દાવો:3.3 કરોડ ખેડૂતોના જૂથ એવા 86% ખેડૂત સંગઠનો રદ કૃષિ કાયદાથી ખુશ હતા

દાવો:3.3 કરોડ ખેડૂતોના જૂથ એવા 86% ખેડૂત સંગઠનો રદ કૃષિ કાયદાથી ખુશ હતા

3 કૃષિ કાયદા અંગે સુપ્રીમકોર્ટની સમિતિએ મોટો દાવો કર્યો છે. સમિતિના રિપોર્ટમાં જણાવાયું છે કે 86% ખેડૂત સંગઠનો સરકારના કૃષિ કાયદાથી ખુશ હતા. આ સંગઠનો અંદાજે 3.3 કરોડ ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરતા હતા. 2015-16ની કૃષિ વસતી ગણતરી મુજબ દેશમાં કુલ 14.5 કરોડ ખેડૂતો છે.

કૃષિ કાયદાના વિરોધમાં કેટલાક ખેડૂતોના દેખાવોને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 19 નવેમ્બરે આ કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત કરી હતી. સુપ્રીમકોર્ટને સોંપાયેલો રિપોર્ટ સોમવારે જાહેર કરાયો. 3 સભ્યની સમિતિએ રાજ્યોને એમએસપીની સિસ્ટમને કાનૂની સ્વરૂપ આપવાની સ્વતંત્રતા સહિત કાયદામાં ઘણા ફેરફારોનું પણ સૂચન કર્યું હતું.

સમિતિના સભ્ય અનિલ ઘનવટે દિલ્હીમાં રિપોર્ટના નિષ્કર્ષ જારી કર્યા. સમિતિ સમક્ષ 73 ખેડૂત સંગઠનોએ રજૂઆતો કરી, જેમાંથી 3.3 કરોડ ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરતા 61 સંગઠનોએ કૃષિ કાયદાને ટેકો આપ્યો.