મોદીની અમેરિકા મુલાકાત:24 બાઈડેનની પહેલીવાર આમને-સામને મુલાકાત કરશે વડાપ્રધાન મોદી, 23એ કમલા હેરિસ સાથે થશે વાતચીત

મોદીની અમેરિકા મુલાકાત:24 બાઈડેનની પહેલીવાર આમને-સામને મુલાકાત કરશે વડાપ્રધાન મોદી, 23એ કમલા હેરિસ સાથે થશે વાતચીત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન 24 સપ્ટેમ્બરે વ્હાઈટ હાઉસમાં મુલાકાત કરવાના છે. બાઈડને 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ પદના શપથ લીધા છે. ત્યારપછીથી ભારતના વડાપ્રધાન સાથે આમને-સામને તેમની આ પ્રથમ મુલાકાત થઈ રહી છે. જોકે બંને વચ્ચે અત્યાર સુધીમાં 3 વર્ચ્યુઅલ મીટિંગ થઈ ચૂકી ઠેય વ્હાઈટ હાઉસે સોમવારે મોડિ રાતે આ મુલાકાતનો ખુલાસો કર્યો છે. મોદી 23 સપ્ટેમ્બરે વાઈસ પ્રેસિડન્ટ કમલા હેરિસ સાથે મુલાકાત કરવાના છે.

સોમવારે જ વ્હાઈ હાઉસે રાષ્ટ્રપતિ બાઈડેનનો સાપ્તાહિક કાર્યક્રમ જાહેર કર્યો છે. તેમાં વડાપ્રધાન મોદી સાથે તેમની મુલાકાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વ્હાઈટ હાઉસનો ખુલાસો
ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં વ્હાઈટ હાઉસના એક અધિકારીએ કહ્યું છે કે, વડાપ્રધાન મોજી અમેરિકાની મુલાકાતે આવી રહ્યા છે. 23 સપ્ટેમ્બરે તેમની મુલાકાત વાઈસ પ્રેસિડન્ટ કમલા હેરિસ સાથે થવાની છે. તેના બીજા દિવસે એટલે કે 24 સપ્ટેમ્બરે વ્હાઈટ હાઉસમાં પ્રેસિડન્ટ બાઈડન ભારતના વડાપ્રધાનને હોસ્ટ કરશે. અમે ઈચ્છીએ છીએ કે બંને દેશોના સંબંધો મજબૂત બને.
તેનાથી વધુ અધિકારીએ જણાવ્યું કે, બાઈડન-હેરિસ એડ્મિનિસ્ટ્રેશન ભારત સાથે તેમની ગ્લોબલ પાર્ટનરશિપને નવી ઉંચાઈ પર પહોંચાડવા માંગે છે. અમે ઈચ્છીએ છીએ કે હિંદ અને પ્રશાંત મહાસાગરમાં ટ્રાન્સપોર્ટ સરળ બનાવવામાં આવે. કોવિડને ખતમ કરવા માટે બંને દેશો સહયોગ ચાલુ રાખશે. ક્લાઈમેટ ચેન્જ અને અમુક અન્ય મુદ્દાઓ પર બંને નેતાઓની વાતચીત થશે.

ફોન પર વાતચીત થતી રહી
વડાપ્રધાન મોદીએ બાઈડનને 17 નવેમ્બર 2020ના રોજ ફોન કર્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ બાઈડેનને રાષ્ટ્રપતિ ચૂંટણી જીતવા માટે શુભેચ્છા પાઠવી હતી. ત્યારપછી બંને નેતાઓ વચ્ચે 8 ફેબ્રુઆરી અને 26 એપ્રિલે ફોન પર વાત કરી હતી. કમલા હેરિસે 3 જૂનના રોજ મોદી સાથે ફોન પર ચર્ચા કરી હતી. મોદી સપ્ટેમ્બર 2019માં છેલ્લી વાર અમેરિકાની મુલાકાતે ગયા હતા. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની સાથે હાઉડી મોદી કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. ત્યારપછી કોવિડનો સમય શરૂ થયો હતો. મોદીએ આ દરમિયાન માત્ર માર્ચ મહિનામાં બાંગ્લાદેશની મુલાકાત કરી હતી.

ક્વોડ ઉપર પણ ફોક્સ
24 સપ્ટેમ્બરે જ બાઈડેન ક્વોડ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે મુલાકાત કરશે. તેમાં બાઈડેન અને મોદી સિવાય જાપાનના વડાપ્રધાન સુગા અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્રોટ મોરિસને ભાગ લીધો હતો. આમ તો તે અસૈન્ય સંગઠન છે પરંતુ હિંદ અને પ્રશાંત મહાસાગરમાં ચીનની હરકતો અને વિસ્તારવાદી નીતિઓને ધ્યાનમાં રાખીને આ ચાર દેશોનું સાથે આવવું ખૂબ મોટી સફળતા માનવામાં આવે છે.

સુરક્ષા વિશે ચર્ચા થશે
વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ક્વોડની મીટિંગમાં ઘણાં મહત્વના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. તેમાં નવી ટેક્નોલોજી, સાયબર સિક્યુરિટી, સમુદ્ર સુરક્ષા, માનવીય સહાયતા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિવાય ક્લાઈમેટ ચેન્જ જેવા મુદ્દા પણ સામેલ કરાશે. ચીનના વલણ વિશે ચોક્કસ રણનીતિ વિશે પણ ચર્ચા કરવામાં આવશે. કારણકે ક્વોડ દેશો માટે ચીન સંયુક્ત પડકારો રજૂ કરી રહ્યા છે. આ વિસ્તારના નાના દેશો જેવા કે મલેશિયા, પેલેસ્ટાઈન, બ્રુનેઈ અને તાઈવાન સિવાય જે જાપાનને પણ આંખ દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે.