તાજમહેલ પર સુનાવણી ટળી:વકીલોની હડતાળના કારણે ન થઈ સુનાવણી, 20 રૂમ ખોલવાની અરજીમાં દાવો- તાજ પ્રેમનો નહીં, તેજોમહાલય મંદિર છે

તાજમહેલ પર સુનાવણી ટળી:વકીલોની હડતાળના કારણે ન થઈ સુનાવણી, 20 રૂમ ખોલવાની અરજીમાં દાવો- તાજ પ્રેમનો નહીં, તેજોમહાલય મંદિર છે

અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં તાજમહેલના 20 બંધ રૂમ ખોલવા માટે નિર્દેશ આપવાની માગ કરવામાં આવી છે. આ અરજી પર આજે સુનાવણી થવાની હતી, જે અલ્હાબાદમાં વકીલોની હડતાળ પછી અત્યાર પુરતી મુલતવી રાખવામાં આવી છે.

તાજમહેલનો ઈતિહાસ જાણવા માટે ફેક્ટ-ફાઈન્ડિંગ કમિટીની રચના કરવાની માંગ કરતી અરજી આજે જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીની બેન્ચમાં સૂચિબદ્ધ કરવામાં આવી હતી. જોકે, આજે અવધ બાર એસોસિએશને હાઈકોર્ટમાં કામકાજ નહીં કરવાનો ઠરાવ પસાર કર્યો હતો, જેથી સુનાવણી અત્યાર પુરતી મુલતવી રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે કેસોની યાદીમાં વિલંબ અને અવ્યવસ્થાના કારણે અલ્હાબાદ અને લખનઉ બંનેના વકીલોએ કામનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.

 

અયોધ્યાના BJP નેતાએ અરજી દાખલ કરી
અયોધ્યાના ડો.રજનીશ સિંહ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રવક્તા છે. તેમની તરફથી આ અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં તાજમહેલને શિવ મંદિર તેજોમહાલય હોવાનો ઉલ્લેખ કર્યો છે અને અંદરના 20 ઓરડા ખોલવાનો આદેશ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને આપવાની માગ કરાઈ છે. અરજદારે સરકારને એક કમિટિનું ગઠન કરવાની માગ કરી છે, જે સચ્ચાઈ બહાર લાવે.

1934માં ખુલ્યા હતા તાજમહેલના રૂમ
તાજમહેલના 22 રૂમમાં તપાસ કરવા માટે એક સમિતિની રચના કરવાની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી છે . અરજી દાખલ થયા બાદ તાજમહેલ અને તેજો મહાલય વચ્ચેનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ઈતિહાસકાર રાજકિશોર રાજેએ જણાવ્યું કે તાજમહેલમાં મુખ્ય મકબરા અને ચમેલી ફ્લોરની નીચે 22 રૂમ છે, જેને બંધ કરી દેવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે આ રૂમો મુગલ કાળથી બંધ છે. વર્ષ 1934માં પણ તેમની સ્થિતિ કેવી હતી તે જોવા માટે તેઓને માત્ર નિરીક્ષણ માટે જ જોવામાં આવ્યા હતા. પરંતુ, તેનો ક્યાંય ઉલ્લેખ નથી.

પીએન ઓકના પુસ્તકથી વિવાદ ઉદભવ્યો
તાજમહેલ કે તેજો મહાલય વિવાદ ઈતિહાસકાર પીએન ઓકના પુસ્તક "ટ્રુ સ્ટોરી ઓફ ધ તાજ" પછી શરૂ થયો હતો. ઈતિહાસકાર રાજકુમાર કહે છે કે ઓકે પોતાના પુસ્તકમાં તાજમહેલ શિવ મંદિર હોવા અંગે ઘણા દાવા કર્યા હતા. તેમના પુસ્તકમાં તેમણે રાજા જયસિંહના આદેશો ટાંક્યા હતા અને સ્થાપત્યના ઉદાહરણો આપ્યા હતા. આ ઉપરાંત તાજમહેલમાં ગણેશ, કમળના ફૂલ અને સાપના આકારની ઘણી આકૃતિઓ જોવા મળી હતી.

રાજા માન સિંહ સાથે સંબંધ હોવાના શિલાલેખ
ઉપરાંત , તાજમહેલનો રાજા માન સિંહ સાથે સંબંધ હોવાનો રેકોર્ડ જયપુરના સિટી પેલેસ મ્યુઝિયમમાં છે. ઉલ્લેખ છે કે રાજા માનસિંહની હવેલીના બદલામાં શાહજહાંએ રાજા જયસિંહને ચાર હવેલીઓ આપી હતી. આ હુકમ 16 ડિસેમ્બર 1633નો છે. આમાં રાજા ભગવાન દાસની હવેલી, રાજા માધો સિંહની હવેલી, રૂપસી બૈરાગીની હવેલી અને સૂરજ સિંહના પુત્ર ચાંદ સિંહની હવેલી આપવાનો ઉલ્લેખ છે. આ સિવાય શાહજહાંના ફરમાનમાં ઉલ્લેખ છે કે તેમણે જયસિંહ પાસેથી માર્બલ મંગાવ્યો હતો, જેટલા માર્બલ મંગાવવામાં આવ્યા હતા તેટલા તાજમહેલનું નિર્માણ થઈ શક્યું નથી.