ધ ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:અમેરિકામાં ગર્ભપાતનો અધિકાર મળ્યા પછી રોજગારમાં મહિલાઓની સંખ્યા 14% વધી; ગરીબીમાં પણ ઘટાડો

ધ ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:અમેરિકામાં ગર્ભપાતનો અધિકાર મળ્યા પછી રોજગારમાં મહિલાઓની સંખ્યા 14% વધી; ગરીબીમાં પણ ઘટાડો

 
 • ગર્ભપાત અંગે સુપ્રીમકોર્ટના ચૂકાદાથી મહિલાઓની સ્થિતિમાં સુધારો થયો છે
 • બારબરા શ્વાર્ટ્્ઝ ન્યૂયોર્કના બ્રોડવે થિયેટરમાં આસિસ્ટન્ટ તરીકે પોતાના કામના દિવસોને યાદ કરતા રહે છે કે, તે વાતાવરણની જીવંતતા હું ભૂલી શકતી નથી. 1976માં ગર્ભપાતનો નિર્ણય લીધા પછી તેણે કામની શરૂઆત કરી હતી. તેના ત્રણ વર્ષ અગાઉ અમેરિકાની સુપ્રીમકોર્ટે બહુચર્ચિત રો વિરુદ્ધ વેડ કેસમાં ગર્ભપાતને બંધારણિય અધિકાર જાહેર કર્યો હતો. 69 વર્ષની શ્વાર્ટ્ઝ હવે નિવૃત્ત થઈ ચૂક્યાં છે. નિવૃત્તિ પછી તેઓ મહિલાઓને ગર્ભપાત ક્લિનીક સુધી પહોંચવામાં મદદ કરે છે. અનેક કાયદાઓને કારણે ગર્ભપાતમાં મુશ્કેલીના કારણો જોતાં શ્વાર્ટ્ઝે આ કામ હાથમાં લીધું છે. અમેરિકામાં હવે ગર્ભપાતનો અધિકાર જોખમમાં મુકાય તેવું દેખાઈ રહ્યું છે. ગયા સપ્તાહે સુપ્રીમકોર્ટના લીક થઈ ચૂકેલા એક ચૂકાદામાં રો-વેડ કેસના ચૂકાદાને ફેરવી નખાયાનો ખુલાસો થયો છે. આ ચૂકાદો આવતા મહિને આવી શકે છે.

  67 વર્ષની જિની જિલેટિસ 2016માં ઈતિહાસના પ્રોફેસરની નોકરીમાંથી નિવૃત્ત થયાં છે. તેઓ પણ મહિલાઓને ગર્ભપાત ક્લિનિક સુધી પહોંચાડવાના અભિયાન સાથે જોડાયેલાં છે. કામ અને તકની બાબતે શ્વાર્ટ્ઝ અને જિલેટિસ જેવી મહિલાઓની દુનિયા 1970ના દાયકામાં ઝડપથી બદલાઈ હતી. ગર્ભપાતનો કાયદાકીય અધિકાર મળ્યા પછી લેબર ફોર્સમાં મહિલાઓની ભાગીદારી 1970ના 43%થી વધીને 2019માં 57.4% થઈ ગઈ છે. આટલા વર્ષમાં બીજા અનેક કારણોસર નોકરીઓ અને અન્ય કાર્યોમાં મહિલાઓની સંખ્યા વધી છે, પરંતુ વિશેષજ્ઞોનું કહેવું છે કે, ગર્ભપાતનો અધિકાર સૌથી મોટું કારણ છે. શ્વાર્ટ્ઝ સહિતની મહિલાઓ માને છે કે, ગર્ભપાતનો અધિકાર મળ્યા પછી તેમને આર્થિક સ્થિરતા મળી છે, તેઓ ક્લિનિકમાં આવતી યુવતીઓને પણ પોતાનાં અનુભવ જણાવે છે.

  છેલ્લા પચાસ વર્ષમાં નવી ટેક્નોલોજી, શિક્ષણ, સામાજિક કારણોસર વર્ક ફોર્સમાં મહિલાઓનો પ્રવેશ થયો છે. જોકે, સમાજશાસ્ત્રીઓ અને અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે, ગર્ભપાતને કાયદાકીય સંરક્ષણ સૌથી મોટું કારણ છે. નવા રિસર્ચે મહિલાઓના રોજગારમાં ગર્ભપાતની ભૂમિકાને સમજવાનો પ્રયાસ કર્યો છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના રિસર્ચરોએ મહિલાઓના બે ગ્રુપ પર પાંચ વર્ષ સુધી અભ્યાસ કર્યો છે. એક ગ્રુપ ગર્ભપાત ઈચ્છતો હતો અને તેણે કરાવ્યો પણ. બીજું ગ્રુપ ઈચ્છતું હોવા છતાં ગર્ભપાત કરાવી શક્યું ન હતું.

  ગર્ભપાત ન કરાવનારી 55% મહિલાઓની આર્થિક સ્થિતિ એ 45% મહિલાઓથી નબળી જોવા મળી, જેમણે ગર્ભપાત કરાવ્યો હતો. ગર્ભપાત ન કરાવનારી મહિલાઓની ગરીબી છ મહિના પછી વધી ગઈ હતી. જો રો-વેડ ચૂકાદાને ફેરવી દેવામાં આવે છે તો અમેરિકામાં મહિલાઓને રાજ્યોનાં કાયદા સામે સંઘર્ષ કરવો પડશે. ચૂકાદા પછી 13 રાજ્ય ગર્ભપાત પર તાત્કાલિક કે ટૂંક સમયમાં જ પ્રતિબંધ મુકી શકે છે.

  59 ટકા અમેરિકનો ગર્ભપાતને કાયદેસર માનવાના પક્ષમાં
  2021માં પ્યૂ રિસર્ચના સરવેમાં 59 ટકા અમેરિકનોએ કહ્યું કે, તમામ કે મોટાભાગના કિસ્સામાં ગર્ભપાત કાયદેસર હોવો જોઈએ. 39 ટકા માને છે કે, તમામ કે મોટાભાગના કિસ્સામાં ગર્ભપાત ગેરકાયદે હોવો જોઈએ.નવા સરવેમાં સંકેત મળે છે કે, તમામ કિસ્સામાં ગર્ભપાતને કાયદાકીય મનનારા પુરુષોની તુલનામાં મહિલાઓ્ની સંખ્યા થોડી વધુ છે. મોટી ઉંમરના લોકોની તુલનામાં 18થી 29 વર્ષની ઉંમરના યુવાનો માને છે કે, ગર્ભપાત કાયદેસર હોવો જોઈએ.

 • ( Soure - Divyabhaskar )