શું પેટ્રોલપંપ વાળા ઓછું પેટ્રોલ ભરે છે ? આવી ગયો નવો કાયદો, લાઈસન્સ કરાવી શકો છો રદ્દ

શું પેટ્રોલપંપ વાળા ઓછું પેટ્રોલ ભરે છે ? આવી ગયો નવો કાયદો, લાઈસન્સ કરાવી શકો છો રદ્દ

દેશભરમાં કેટલાક પેટ્રોલ પંપ વાળા ગ્રાહકો સાથે છેતરપિંડી કરે છે. ગ્રાહકોનું ધ્યાન ભટકાવીને પેટ્રોલ ઓછું નાખે છે. વિવિધ રીતે ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા હોય છે. જેના પગલે સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે આવા છેતરપિંડી કરનારા પેટ્રોલપંપની ખેર નથી. દેશના પેટ્રોલ પંપ પર હવે ચિપ લગાવીને તેલની ચોરી કરવાનું સંચાલકોને ભારે પડી શકે છે. દેશભરમાં અનેક સ્થળો પર પેટ્રોલ પંપો પર મશીનોમાં ચિપ લગાવીને પેટ્રોલ અને ડિઝલની ચોરી કરવામાં આવે છે. જે પર હવે મોદી સરકારે  કડક પગલાં લીધા છે. ગત 20 જુલાઇએ નવા ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ 2019 (Consumer Protection Act 2019)ના લાગૂ થવા પછી પેટ્રોલ પંપ સંચાલકો પર કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે. પેટ્રોલ અને ડિઝલને લઇને ઉપભોક્તાએ દરરોજ અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે.

ગ્રાહકો સાથે છેતરપિંડી કરશે તો લાઈસન્સ થશે રદ્દ

ગ્રાહકોની ઓછું પેટ્રોલ અને ડિઝલ આપવાની ફરિયાદથી પરેશાન છે. પણ હવે નવા ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ 2019 હેઠળ પેટ્રોલ પંપ સંચોલકો ગ્રાહકોને ઠગી નહીં શકે. આ માટે પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલના માનકમાં સુધારો કરવામાં આવ્યો છે. હવે ગ્રાહકોની ફરિયાદ પર પેટ્રોલ પંપને દંડ ભરવો પડશે અને સાથે જ તેમનું લાઇસન્સ રદ્દ પણ થઇ શકે છે.

પેટ્રોલ પંપના સંચાલકો અનેક રીતે ગ્રાહકોને ચુનો લગાવે છે

પેટ્રોલ અને ડિઝલની પેટ્રોલ પંપ દ્વારા ચોરી કરવાની સમસ્યા મોટો મોટા શહેરોથી લઇને નાના શહેરો અને ગામડા સુધી ફેલાયેલી છે. પેટ્રોલ પંપના સંચાલકો અનેક રીતે ગ્રાહકોને ચુનો લગાવે છે. પૂરા પૈસા ભરીને પણ ગ્રાહકોને યોગ્ય માત્રામાં પેટ્રોલ અને ડિઝલ નથી મળી રહ્યું. વળી ફિક્સ રૂપિયા જેમ કે 100 કે 500 રૂપિયાના તેલમાં ગ્રાહકોની ચીપ લગાવીને સૌથી વધુ ઠગાઇ થાય છે.

ગ્રાહકોને મળ્યા નવા અધિકાર

હવે નવા ગ્રાહક સંરક્ષણ કાનૂન 2019 મુજબ નકલી વસ્તુઓની બનાવવા અને વેચવા પર નિયમો કડક કરવામાં આવ્યા છે. પહેલી વાર આ નવા નિયમ હેઠળ ન્યાયાલયમાં જો દોષ સાબિત થાય છે તો જે તે પેટ્રોલ પંપનું લાઇસન્સ બે વર્ષની સમય સીમા માટે રદ્દ થઇ શકે છે. અને બીજી વાર તે જ પેટ્રોલ પંપથી ફરિયાદ આવી તો હંમેશા માટે લાયસન્સ રદ્દ થઇ શકે છે. આ પહેલા પણ પ્રશાસન દ્વારા આવા પેટ્રોલ પંપ છાપામારી અને કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પણ કોઇ ગંભીર દંડ નથી નાખવામાં આવતા. ત્યારે નવા કંજ્યૂમર પ્રોટેક્શન એક્ટ હેઠળ ગ્રાહકોને નવા અધિકાર મળ્યા છે. જે આ મુજબ છે.

ઓનલાઇન કે ટેલીશોપિંગ કંપનીઓને પણ સામેલ કરાઈ

પીઆઇએલ કે જનહિતમાં અરજી કર્યા પછી કંજ્યૂમર ફોરમમાં ફાઇલ જઇ શકે છે. જે પહેલા નહતું. વધુમાં નવા કાનૂન મુજબ ઓનલાઇન કે ટેલીશોપિંગ કંપનીઓને પણ સામેલ કરવામાં આવી છે. વળી ખાદ્ય ઉત્પાદનોમાં ભેળસેળ કરનારી કંપનીને દંડ સાથે જેલનું પ્રવાધાન પણ જોડવામાં આવ્યું છે. સાથે જ કંજ્યૂમર મીડિએશન સેલનું ગઠન કરવામાં આવ્યું છે જ્યાં બંને પક્ષોની સહમતીથી કરાવવામાં આવશે. વધુમાં કેરી બેગ પર હવે તે વધારાના પૈસા આ નવા કાનૂન મુજબ નહીં લઇ શકે. સાથે જ સિનેમા હોલમાં ખાવા પીવાની વસ્તુઓ પર વધુ પૈસા લેવાની ફરિયાદ આવી તો પણ કાર્યવાહી કરવામાં આવશે.