સર્વે:60% બાળકો ગુજરાતી બોલવામાં શરમ અનુભવે છે, 79% વાલીઓના આંધળા અનુકરણથી બાળકો માતૃભાષાથી અળગા થયા

સર્વે:60% બાળકો ગુજરાતી બોલવામાં શરમ અનુભવે છે, 79% વાલીઓના આંધળા અનુકરણથી બાળકો માતૃભાષાથી અળગા થયા

 
 • મનોવિજ્ઞાન ભવન દ્વારા 978 લોકો પર સર્વે કરાયો, જેમાં ચોંકાવનારાં તારણો સામે આવ્યાં
 • ગુજરાત સરકારે તાજેતરમાં જ આઠ મહાનગરોમાં હોસ્પિટલ, શાળા અને જાહેર સ્થળો પરના બોર્ડ ગુજરાતી લખવા માટેનો આદેશ કર્યો છે. આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે ત્યારે બાળક માતૃભાષાથી વંચિત રહી જતા હોય છે. એ વિશે જ મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો.ધારા આર. દોશી અને અધ્યક્ષ ડો.યોગેશજોગસણ દ્વારા 978 લોકો પર એક સર્વે કરવામાં આવ્યો. જેમાં ચોંકાવનારાં તારણો સામે આવ્યાં છે. સર્વે અનુસાર 60% બાળકો ગુજરાતી બોલવામાં શરમ અનુભવે છે જયારે 79% વાલીઓના આંધળા અનુકરણથી બાળકો માતૃભાષાથી અળગા થયા છે.
 • માતા-પિતા ઈચ્છે છે કે પોતાનું બાળક કડકડાટ અંગ્રેજી બોલે
  કોઈ કાર્યમાં કેફિલ્ડમાં આગળ વધવા માટે અંગ્રેજી આવડવુ જોઈએ એ વાત સ્વીકાર્ય છે,પરંતુ અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકોને સારું ગુજરાતી પણ શીખવાડવું જ જોઈએ જેથી કરીને બાળક આપણી માતૃભાષાના સાથે જોડાયેલું રહે અને આપણો ભવ્ય ગુજરાતી વારસો પણ જળવાઈ રહે.આજ કાલ જાણે ટ્રેન્ડ બની ગયો કે દરેક માતા-પિતા ઈચ્છે છે કે પોતાનું બાળક કડકડાટ અંગ્રેજી બોલે અને ખૂબ મોટી નામના મેળવે ત્યારે આવી દોટ અને ઘેલછામાં કેટલાક માતા-પિતા પોતાના સંતાનોને જાણ્યે અજાણ્યે ગુજરાતી ભાષાથી દુર કરતા થયા છે,અંગ્રેજી આવડવું જ જોઈએ એ સારી વાત છે પરંતુ અંગ્રેજી આવડવાની હોડમાં આપણી માતૃભાષા વિસરાય નહી તેનું ધ્યાન માતા-પિતાએ ખાસ રાખવું જોઈશે.બાળકનું પ્રથમ સામાજિકરણ કરનાર શાળા માતા-પિતા હોય છે જેથી કરીને આ વાતનું ધ્યાન રાખવું એ દરેક માતા પિતાની એક મોટી જવાબદારી બને છે.
 • માતૃભાષાની મનોસામાજિક અસરો
  મનોવૈજ્ઞાનિકોના મતે માતા-પિતા તેમના બાળકો સાથે વાત કરવા માટે જે ચોક્કસ ભાષાનો ઉપયોગ કરે છે તે તેમના બાળકને અન્ય લોકોના વિચારો સમજવામાં મદદ કરી શકે છે કારણ કે તેઓ તે જ ભાષા સમજી અને સાંભળીને મોટા થાય છે.માતાની બોલવાની ભાષાની અસર તેના બાળકના વિચારો અને લાગણીઓ પર થાય છે. બાળકને અન્ય લોકોના માનસિક જીવન સાથે સહાનુભૂતિ દર્શાવવાનું શીખવામાં માતૃભાષા મદદ કરે છે. બાળકના સામાજિક વિકાસ માટે માતૃભાષા મહત્વપૂર્ણ છે. માતૃભાષાબાળકોને અન્ય લોકો શું વિચારે છે અથવા અનુભવે છે તે સમજવા માટે સક્ષમ બનાવે છે.રાષ્ટ્રીય અને સામાજિક જાગૃતિ માતૃભાષા વગર ન થઈ શકે. માતૃભાષા દ્વારા કલા, કૌશલ્ય અને સાહિત્યને પુનર્જીવિત કરવું એ દેશ અને સમાજના શુભેચ્છકોની પ્રથમ ફરજ છે. કેટલાક લોકો માતૃભાષામાં બોલવાને અપમાનજનક માને છે. જે માતૃભાષાએ તેમને ઉછેર્યા છે, જેણે તેમને ખાવા-પીવા, સૂવાના અને બેસવાના શબ્દો શીખવ્યા છે, જેણે બાળપણમાં તેમની માતા પાસે ભોજન માંગવાનું શીખવ્યું છે, તેને અવગણવામાં તેમને શરમ નથી આવતી. તે આપણા માટે શરમની વાત છે.
 • માનસિક વિકા માતૃભાષા દ્વારા જ થઈ શકે
  માણસનો માનસિક વિકાસ કે અભિગમનો પ્રસાર માતૃભાષા દ્વારા જ થઈ શકે છે. એ શક્તિ માત્ર માતૃભાષામાં છે, જે ભારતીય હૃદયમાં છુપાયેલી લાગણીઓ, વિચારો, લાગણીઓ અને રહસ્યોને યોગ્ય રીતે આકાર આપી શકે છે અને તેને શબ્દોમાં રજૂ કરી શકે છે. માતૃભાષા જાગૃતિનો માનસિક પ્રગતિ સાથે ગાઢ સંબંધ છે. સમાજ સુધારણા માટે સમાજે તેની માતૃભાષાનું જ્ઞાન સંપાદિત કરવું જોઈએ, જેના દ્વારા તેના વંશીય ઈતિહાસ અને પરંપરાનું જ્ઞાન મળે તે અત્યંત જરૂરી છે.
 • હૃદયમાં છુપાયેલી લાગણીઓ, વિચારોને શબ્દોમાં મૂકે છે
  માણસનો માનસિક વિકાસ કે અભિગમનો પ્રસાર માતૃભાષા દ્વારા જ થઈ શકે છે. એ શક્તિ માત્ર માતૃભાષામાં છે, જે ભારતીય હૃદયમાં છુપાયેલી લાગણીઓ, વિચારો, લાગણીઓ અને રહસ્યોને યોગ્ય રીતે આકાર આપી શકે છે અને તેને શબ્દોમાં રજૂ કરી શકે છે. જે હૃદયમાં માતૃભાષા બની છે તે કોણ છે અને એવી માતૃભાષા કોણ છે જેમાં હૃદયની લાગણીઓ બહાર કાઢીને સાહિત્ય સ્વરૂપે વિશ્વ સમક્ષ મૂકવામાં આવશે? જવાબ: ભારતીય હૃદય અને માતૃભાષા. ભાષા અને સાહિત્યની જાગૃતિ, વંશીય પ્રગતિના માર્ગની શક્તિ છે.