WHOએ જોહન્સન એન્ડ જોહન્સનની વેક્સિનને તાત્કાલિક ધોરણે મંજૂરી આપી, જેમાં બીજા ડોઝની જરૂર હોતી નથી

  • વિશ્વમાં ગત 24 કલાકમાં 4.85 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે
  • એસ્ટ્રાજેનેકાની વેક્સિન પર પ્રતિબંધ લગાડવાની જરૂર નથીઃ WHO
  • અમેરિકામાં અત્યારસુધી 13.3 કરોડ વેક્સિનના ડોઝ અપાયા છે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને શુક્રવારના રોજ અમેરિકી દવા કંપની જોહન્સન એન્ડ જોહન્સનની સિંગલ ડોઝ કોરોના વેક્સિનને તાત્કાલિક ઉપયોગમાં લેવા માટે મંજૂરી આપી છે. આ મંજૂરી આપ્યા પછી હવે આંતરરાષ્ટ્રીય કોવેક્સ અભિયાન અંતર્ગત ગરીબ દેશોમાં સપ્લાઇ કરી શકાશે. જોહન્સન એન્ડ જોહન્સનની વેક્સિનની ખાસ વાત એ છે કે આના 2 ડોઝની જગ્યાએ દર્દીને 1 જ ડોઝની જરૂર પડે છે.

બ્રાઝિલમાં કોરોના સંક્રમણ યથાવત્ ચાલી રહ્યું છે, કેસોની સંખ્યામાં ભારતને પાછળ છોડીને તે બીજા નંબર પર પહોંચી ગયું છે. બ્રાઝિલમાં શુક્રવારના રોજ કોરોના સંક્રમણના કુલ 84,047 દર્દી પોઝિટિવ આવ્યા હતા. આ સાથે કુલ કોરોનાના દર્દીઓનો આંક 1 કરોડ 13 લાખ 68 હજાર 316 પર પહોંચી ગયો છે. એવામાં ભારતની વાત કરીએ તો અહીં કોરોના પોઝિટિવનો આંક 1 કરોડ 13 લાખ 33 હજાર 491 પર પહોંચી જતાં તે વિશ્વમાં ત્રીજા ક્રમાંક પર છે, જ્યારે કોરોના સંક્રમણમાં વિશ્વમાં પ્રથમ ક્રમાંક પર અમેરિકા છે, ત્યાં 2 કરોડ 99 લાખ 90 હજાર 597 દર્દી પોઝિટિવ મળી આવ્યા છે.

વિશ્વમાં 2 કરોડ 6 લાખથી વધુ દર્દીઓ સારવાર હેઠળ
વિશ્વમાં ગત 24 કલાકમાં 4.85 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જેમાંથી 9 હજારથી વધુ દર્દીઓનાં મોત થયાં છે. અત્યારસુધી વિશ્વમાં 9 કરોડ 62 લાખથી વધુ દર્દીઓએ કોરોનાને માત આપી દીધી છે, તો બીજી બાજુ, 26 લાખ 50 હજારથી વધારે લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. સમગ્ર વિશ્વમાં અત્યારે જોવા જઈએ તો 2 કરોડ 6 લાખથી વધારે દર્દીઓ હજુ સારવાર હેઠળ છે. આ તમામ માહિતી www.worldometers.info/coronavirusના આધારે લેવામાં આવી છે.

વેક્સિનથી લોહીના ગઠ્ઠા થવાની ફરિયાદો પર એસ્ટ્રાજેનેકાની સફાઈ
ડેનમાર્ક, નોર્વે અને આઈસલેન્ડ સહિત યુરોપના 6 દેશોમાં એસ્ટ્રાજેનેકા-ઓક્સફર્ડની કોરોનાની વેક્સિનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવાતાં કંપનીએ સફાઈ આપી હતી. તેમનું કહેવું હતું કે તેમની વેક્સિનમાં ગુણવત્તાને લઈને કોઈપણ પ્રકારની લાપરવાહી કરાઈ નથી અને તમામ નિયમોનું કડકાઈથી પાલન પણ કર્યું હતું. તેની વેક્સિનને કારણે હજુ સુધી લોહીના ગઠ્ઠા જામી જવા જેવી આડઅસરોના કોઈ ચોક્કસ પુરાવાઓ સામે આવ્યા નથી.

ડેનિશ હેલ્થ ઓથોરિટીના નિર્દેશક સોરેન બ્રોસ્ટ્રોમે જણાવ્યું હતું કે ડેનમાર્ક અને યુરોપના બીજા દેશોમાં વેક્સિનને કારણે જે આડઅસરો થઈ છે, એના પર તેઓ ડેનમાર્ક મેડિસિન એજન્સી સાથે મળીને જવાબ આપશે. વેક્સિન પર 14 દિવસ સુધી પ્રતિંબધ લાદવામાં આવ્યો છે.

WHOએ કહ્યું- વેક્સિનેશન પર પ્રતિબંધ લગાવવાની જરૂર નથી
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને(WHO) કહ્યું હતું કે એસ્ટ્રાજેનેકાની વેક્સિન પર પ્રતિબંધ લગાડવાની જરૂર નથી. સંગઠનના પ્રવક્તા માર્ગરેટ હેરિસે શુક્રવારે કહ્યું હતું કે આ એક ઉત્તમ વેક્સિન છે, જેનો ઉપયોગ વિશ્વભરમાં કરાઈ રહ્યો છે. આડઅસરોની જેટલી પણ ફરિયાદો આવી રહી છે, પરંતુ એના હજુ સુધી કોઈ મજબૂત પુરાવા મળ્યા નથી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આગળ તપાસ હાથ ધરી દેવાઈ છે. WHOની સલાહકાર સમિતિ આ બાબતે કડક નજર રાખી રહી છે, જોકે વેક્સિનેશનનો કાર્યક્રમ બંધ કરવાની જરૂર નથી.

અમેરિકામાં 3.5 કરોડ લોકોને રસીના બન્ને ડોઝ અપાયા
અમેરિકામાં કોરોના વેક્સિનેશનનો આંક 10 કરોડને પાર પહોંચી ગયો છે. US સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને શુક્રવારે જણાવ્યું હતું કે દેશમાં અત્યારસુધી 13.3 કરોડ વેક્સિનના ડોઝ અપાઈ ચૂક્યા છે. એમાં 3.5 કરોડ એવા લોકો છે, જેને વેક્સિનના બન્ને ડોઝ અપાઈ ગયા છે. તો આશરે 6.6 કરોડ લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે.

( Source – Divyabhaskar )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Technology
Ashadeep Newspaper

ચીન પર ભારતની બીજી ડિજિટલ સ્ટ્રાઇક, હવે વધુ 47 એપ્સ પર મૂક્યો પ્રતિબંધ

ચીન પર ભારત સરકારે ફરી એકવાર મોટી કાર્યવાહી કરી ડિજિટલ સ્ટ્રાઇક કરી છે. ભારત સરકારે ચીનની વધુ 47 એપ્સ પર

Read More »
Business
Ashadeep Newspaper

હવે બિગ બજાર, ફૂડ બજાર પર રિલયાન્સનો કબજો, રૂપિયા 24,713 કરોડમાં ડીલ કરી ફાઇનલ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ની પેટાકંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ(RRVL) એ આજે એક મોટી જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે તેણે ફ્યુચર

Read More »