સામાન્ય ચૂંટણી:બ્રિટનમાં કાલે મતદાન, 14 વર્ષ પછી લેબર પાર્ટીની સત્તામાં વાપસી નિશ્ચિત - Divya Bhaskar
સામાન્ય ચૂંટણી:બ્રિટનમાં કાલે મતદાન, 14 વર્ષ પછી લેબર પાર્ટીની સત્તામાં વાપસી નિશ્ચિત - Divya Bhaskar

સામાન્ય ચૂંટણી:બ્રિટનમાં કાલે મતદાન, 14 વર્ષ પછી લેબર પાર્ટીની સત્તામાં વાપસી નિશ્ચિત - Divya Bhaskar

બ્રિટનમાં સામાન્ય ચૂંટણી માટે ગુરુવારે મતદાન યોજાશે. બ્રિટનમાં 14 વર્ષથી સત્તા પર રહેલી કન્ઝર્વેટિવ પાર્ટી અને પીએમ ઋષિ સુનક માટે આ ચૂંટણી એક અગ્નિપરીક્ષા સમાન છે. કારણ કે મોટા ભાગના સરવેમાં પાર્ટીની કારમી હારની આશંકા વ્યક્ત કરાઈ છે. બીજી તરફ, વિપક્ષ.

2019માં લેબર પાર્ટીએ સત્તા સંભાળ્યા પછી સ્ટારમેરે કામ કરતા પરિવારો પર ટેક્સ નહીં વધારવા અને સ્થળાંતર કરનારાઓને દેશનિકાલ કરવાને બદલે સરહદ સુરક્ષિત કરવાનું વચન આપ્યું હતું. લેબર પાર્ટીમાંથી યહૂદી વિરોધીવાદ દૂર કરાયો. સ્ટારમર લંડનની બહાર સરેમાં ડાબેરી મજૂર વર્ગના પરિવારમાં ઉછર્યા હતા. તેમના પિતા ટૂલમેકર હતા. તેમણે લીડ્ઝ અને ઓક્સફર્ડમાં કાયદાનો અભ્યાસ કર્યો. એક યુવાન વકીલ તરીકે સ્ટારમેરે મેકડોનાલ્ડ્સ દ્વારા બદનક્ષીનો આરોપ મૂકનારા વિરોધીઓનું પ્રતિનિધિત્વ કર્યું.

મતદાન ક્યારે શરૂ થશે? પરિણામ ક્યારે આવે છે?

4 જુલાઈના રોજ સવારે 7થી 10 વાગ્યા સુધી મતદાન થશે. મધરાત 12થી પરિણામ આવવાનું શરૂ થશે અને 5 જુલાઈના રોજ સવારે 5 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ભારતીય સમય અનુસાર ગુરુવારે બપોરે 12.30 વાગ્યાથી શુક્રવારે સવારે 3.30 વાગ્યા સુધી મતદાન થશે. શુક્રવારે સવારે 5.30 વાગ્યાથી પરિણામ આવવાનું શરૂ થશે, સવારે 10.30 વાગ્યા સુધીમાં સ્થિતિ સ્પષ્ટ થશે.

  • સરકાર રચવા કેટલી બેઠકો જરૂરી છે ?

ભારતની જેમ બ્રિટિશ સંસદનાં બે ગૃહ છે. લોઅર સદન(હાઉસ ઓફ કોમન્સ)ની 650 બેઠકો પર મતદાન થશે. જે પક્ષને 50% સીટો અથવા 326થી વધુ સીટો મળશે તે પક્ષ રાજા સમક્ષ સરકાર રચવા દાવો કરશે.

  • આ વખતે સરવે શું કહે છે?

2019માં 67% મતદાન થયું હતું. જેમાં સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને 365 સીટો, કીર સ્ટારમરની લેબર પાર્ટીને 202 સીટો અને લિબરલ ડેમોક્રેટ્સને 11 સીટો મળી હતી. આ વખતે મોટા ભાગના સરવેમાં કન્ઝર્વેટિવ પાર્ટીની કારમી હારની આશંકા વ્યક્ત કરાઈ છે. યુગોવ સરવે મુજબ લેબર પાર્ટીને 425 બેઠકો, કન્ઝર્વેટિવને 108 બેઠકો, લિબરલ ડેમોક્રેટ્સને 67 બેઠકો અને એસએનપીને 20 બેઠકો મળી શકે છે.

  • અગાઉ લેબર પાર્ટી ક્યારે સત્તામાં આવી હતી ?

1997થી 2007 સુધી લેબર પાર્ટી તરફથી ટોની બ્લેયર પીએમ હતા. ત્યારબાદ 2007થી 2009 સુધી ગોર્ડન બ્રાઉન પીએમ હતી. લેબર પાર્ટીના કાર્યકાળ દરમિયાન અફઘાનિસ્તાન અને ઈરાક યુદ્ધ સિવાય 2007થી 2009 સુધી વૈશ્વિક મંદી હતી.