ભારતીય વાયુસીમામાં વિધ્વંસક રાફેલનું સુખોઈ વિમાનોએ કર્યું સ્વાગત, આ રીતે કર્યા એસ્કૉર્ટ

ભારતીય વાયુસીમામાં વિધ્વંસક રાફેલનું સુખોઈ વિમાનોએ કર્યું સ્વાગત, આ રીતે કર્યા એસ્કૉર્ટ

ઘણા સમયથી ભારત જેનો ઇંતઝાર કરી રહ્યું હતુ તે ઇંતઝાર હવે ખત્મ થઈ ગયો છે. વિધ્વસંક રાફેલ વિમાનોનું ભારતમાં આગમન થઈ ગયું છે. રાફેલનાં આવવાથી ભારતીય વાયુસેનાની તાકાતમાં અનેક ગણો વધારો થઈ ગયો છે. 5 રાફેલ વિમાનોએ ભારતની ધરતી પર ઉતરાણ કરી દીધું છે. ભારતીય સીમામાં પ્રવેશ કરતા જ રાફેલ વિમાનોનું આઈએનએસ કોલકાતાએ સ્વાગત કર્યું હતુ, ત્યારબાદ 2 સુખોઈ યુદ્ધ વિમાનોએ 5 રાફેલ વિમાનોનું એસ્કૉર્ટ કર્યું.

ગ્રુપ કેપ્ટન હરકીરત સિંહની આગેવાનીમાં રાફેલની ભારતમાં એન્ટ્રી

5 રાફેલ વિમાનો અંબાલા એરબેઝ પર પહોંચી ગયા છે. આ વિમાનોને 17 ગોલ્ડન એરોપ સ્ક્વાડ્રનનાં કમાન્ડિંગ ઑફિસર ગ્રુપ કેપ્ટન હરકીરત સિંહની આગેવાનીમાં પાયલટ ફ્રાન્સથી ભારત લઇને આવ્યા છે. રક્ષા મંત્રાલય તરફથી એક વિડીયો શેર કરવામાં આવ્યો છે, જેમાં ભારતીય એરસ્પેસમાં રાફેલ વિમાનોનાં ઘુસ્યા બાદ તેમને 2 સુખોઈ વિમાનોએ એસ્કોર્ટ કરતા અંબાલા એરબેઝ પર લઇને આવી રહ્યા છે.

અલ ડાફરા એરબેઝમાં રોકાયા હતા

ફ્રાન્સથી ઉડ્યા બાદ 5 રાફેલ વિમાન સંયુક્ત અરબ અમીરાતનાં અલ ડાફરા એરબેઝમાં રોકાયા હતા. આજે સવારે જ યૂએઈથી જ્યારે રાફેલ વિમાનોએ ઉડાન ભરી તો કેટલીક વારમાં ભારતીય સીમામાં એન્ટ્રી લીધી. જ્યારે આ વિમાન અરબ સાગરથી નીકળ્યા તો આઈએનએસ કોલકાતા કંટ્રોલ રૂમથી જ તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ચીન અને પાકિસ્તાન સાથે વણસેલા સંબંધોની વચ્ચે રાફેલ વિમાનો ભારતને મળવાથી ભારતની સૈન્ય શક્તિમાં વધારો થયો છે અને આ કારણે ચીન અને પાકિસ્તાન ઉપર દબાવ વધશે.

એક સાથે 100 વિમાનો પર નજર 

ભારતીય સરહદમાં ઘુસતા જ સુખોઈ 30 MKIએ રાફેલને એસ્કોર્ટ કર્યું. રાફેલ વિમાન એક સાથે 100 વિમાનો પર નજર રાખી શકે છે. તેની બાજ નજરથી બચવું મુશ્કેલ છે. અત્યાર સુધી ભારત પાસે સુખોઈ તરીકે ચોથી પેઢીનાં યુદ્ધ વિમાન હતા, પરંતુ હવે રાફેલનાં રૂપમાં 4.5 પેઢીનાં વિમાન આવી ચુક્યા છે. રાફેલની તાકાત ઘાતક છે અને તેનું નિશાન અચૂક છે. ( Source – Sandesh )