હવે દેશમાં દરરોજ થશે 10 લાખ કોરોના ટેસ્ટ, ICMR દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે ખાસ પ્લાન

હવે દેશમાં દરરોજ થશે 10 લાખ કોરોના ટેસ્ટ, ICMR દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે ખાસ પ્લાન


દેશભરમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દરરોજ કોરોના વાયરસના દર્દીઓના કેસ પોઝિટિવ આવી રહ્યા છે. દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 14 લાખને પાર થઈ ચુકી છે. ત્યારે હવે આઈસીએમઆર કોરોના ટેસ્ટીંગની સંખ્યા વધારવાની યોજના બનાવી રહી છે.

હવે દરરોજ થશે 10 લાખ કોરોના ટેસ્ટ

મળતી માહિતી મુજબ આઈસીએમઆર કોરોનાનું ટેસ્ટિંગ વધારવાની તૈયારી કરી રહ્યા છે. આઈસીએમઆરના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આઈસીએમઆરે હવે દરરોજ 10 લાખ સેમ્પલની તપાસ કરવાની યોજના બનાવી છે. જો કે દેશમાં હાલમાં કોરોના વાયરસ માટે દરરોજ પાંચ લાખ સેમ્પલની તપાસ થઈ રહી છે.

દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,62,91,322 કોરોનાના ટેસ્ટ થયા

દેશમાં હાલ દરરોજ લાખોની સંખ્યામાં સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,62,91,322 કોરોનાના ટેસ્ટ થઈ ચુક્યા છે. તો 25 જૂલાઈએ 4,42,263 ટેસ્ટ થયા છે. આ સિવાય ટેસ્ટિંગ લેબની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. હાલમાં ટેસ્ટિંગ લેબ વધીને 1307 થઈ ચૂકી છે. જેમાં 905 સરકારી લેબ છે. જ્યારે 402 પ્રાઈવેટ લેબ છે.

પીએમ મોદી કરશે ત્રણ મોટી લેબનું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈ, કોલકાતા અને નોએડામાં ત્રણ નવા કોરોના વાયરસની તપાસ માટેની લેબનું ઉદ્ધાટન કરશે. ત્રણેય લેબ એક સાથે દરરોજ 10,200 સેમ્પલની તપાસ કરી શકે છે. જણાવી દઈએ કે પીએમ મોદી 27 જુલાઈએ હાઈ થ્રૂપુટ કોવિડ-19 ટેસ્ટિંગ સુવિધાઓની શરૂઆત કરશે. ( Source – Sandesh )