એશિયન મૂળના લોકોની ઉપેક્ષા:USમાં ભારતીયો સાથે હેટ ક્રાઇમ વધ્યો, આ વર્ષે જ 4533 કેસ

એશિયન મૂળના લોકોની ઉપેક્ષા:USમાં ભારતીયો સાથે હેટ ક્રાઇમ વધ્યો, આ વર્ષે જ 4533 કેસ

ભારતીય મૂળના અને દક્ષિણ એશિયાઇ લોકો અમેરિકામાં સૌથી પ્રભાવશાળી વસાહતી જૂથ છે. આ જ કારણ છે કે રાષ્ટ્રપતિ જો બાઇડેનની સરકારમાં બે ડઝનથી વધુ દક્ષિણ એશિયાઇ લોકો છે. તે છતાં આ સમુદાયના લોકો વિરુદ્ધ હેટ ક્રાઇમ અટકતા નથી.

ભારતીય મૂળના હિમાંશુ કશ્યપ ગયા મહિને અર્કાન્સાસ જતી વખતે વંશીય હુમલાનો શિકાર બન્યા. ન્યૂયોર્ક સિટીમાં રહેતા કશ્યપ કહે છે કે રિપબ્લિકન રાજ્યોમાં વસાહતીઓ પ્રત્યે નફરત વધુ છે. શ્વેત વર્ચસ્વવાદીઓને લાગે છે કે ભારતીયો તેમની નોકરી છીનવી રહ્યા છે. 9/11ની 20મી વરસીના બહાને હેટ ક્રાઇમ ફરી ચર્ચામાં છે.

FBIના યુનિફોર્મ ક્રાઇમ રિપોર્ટ્સમાં એશિયાઇ સમુદાય પર હેટ ક્રાઇમના 324 કેસ નોંધાયેલા છે. સ્ટોપ હેટ અગેન્સ્ટ એશિયન અમેરિકન્સ કેમ્પેન પોર્ટલ પર માર્ચ, 2020થી જૂન, 2021 દરમિયાન હેટ ક્રાઇમના 9,081 કેસ નોંધાયા. તેમાંથી 4,548 2020માં અને 4,533 આ વર્ષે નોંધાયા છે. હિંસા રોકવા માટે જ અમેરિકી સેનેટે કાયદો પસાર કર્યો છે. બાઇડેને કાર્યકારી આદેશ જારી કર્યો છે.

સૌથી વધુ કૈસ મૌખિક ઉત્પીડનના: હેટ ક્રાઇમના સૌથી વધુ કેસ મૌખિક ઉત્પીડનના (63.7%) છે જ્યારે 16.5% કેસ એશિયન મૂળના લોકોની ઉપેક્ષાના, 13.7% કેસ શારીરિક હુમલાના છે.
હેટ ક્રાઇમના સૌથી વધુ કેસ મૌખિક ઉત્પીડનના (63.7%) છે જ્યારે 16.5% કેસ એશિયન મૂળના લોકોની ઉપેક્ષાના, 13.7% કેસ શારીરિક હુમલાના છે.

ઘણાં લોકો ફરિયાદ નથી નોંધાવતા: 9/11 બાદ હેટ ક્રાઇમનો શિકાર બનેલા બલબીર સોઢી પહેલા સિખ હતા. ગુરુવારે ઘણાં સેનેટર્સે સોઢીને શ્રદ્ધાંજલિ આપી. સેનેટર શેરોડ બ્રાઉને કહ્યું કે 20 વર્ષ અગાઉ એક સિખની હત્યા કરાઇ હતી. આપણે હેટ ક્રાઇમ વિરુદ્ધ લડવું પડશે. નોર્થ અમેરિકન પંજાબી એસો.ના ડાયરેક્ટર સતનામ ચહલ કહે છે કે ઘણાં પીડિતો તકલીફોથી બચવા ફરિયાદ કરવાનું ટાળે છે.