સમાજ:પશ્વિમી દેશોમાં મહિલાઓ પુરુષોની સરખામણીમાં વધુ છૂટાછેડા લે છે

સમાજ:પશ્વિમી દેશોમાં મહિલાઓ પુરુષોની સરખામણીમાં વધુ છૂટાછેડા લે છે

 
  • અમેરિકામાં 90% છૂટાછેડાના કેસમાં મહિલાઓની પહેલ
  • પશ્વિમી સમાજમાં મહિલાઓ પુરુષોની તુલનામાં વધુ છૂટાછેડા લઇ રહી છે. અમેરિકામાં 70 થી 90% છૂટાછેડાના કેસ મહિલાઓ દ્વારા કરાયા છે. બ્રિટનમાં 62 ટકા છૂટાછેડાના કેસમાં મહિલાઓ અરજદાર છે. વિશેષજ્ઞોએ તેનું કારણ પશ્વિમી દેશોમાં છૂટાછેડાની પ્રક્રિયા સરળ હોવાનું જણાવ્યું છે.

    ડૉ હેડી કાર અનુસાર, મહિલાઓમાં આર્થિક સ્વતંત્રતા તેમજ નાણાકીય સમજને કારણે લગ્નમાં ટકરાવ વધે છે. જો મહિલા નોકરીયાત છે, તો તેના માટે આર્થિક રીતે એક અપમાનજનક સંબંધમાં ટકી રહેવું જરૂરી નથી હોતું, આ જ કારણોસર મહિલાઓ દ્વારા છૂટાછેડા માટે વધુ અરજી કરાઇ છે.

    મનોવૈજ્ઞાનિક ડૉ. ગિલ્ઝા ફોર્ટ માર્ટિનેઝ અનુસાર પુરુષોમાં ભાવનાત્મક સમજ ના હોવાથી પણ અનેકવાર મહિલાઓને એકલતાનો અનુભવ થાય છે. વધુ પ્રમાણમાં ભાવનાત્મક બુદ્વિ હોવાથી પણ મહિલાઓમાં આ સમજ વધુ હોય છે, જેને કારણે તે પતિથી અલગ રહેવાનો અથવા છૂટાછેડા આપવાનો નિર્ણય લઇ શકે છે. વિશેષજ્ઞો અનુસાર, જ્યાં 39% પુરુષોને છૂટાછેડા લીધા બાદ અફસોસ થાય છે. તો બીજી તરફ, 27% મહિલાઓને છૂટાછેડા બાદ પસ્તાવો થાય છે.

    ભારતમાં માત્ર 0.3 ટકા મહિલાઓએ છૂટાછેડા લીધા
    રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ અનુસાર, ભારતમાં માત્ર 0.3% મહિલાઓએ જ છૂટાછેડા લીધા છે. વિશેષજ્ઞો દ્વારા તેના કારણોમાં મહિલાઓમાં આર્થિક સ્વતંત્રતા ના હોવી, પરિવારનો ઓછો સહયોગ તેમજ દેશમાં છૂટાછેડા પ્રત્યે સમાજનો દૃષ્ટિકોણ છે.રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ અનુસાર, ભારતમાં માત્ર 0.3% મહિલાઓએ જ છૂટાછેડા લીધા છે. વિશેષજ્ઞો દ્વારા તેના કારણોમાં મહિલાઓમાં આર્થિક સ્વતંત્રતા ના હોવી, પરિવારનો ઓછો સહયોગ તેમજ દેશમાં છૂટાછેડા પ્રત્યે સમાજનો દૃષ્ટિકોણ છે.