પહેલીવાર Bhagavad Gita, PM મોદીની તસવીર અને 25 હજાર નામવાળો સેટેલાઈટ લોન્ચ કરશે ISRO

પહેલીવાર Bhagavad Gita, PM મોદીની તસવીર અને 25 હજાર નામવાળો સેટેલાઈટ લોન્ચ કરશે ISRO

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) એક એવા ઉપગ્રહ લોન્ચ કરવા જઇ રહ્યુ છે, જેની સાથે ભગવદ ગીતા (Bhagavad Gita), વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)નો ફોટા અને 25 હજાર લોકોના નામ સાથે અવકાશ (SPACE) માં જશે. દેશના ઇતિહાસમાં આ પહેલી વાર હશે જ્યારે આ રીતે સેટેલાઇટને લોન્ચ કરવામાં આવશે. ભારતના આ અંતરિક્ષ મિશનની વિશેષ વાત એ છે કે, તે ભારતીય સ્ટાર્ટઅપ દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત તૈયાર કરવામાં આવ્યું છે. આ નેનો સેટેલાઇટને પોલર સેટેલાઇટ લોંચ વ્હીકલ (PSLV) દ્વારા છોડવામાં આવશે.

બ્રાઝિલનો ઉપગ્રહ પણ સાથે રહેશે

આ મહિનાના અંતમાં ઇસરો આ નેનો સેટેલાઇટ સાથે બે અન્ય ભારતીય સેટેલાઈટ અને બ્રાઝિલનો એક સેટેલાઇટ Amazonia-1ને લોન્ચ કરશે. ભારતીય ઉપગ્રહનું નામ મહાન વૈજ્ઞાનિક સતિષ ધવનના નામ પર રાખવામાં આવ્યું છે, જેને ભગવદ ગીતા, પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીની તસવીર સાથે 25 હજાર લોકોનાં નામ સાથે અવકાશમાં મોકલવામાં આવશે. તેને સ્પેસકિડ્ઝ ઇન્ડિયા (SpaceKidz India) તરફથી બનવવામાં આવ્યો છે. આ ચારેય સેટેલાઈટીને ચેન્નઈથી 100 કિલોમીટર દૂર શ્રીહરિકોટાથી PSLV C-51 દ્વારા સવારે 10:24 કલાકે લોન્ચ કરવામાં આવશે.

પહેલા બાઇબલ જઈ ચુક્યું છે

સ્પેસકિડસ ઇન્ડિયાના સ્થાપક અને સીઈઓ ડો.શ્રીમતી કેસન(Dr Srimathy Kesan)એ કહ્યું કે, અમે સેટેલાઇટની ટોચની પેનલમાં પીએમ મોદીનું નામ અને તેમનો ફોટો ઉમેર્યો છે. આ ઉપરાંત ઇસરોના હેડ ડોક્ટર કે. સિવાન અને વૈજ્ઞાનિક સચિવ ડો. આર ઉમા મહેશ્વરન (Dr R Umamaheswaran)નું નામ નીચેની પેનલ પર લખેલું છે. તેમણે કહ્યું કે આ પહેલા પણ લોકો બાઇબલને અવકાશમાં લઈ ગયા છે. તેથી, અમે ભગવદ્ ગીતાનું નામ મોકલવાનું નક્કી કર્યું છે.

આ કારણે નામો રાખવામાં આવે છે

ડો. કેસનના જણાવ્યા મુજબ, સ્પેસકિડ્સ એક એવી સંસ્થા છે જે વિદ્યાર્થીઓમાં વચ્ચે સ્પેસ સાઈન્સને પ્રોત્સાહન આપે છે. તેથી, અમે તેમાં 25 હજાર વિદ્યાર્થીઓનાં નામ સામેલ કર્યા છે. તો બીજી તરફ, આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત દેશના સ્ટાર્ટ અપ તેને તૈયાર કરી રહ્યા છે, તેથી પીએમ મોદીની તસવીર અને નામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં ફાળો આપવા માટે ઇસરોના પ્રમુખ ડોક્ટર કે શિવાન અને વૈજ્ઞાનિક સચિવ ડો. આર ઉમા મહેશ્વરનનું નામ સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

( Source – Sandesh )