દુનિયા કોરોનાની વેક્સીન શોધવામાં વ્યસ્ત, પરંતુ આ દેશના ધનિક-રાજકારણીઓને રસી અપાય ગઇ!

દુનિયા કોરોનાની વેક્સીન શોધવામાં વ્યસ્ત, પરંતુ આ દેશના ધનિક-રાજકારણીઓને રસી અપાય ગઇ!

દુનિયામાં કોરોના વાયરસની વેક્સીન માટે તમામ પ્રયત્નો ચાલી રહ્યા છે. અત્યાર સુધીમાં 6 લાખ લોકોના જીવ લઇ ચૂકેલ કોરોના વાયરસથી દુનિયાના 196 દેશ પરેશાન છે. આ બધાની વચ્ચે રૂસ (Russia Covid-19 Vaccine)એ દાવો કર્યો છે કે તેણે કોરોના વાયરસની વેક્સીનનું વ્યક્તિ પર ટ્રાયલ પૂરું કરી લીધું છે. રૂસની આ વેક્સીને લઇ હવે એક મોટો ખુલાસો થયો છે. રૂસના અબજપતિઓએ એપ્રિલ મહિનામાં જ કોરોનાની રસી લગાવી હતી.

બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ, કોરોના વાયરસની પ્રાયોગિક રસી એપ્રિલમાં જ રશિયન અબજોપતિઓ અને રાજનેતાઓને આપવામાં આવી હતી. આ સમગ્ર મામલા સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, જે શ્રીમંતોને આ રસી આપવામાં આવી હતી તેમાં ઉચ્ચ અધિકારીઓ, અબજોપતિઓ અને એલ્યુમિનિયમની વિશાળ કંપની યુનાઇટેડ રસેલના સરકારી અધિકારીઓનો સમાવેશ થાય છે. આ રસી એપ્રિલમાં મોસ્કો સ્થિત રશિયન સરકારી કંપની ગમલેયા ઇન્સ્ટિટ્યૂટ એ એપ્રિલમાં તૈયાર કરી હતી.

ગમલેઇ રસીને રશિયન આર્મી અને સરકારી રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ એ નાણાંકીય મદદ આપી હતી. આ રસીનું પ્રથમ ટ્રાયલ ગયા અઠવાડિયે જ પૂરું થઇ ગયું હતું. આ પરીક્ષણ રશિયન સેનાના સૈનિકો પર કરવામાં આવ્યું છે. સંસ્થાએ હજી સુધી તેનું પરિણામ જાહેર કર્યું નથી. તેમાં 40 લોકો સામેલ હતા. હવે આ રસી મોટા ગ્ગૂપ પર ટ્રાયલ કરાઇ રહ્યા છે.

રૂસના અધિકારીઓએ એ જણાવ્યું નથી કે રસી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આપવામાં આવી છે કે નહીં. રશિયામાં કોરોના વાયરસના 7,50,000 કેસ નોંધાયા છે. રશિયાની ગમલાઈ રસી પશ્ચિમી દેશો કરતા ઝડપથી આગળ વધી રહી છે. આ રસીનું 3 ઓગસ્ટથી ત્રીજા તબક્કામાં ટ્રાયલ શરૂ થવા જઇ રહ્યું છે. તેમાં રશિયા, સાઉદી અરેબિયા અને યુએઈના હજારો લોકો ભાગ લેશે. માનવામાં આવે છે કે રશિયા સપ્ટેમ્બર સુધીમાં તેના નાગરિકોને કોરોના વાયરસની રસી આપી દેશે.

ગમલેઇ સેન્ટરના વડા, એલેક્ઝાંડર જિંટ્સબર્ગે સરકારી સમાચાર એજન્સી TASSને જણાવ્યું હતું કે તેમને અપેક્ષા છે કે આ રસી 12 ઓગસ્ટથી 14 ઓગસ્ટની વચ્ચે ‘સિવિલ સર્ક્યુલેશન’માં આવી જશે. એલેક્ઝાંડરના જણાવ્યા મુજબ ખાનગી કંપનીઓ સપ્ટેમ્બરથી રસીનું મોટાપાયે ઉત્પાદન શરૂ કરશે. ગમલાઈ સેન્ટર હેડના જણાવ્યા મુજબ, આ રસી માનવ પરીક્ષણોમાં સંપૂર્ણ સલામત સાબિત થઈ છે. જ્યારે ઓગસ્ટમાં દર્દીઓને રસી આપવામાં આવશે તો તેને ત્રીજા તબક્કાના ટ્રાયલ જેવું હશે કારણ કે જેના ડોઝ મળશે તેમનું મોનિટરિંગ કરાશે. પહેલા અને બીજા તબક્કામાં સામાન્ય રીતે કોઇ વેક્સીન-દવાની સેફ્ટી ચકાસાય છે જેથી કતરીને ત્રીજા તબક્કામાં મોટા ગ્રૂપ પર ટ્રાયલ કરી શકાય.