ થી સાત મહિનામાં થઈ શકે છે. એટલે કે આ વર્ષના અંત ભાગ સુધીમાં.

( Source – Divyabhaskar )