કેચ મી ઈફ યૂ કેન : નકલી ડેથ સર્ટિફિકેટ બનાવીને 15 વર્ષ કેદી ફરાર રહ્યો; એક ફોટાને કારણે ભાંડો ફૂટ્યો

કેચ મી ઈફ યૂ કેન : નકલી ડેથ સર્ટિફિકેટ બનાવીને 15 વર્ષ કેદી ફરાર રહ્યો; એક ફોટાને કારણે ભાંડો ફૂટ્યો

  • 2004માં પે-રોલ લઈને અનિરાજ જેલથી બહાર આવ્યો હતો
  • પે-રોલ ખતમ થવા છતાં જેલમાં પોછો ન આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી
  • આરોપીના પરીવારજનોએ કોર્ટમાં તેનું ડેથ સર્ટિફિકેટ જાહેર કરતા પોલીસે તપાસ પર રોક લગાવી હતી
  • છેલ્લા 15 વર્ષોથી આરોપી વિવિધ વિસ્તારોમાં સિક્યોરિટી ગાર્ડની નોકરી કરતો હતો
  • વ્હોટ્સએપમાં વાઈરલ ફોટોના આધોરે પોલીસે તેની ધરપકડ કરી

ઉત્તરપ્રદેશના મેરઠમાં 10 એપ્રિલના રોજ 2006માં વિક્ટોરિયા પાર્કના અગ્નિકાંડમાં 67 લોકો જીવતા આગમાં સ્વાહા થયા હતા. આ દુર્ઘટનામાં સેંકડો લોકો દાઝી ગયા હતા. આ ઘટનામાં પોલીસને પે-રોલ પર જેલમાંથી બહાર આવેલા હત્યાના ઓરોપીના મૃત્યુંની ખબર મળી હતી. પોલીસે આ ઘટનાની વધારે તપાસ હાથ ધરી હતી, જેમાં તેઓને આરોપીનું ડેથ સર્ટિફિકેટ પણ મળ્યું હતું. પરંતું પોલીસને 15 વર્ષપછી આ ઘટનાની અન્ય કડીઓ હાથ લાગતા ભારે ચકચાર મચી જવા પામી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર તેમને હત્યાના આરોપીનું ડેથ સર્ટિફિકેટ મળ્યું હતું, જેમાં અનિરાજસિંહ નામના શખ્સને મૃત જાહેર કર્યો હતો. તેવામાં ગુરુવારે પોલીસે તે જ આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની કડક પૂછપરછ હાથ ધરી હતી, જેમાં આરોપીએ જણાવ્યું હતું કે, તેને મર્ડરના કેસમાં સુપ્રીમ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી. તે સજાથી બચવા માટે આરોપીએ નકલી ડેથ સર્ટિફિકેટ બનાવીને પોતાને મૃત જાહેર કર્યો હતો.

ગત વર્ષે મૃતક અનિરાજ જીવતો હોવાનું સામે આવ્યું
2020માં અનિરાજના પરીવારજનોએ તેના જીવતા હોવાના સમાચાર આપ્યા હતા. ત્યારપછી પોલીસે ઓરોપીની ઓળખ કરીને તેના વિરૂદ્ધ નકલી દસ્તાવેજો બનાવીને મૃત જાહેર કરવાના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે તેના પર 20 હજાર રૂપિયાનું ઈનામ પણ ઘોષિત કર્યું હતું.

15 વર્ષોથી ગાર્ડની નોકરી કરી રહ્યો હતો
પોલીસની ટીમે ગુરૂવારના રોજ કસ્બા સ્યાના વિસ્તારમાંથી અનિરાજની ધરપકડ કરી હતી. તેની પાસેથી પોલીસે એક બંદૂક અને કારતૂસ જપ્ત કર્યું હતું. તેની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, આજીવન કેદથી બચવા માટે તેણે નકલી ડેથ સર્ટિફિકેટ બનાવીને આ પ્રકારનો દંભ રચ્યો હતો. આરોપી અત્યારે ઉત્તરાખંડના રુદ્રપુરમાં પોતાની પત્ની અને બાળકો સાથે નિવાસ કરી રહ્યો છે અને સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરીને પરીવારનું ભરણ પોષણ કરે છે. છેલ્લા 15 વર્ષથી તે ગુરૂગ્રામ, નોઈડા, મેરઠ અને રુદ્રપુરમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો.

ડેથ સર્ટિફિકેટ મળતા તપાસ બંધ કરાઈ હતી
2004માં કેટલાક દીવસની પે-રોલ લઈને અનિરાજ જેલથી બહાર આવ્યો હતો. તેના પે-રોલના દીવસો સમાપ્ત થઈ ગયા હતા, તેમ છતા તે જેલમાં પરત નહતો ફર્યો જેથી પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. જેથી અનિરાજના પરીવારજનોએ વકીલ મારફતે તેનું ડેથ સર્ટિફિકેટ કોર્ટમાં રજૂ કર્યું હતું. જેના આધારે પોલીસે અનિરાજને મૃત ઘોષિત કરીને તેની તપાસ પર રોક લગાવી દીધી હતી.

આરોપી ઓદ્યોગિક વિસ્તારોમાં નિવાસ કરતો હતો
આજીવન કેદ અને પોલીસથી બચવા માટે અનિરાજે નામ અને પહેરવેશ બદલી નાખ્યો હતો. ફરાર આરોપી મુખ્યત્વે રહેવા માટે ઔદ્યોગિક વિસ્તારોમાં રહેવાનું પસંદ કરતો હતો. જેમાં તે ગુરૂગ્રામ, નોઈડા, મેરઠ, રૂદ્રપુર વગેરે સ્થાનોમાં સ્થળાંતર કરતો રહેતો હતો. મોટાભાગે અનિરાજે દરેક જગ્યા પર સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરી હતી.

વાઈરલ ફોટાએ ભાંડો ફોડ્યો
IG પ્રવીણ કુમારે આ ઘટનાના સંદર્ભે જણાવ્યું હતું કે, અનિરાજ લગભગ 15 વર્ષથી ફરાર છે, પરંતુ તેની ધરપકડ થવાનું મુખ્ય કારણ એક ફોટો છે. આરોપી 2 વર્ષ પહેલા તેના ભાણીયાને સંદેશો આપીને ગઢમુક્તેશ્વર વિસ્તારમાં આવેલા એક ગામમાં પહોંચ્યો હતો. ત્યાં તેણે પોતાના કેટલાક ફોટો પડાવ્યા હતા. આરોપીના તમામ ફોટો વ્હોટ્સએપના માધ્યમથી વાયરલ થઈ ગયા હતા. જેના આધારે મહાવીરપુર ગામના કેટલાક લોકોએ તેને ઓળખી કાઢ્યો હતો અને તેની તપાસ હાથ ધરી હતી.

( Source – Divyabhaskar )