USના ગ્રીનકાર્ડ કે વર્કવીઝા માટે ભારતીયોએ હવે આ માહિતી આપવી ફરજીયાત, નહીં તો…


અમેરિકાનું ગ્રીન કાર્ડ, નાગરિકતા કે વર્ક વીઝા જોઇતા હોય તો તમારે સોશિયલ મીડિયા હેન્ડલની માહિતી ફરજીયાતપણે શેર કરવી પડશે. અમેરિકાના હોમલેન્ડ એન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટે ફોર્મમાં એક કોલમ ઉમેરી દીધી છે જેમાં સોશિયલ મીડિયા સાથે જોડાયેલી માહિતી આપવી પડશે. બુધવારના રોજ ફેડરલ રજીસ્ટરમાં નોટિસ રજૂ કરાઇ અને 60 દિવસની અંદર લોકોની પ્રતિક્રિયાઓ માંગવામાં આવી છે.

અમેરિકાએ પેહલાં જ પર્યટકો, વિદ્યાર્થીઓ, અને ભારત સાથે નોકરી કરનારા લોકોના ફોર્મમાં એક ડ્રોપડાઉન મેનુ જોડયું હતું જેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના યુઝરનેમ કે હેન્ડલનું નામ ભરવાનું હતું. ઇમીગ્રેશન ડૉટ કૉમના અટોર્ની રાજીવ ખન્નાએ કહ્યું કે અમેરિકામાં રહેતા કે ત્યાં જતાં ભારતીયો માટે એક પ્રસ્તાવ મૂકયો છે. અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે અરજી કરનારાઓ માટે સોશિયલ મીડિયાની માહિતી આપવી જરૂરી થઇ શકે છે. તેમાં એચ-1બી વર્કર વીઝા અને કંપનીની અંદર જ ટ્રાન્સફર ઇચ્છનાર એલ-1 વીઝા ધારક પણ સામેલ હશે. આ એ લોકો પર પણ એપ્લાય થશે જે ગ્રીન કાર્ડ હોલ્ડર છે પરંતુ બે વર્ષથી અમેરિકાની બહાર રહેતા હતા.

ભારતીયોની અમેરિકન વીઝા માટે પહેલેથી જ કેટલાંય પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને હવે ગ્રીન કાર્ડ માટે સોશિયલ મીડિયાની માહિતી માંગવી અને તે પણ મુસીબત ઉભી કરી શકે છે. મોટી સંખ્યામાં ભારતીય અમેરિકાના ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરે છે. 30 સપ્ટેમ્બર 2017ના રોજ ખત્મ થનાર નાણાંકીય વર્ષમાં લગભગ 60000 ભારતીયોને ગ્રીન કાર્ડ મળ્યા હતા જેમાંથી 50000ને નાગરિકતા મળી.

જો સોશિયલ મીડિયાની માહિતી નહીં આપો તો…

ખન્નાએ કહ્યું કે આ પ્રસ્તાવમાં સોશિયલ મીડિયાની માહિતી જરૂરી કરાઇ છે પરંતુ એમ પણ કહ્યું છે કે જેમણે અત્યાર સુધી આ માહિતી આપી નથી, તેમનું ફોર્મ પ્રોસેસમાં રહેશે અને ડેટા મળવા સુધી મોડું થઇ શકે છે. હવે એ જોવાનું છે કે ફોર્મ કેવી રીતે ડિઝાઇન કરાશે કે સોશિયલ મીડિયાની માહિતી ના આપનારાઓને પણ સમાયોજિત કરી શકાય.

ડીએચએસની નોટિસમાં કહ્યું છે કે સોશિયલ મીડિયાની માહિતી દ્વારા અરજી કરનારાના રેકોર્ડ અંગે જાણી શકાય છે. જેમાં ફોર્મને પ્રોસેસ કરવામાં સરળતા રહેશે અને સમય પણ બચી જશે. તેમાં કહ્યું છે કે આનાથી ભૂલો પણ ઓછી થશે. ડીએચએસ એ કહ્યું કે માત્ર એ માહિતી માંગવામાં આવી રહી છે જે સાર્વજનિક રીતે ઉપલબ્ધ હોય છે, પાસવર્ડની જરૂર નથી.

ઇમિગ્રેશન અધિકારીઓને ફેક આઇડી બનાવીને તપાસ કરવાની પણ મંજૂરી આપી દીધી છે. જો કે અમેરિકા પ્રકાશિત રિપોર્ટમાં એમ પણ કહ્યું છે કે ફેસબુક ફેક આઇડી બનાવાની મંજૂરી આપતું નથી. ખન્નાએ કહ્યું કે અમેરિકાનું આ પગલું અરજીકર્તાઓ માટે ખરાબ પણ સાબિત થઇ શકે છે કારણ કે સોશિયલ મીડિયામાંથી સરકાર તેના ઇરાદાઓનું ભાળ મેળવશે. કેટલાંય કારણોસર સમજવામાં ભૂલ પણ થઇ શકે છે જેનું નુકસાન અરજીકર્તાએ જ ઉઠાવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Entertainment
Ashadeep Newspaper

ગુજરાત સરકારે નવરાત્રિનો સમય વધારવા કોર્ટના ચુકાદાનો અભ્યાસ હાથ ધર્યો

સમય વધારવાથી શું સ્થિતિ સર્જાઇ શકે તેનું મૂલ્યાંકન થશે ગાંધીનગર: દિવ્ય ભાસ્કર દ્વારા વાચકોની લાગણીને ધ્યાનમાં રાખીને નવરાત્રિમાં રાસ-ગરબા રમવાનો સમય

Read More »
World
Ashadeep Newspaper

ચૂંટણી રેલી : ગાંધીજીની મૂર્તિ પાડનારને 10 વર્ષની સજા અપાવીશું : ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે વોશિંગ્ટન ડીસીમાં આફ્રિકી અમેરિકી જ્યોર્જ ફ્લોઈડના મોત સામે દેખાવો કરનારાએ મહાત્મા ગાંધીની મૂર્તિને

Read More »