વિ. કે. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ, ગામ- સાલડી દ્વારા સુવર્ણજયંતિ મહોત્સવનું આયોજન
સુજ્ઞ વતન પ્રેમી ભાઇઓ અને બહેનો,
મિત્રો સ્વયંભૂ શ્રી પિંપળેશ્વર મહાદેવના સાનિધ્ય માં વિકસેલું સાલડી ગામ આપણુ માદરે વતન છે. વિ. કે. પટેલ સાર્વજનિક હાઇસ્કૂલમાં આપણું ભણતર-ઘડતર અને ચણતર થયું છે. સ્કૂલના શિક્ષણ થકી આપણે જ્યાં પણ છીઍ અને જે પણ છીઍ તેમા આપણી માતૃ શાળાનો અનેરો ફાળો છે. આમાં શાળાનો કર્મયોગી ઋષી તુલ્ય ગુરૂગણ તથા દુરંદેશી કેળવણી મંડળના કાર્યકરોનું અમૂલ્ય યોગદાન રહેલુ છે.
પાંચ દાયકા અગાઉ ખેતી કરી ભરણપોષણ માટે પણ સંઘર્ષસભર ગામના આગેવાનો અને દાતાશ્રીઓઍ નવી પેઢીને જ્ઞાનનો વારસો આપવા માટે કેળવણી મંડળની સ્થાપના કરી હતી. ૫૦ વર્ષના શિક્ષણ યજ્ઞ યાત્રામાં સંસ્થાઍ ઘણી મુશ્કેલીનો સામનો કર્યો છે સાલડી તેમજ આસપાસના ગામના વિદ્યાર્થીઓના જીવનના સપનાને આકાર આપવામાં સફળ રહી છે. આપણી આજ સંસ્થામાં ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોની બે-બે પેઢીનું ઘડતર થયુ છે. માતૃ સંસ્થાના આશીર્વાદથી આપણે સૌ સુખી અને સંપન્ન છીઍ. સાલડી ગામની આ સંસ્થા માટે સર્વે સમુદાયને ભારે ગૌરવ છે. સંસ્થાના ભવ્ય સંઘર્ષમય ઇતિહાસને વાગોળવા, તેની અસ્મિતાને ઉજાગર કરવા ૫૦ વર્ષે મળી રહ્ના છીઍ. ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોના આશીર્વાદ મેળવવા, આપણા પૂર્વજો શિક્ષિત ન હોવા છતાં શિક્ષણનું મહત્વ સમજી સમર્પિત થયા છે. હવે ગામની નવી પેઢી શિક્ષણથી વંચિત ના રહે તે જોવાની જવાબદારી વર્તમાન પેઢી ઉપાડશે, તો સંસ્થાને સાચુ ઋણ ચૂકવ્યાનો આત્મસંતોષ જરૂર થશે.
૫૦ વર્ષની સુવર્ણજયંતિ ઉમળકાભેર ઉજવી, તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ઍકત્રિત કરી, તેમનું સન્માન કરવા, ફરી સંસ્થાના આદ્યસ્થાપકોને યાદ કરી તેમને નવાજવાનો તેમજ શાળાના પ્રાંગણને માણવાનો ઍક અમૂલ્ય અવસર ઉભો કર્યો છે.
આવનારી પેઢીના સુરક્ષિત ઘડતર માટે આપના હ્લદયની શ્રીમંતાઇને વિશાળ બનાવી સંસ્થાને માતબર બનાવવાના ઉમદા આશય સાથે ૧૦ નવેમ્બર ૨૦૨૪ ઍક દિવસીય વિવિધ કાર્યક્રમોથી સભર સુવર્ણજયંતિ મહોત્સવ ઉજવવાનો મંડળે દ્રઢ નિર્ધાર કર્યો છે.
ચાલો આપણે સૌ સાથે મળી, મહોત્સવને ઉજવીઍ અને યાદગાર બનાવીઍ સાલડી ગામની ગૌરવવંતી શિક્ષણ સંસ્થાના પાયાને મજબુત બનાવવા આપણામાં રહેલા ભામાશાને જગાડી ઋણ મુક્તિનો ભાર હળવો કરીઍ. સર્વજન હિતાય - સર્વજન સુખાય મંત્રને ઉજાગર કરીઍ. થોડા ઘસાઈને ઉજળા થઇઍ ઍજ આપના આર્થિક સહયોગની આભિલાષા સાથે વિનમ્ર અપીલ કરીઍ છીઍ.
સ્મૃતિગ્રંથમાં અનુદાન આપવા બાબત ઃ- ˆ સ્મૃતિગ્રંથનું મુખ્ય પેજ સંસ્થા માટે રહેશે. ˆ સ્મૃતિગ્રંથના મુખ્ય પેજની પાછળનું પેજ રૂ. ૧૦૦૦૦૦/- થી વધુ ના દાતાશ્રી માટે જાહેરમાં ખુલ્લુ મુકવામાં આવેલ છે. ˆ પાછળનું છેલ્લું પેજ રૂ. ૧૫૦૦૦૦/- થી વધુના દાતાશ્રી માટે જાહેરમાં ખુલ્લુ મુકવામાં આવેલ છે. ˆ પાછળના છેલ્લા પેજની અંદરનું પેજ રૂ. ૧૦૦૦૦૦/- થી વધુ ના દાતાશ્રી માટે જાહેરમાં ખુલ્લુ મુકવામાં આવેલ છે. ˆ ઍક આખા પેજ માં રૂ. ૧૦૦૦૦૦/- ના દાતાશ્રીનું શુભેચ્છા સંદેશ અથવા જાહેરાત છાપવામાં આવશે. ˆ અડધુ પેજ માં રૂ. ૫૦૦૦૦/- ના દાતાશ્રીનું શુભેચ્છા સંદેશ અથવા જાહેરાત છાપવામાં આવશે. ˆ ઍક પેજના ચોથા ભાગમાં રૂ. ૨૫૦૦૦/- ના દાતાશ્રીનું શુભેચ્છા સંદેશ અથવા જાહેરાત છાપવામાં આવશે. ˆ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સંસ્થાનું ઋણ અદા કરવાના ભાગ રૂપે રૂપિયા ૧૫૦૦૦/-નું દાન આપી શુભેચ્છક બની શકશે. તેમના નામ પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે સમાવવામાં આવશે. ˆ રૂ. ૫૦૦૦/- થી ઉપરનું દાન સ્મૃતિગ્રંથમાં રોકડ દાન તરીકે સમાવવામાં આવશે. ˆ રૂ. ૫૧૦૦૦/- થી વધુ દાન સંસ્થાની પાકી તક્તીમાં લખવામાં આવશે. ˆ આપના દાનની રકમની ચુકવણી રોકડ / ચેક / ગુગલ પે થી થઈ શકશે. ˆ સ્મૃતિગ્રંથના મુદ્રણ બાબતના અબાધિત હક્ક શ્રીમતી ઍસ. કે. ઍમ. કેળવણી મંડળના રહેશે. ઉપરોકત વિગતો માટે પોતાના નામ ૩૦-૦૮-૨૦૨૪ સુધીમાં સંપર્ક સુત્રને નોંધાવવા વિનંતી
સંપર્ક સુત્ર ઃ- ˆ પટેલ પ્રવિણભાઈ કે. ૯૮૭૯૭૭૦૧૭૪, ˆ પટેલ રોહિતભાઈ ઍ. ૦૦૧ ૫૧૩૮૨૮૮૨૬૩, ˆ પટેલ કમલેશભાઈ કે. ૦૦૧ ૯૦૯૩૧૯૫૬૧૫, ˆ પટેલ તુષારભાઈ આર. ૯૦૯૯૭૭૨૭૬૮, ˆ પટેલ અરવિંદભાઈ વી. ૯૮૯૮૧૨૫૦૪૪, ˆ પટેલ મનિષભાઈ ઍમ. ૯૮૨૫૮૯૨૪૮૨