શાળાઓમાં પરીક્ષાની તારીખ જાહેર : ધોરણ 9, 11ની વાર્ષિક પરીક્ષા 7થી 15 જૂને યોજાશે

શાળાઓમાં પરીક્ષાની તારીખ જાહેર : ધોરણ 9, 11ની વાર્ષિક પરીક્ષા 7થી 15 જૂને યોજાશે

બોર્ડે ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા 7થી 15 જૂન દરમિયાન લેવાની જાહેરાત કરી છે. જ્યારે ધો.9થી 12ની પ્રથમ પરીક્ષા 19થી 27 માર્ચ દરમિયાન યોજાશે. બોર્ડે દરેક સ્કૂલોને પ્રથમ પરીક્ષાના પ્રશ્નપત્ર બોર્ડના પરિરૂપને ધ્યાનમાં રાખીને, સ્કૂલમાં ચાલેલા અભ્યાસક્રમને આધારે તૈયાર કરવા સૂચના આપી છે. જ્યારે વાર્ષિક પરીક્ષામાં 70 ટકા કોર્સને ધ્યાનમાં રાખી પ્રશ્નપત્ર તૈયાર કરવાનું રહેશે.