ફ્રાન્સ – કોરોના વાયરસનો ટેસ્ટ હવે મફત થશે, પૈસા આપશો તો રિફંડ મળશે

ફ્રાન્સ – કોરોના વાયરસનો ટેસ્ટ હવે મફત થશે, પૈસા આપશો તો રિફંડ મળશે

ફ્રાન્સે નાગરિકો માટે કોરોના વાયરસનો ટેસ્ટ મફત કરી દીધો છે. સ્વાસ્થ્ય મંત્રી ઓલિવર વેરન એ રવિવારના રોજ આ અંગે જાહેરાત કરી. તેમણે કહ્યું કે જે પણ કોરોના વાયરસ ટેસ્ટ કરાવશે તેને રિફંડ મળશે. વેરન એ એક અખબાર સાથે વાતચીતમાં કહ્યું કે મેં આ શનિવારના રોજ એક આદેશ પર હસ્તાક્ષર કર્યા છે કે આજથી કોઇ પણ PCR ટેસ્ટને સંપૂર્ણપણે રીઇમ્બર્સ કરી શકે છે. તેના માટે ડૉકટરના આદેશ કે વેલેડિટીનું કારણ જરૂરી નથી. કોઇપણ લક્ષણવગરના લોકો પર પણ આ નિયમ લાગૂ થશે.

‘ફ્રાન્સમાં સેકન્ડ વેવ અત્યારે ઉતાવળ’

સ્વાસ્થ્ય મંત્રીએ વધતા કોરોના કેસીસ પર ચિંતા તો વ્યકત કરી પરંતુ કહ્યું કે સેકન્ડ વેવની વાત કરવી અત્યારે ઉતાવળ હશે. તેમણે કહ્યું કે આપણે અત્યારે સેકન્ડ વેવની વાત કરી શકતા નથી. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે આપણે છેલ્લાં કેટલાંક દિવસમાં કેસીસ ઝડપથી વધતા જોયા છે જ્યારે સતત 13 સપ્તાહો સુધી કેસીસ ઘટી રહ્યા હતા. તેમણે યુવાનોને સાવધાન રહેવાનું અને વાયરસને હલકામાં ના લેવાની અપીલ કરી. ફ્રાન્સીસ યુવાન સામાજિક સમારંભને ફરીથી શરૂ કરવા માંગે છે.

ફ્રાન્સમાં 2.17 લાખથી વધુ કેસ

કોવિડ-19ની શરૂઆતથી લઇ અત્યાર સુધી ફ્રાન્સમાં 217801 કેસીસ આવી ચૂકયા છે. દુનિયાભરની વાત કરે તો રવિવારના રોજ કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 1.6 કરોડને પાર પહોંચી ગઇ. દુનિયામાં આ બીમારી 644000થી વધુ લોકોના મોત થઇ ચૂકયા છે. અમેરિકા સંક્રમણ અને મૃતકોના કેસમાં પહેલાં નંબર છે જે ક્રમશ: 41,78,027 અને 1,46,460 છે. બ્રાઝીલ 23,94,513 સંક્રમિત દર્દીઓ અને 86449 મોતની સાથે બીજા નંબર પર છે.