ઓ.ટી.પી. કેમ જરૂરી છે ?

ઓ.ટી.પી. નું પૂર્ણ નામ વન ટાઇમ પાસવર્ડ છે. આ એક એવો પાસવર્ડ છે, કે જેનો ઉપયોગ યૂઝર ફ્ક્ત એક જ વાર કરી શકે છે. જેનું આયુષ્ય વધારેમાં વધારે ૧૦ મિનિટ હોય છે. તે ૪ થી ૬ અંક નો જ હોય છે. દર વખતે યૂઝરને લોગિન સમયે નવો જ ઓ.ટી.પી. મોકલવામાં આવે છે. ઓ.ટી.પી. નો મુખ્યત્વે ઉપયોગ લોગિન થવા માટે અને નાણાકીય ટ્રાન્ઝેક્શન વખતે કરવામાં આવે છે. ઓ.ટી.પી. મોટે ભાગે એસ.એમ.એસ. અને ઇમેઇલ મારફતે મોકલવામાં આવે છે.

ઓ.ટી.પી. ને કારણે, યૂઝરનો પાસવર્ડ જો કોઈ જાણી લે, તો પણ યૂઝરની સંમતિ વિના લોગીન કરી શકશે નહીં. આજકાલ ઓનલાઇન શોપિંગ, સોશિયલ મીડિયા એપ્લિકેશન, ઈ-મેઈલ લોગિન અને નાણાકીય બાબતોમાં યૂઝરની સાચી ઓળખ માટે સર્વત્ર ઓ.ટી.પી. મેથડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તે વધુ સલામત પણ છે.

OTP શા માટે જરૂરી ? 

ઓટીપી પદ્ધતિના આગમન પહેલાં ઇન્ટરનેટ એટલું સુરક્ષિત નહોતું. જો યૂઝર કોઈ એકાઉન્ટ બનાવતા હોય અને કોઈપણ રીતે પાસવર્ડ લીક થઈ જાય હોત, તો તે પાસવર્ડનો દુરુપયોગ કરી ને એકાઉન્ટ હેક થઇ શકે છે. અમુકવાર પાસવર્ડ ક્રેક્ડ ટૂલના ઉપયોગથી પણ એકાઉન્ટનો દુરુપયોગ કરાતો હતો. પરિણામે યૂઝર ઓનલાઇન ખરીદી અને નાણાકીય વ્યવાહરોથી દૂર રહેતા હતા, પરંતુ ઓ.ટી.પી. ના આગમનથી યુઝર માંથી એકાઉન્ટ હેક થવાનો ડર દૂર થયો અને વિશ્વાસ પાછો આવ્યો.

OTPથી ફયદો શું છે ? 

ઓટીપીનો સૌથી મોટો ફયદો એ છે કે તેને સરળતાથી હેક કરી શકાતું નથી. ઓટીપી મેળવવા માટે, સાઈબર અપરાધીઓ પાસે જે તે યૂઝરનો મોબાઇલ નંબર અથવા ઈ-મેઈલ સુધીની પહોંચ હોવી આવશ્યક છે, જે ૯૯.૯% અશક્ય છે. આ જ કારણ છે કે જ્યારથી ઓટીપીનો ઉપયોગ શરૂ થયો. ત્યારથી હેકિંગના કેસોમાં ઘટાડો આવ્યો. ઓટીપીમાં યૂઝરે પાસવર્ડ યાદ રાખવાની જરૂર નથી. જો યૂઝર પાસવર્ડ ભૂલી જાય તો પણ ઓટીપી દ્વારા બદલી શકે છે. આમ ઓ.ટી.પી ઇન્ટરનેટ એક્સેસને વધુ સરળ અને સલામત બનાવે છે.

( Source – Sandesh )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Info & News
Ashadeep Newspaper

આઠમ, ઈદ ભૂલી જ જાવ, સ્થિતિ ના સુધરે તો નવરાત્રિ પણ નહીં : CM

। રાજકોટ, વડોદરા । કોરોનાની કપરી સ્થિતિમાં બકરી ઈદ, જન્માષ્ટમી, ગણેશોત્સવ, સંવત્સરી, ભાદરવી પૂનમ જેવા તહેવારોના મેળાવડા-સમારંભો ન યોજવા મુખ્યમંત્રી

Read More »

કોરોનાના કાળમાં ભારતીયોમાં ભય, એક દિવસમાં કરોડો રૂપિયાનું વાપરે છે સેનેટાઇઝર, આંકડો જાણી ચોંકી જશો

કોરોનાવાયરસ ફેલાવા સાથે વૈજ્ઞાનિકો, સંશોધનકારો અને આરોગ્ય નિષ્ણાતોએ સેનિટાઇઝરને વૈશ્વિક રોગચાળા સામે સૌથી અસરકારક શસ્ત્ર માન્યું હતું. વૈજ્ઞાનિકો, એ કહ્યું

Read More »