અમેરિકામાં નદીમાં ડૂબતા ત્રણ બાળકોને ભારતીય એ જીવ આપી બચાવી લીધા

અમેરિકામાં નદીમાં ડૂબતા ત્રણ બાળકોને ભારતીય એ જીવ આપી બચાવી લીધા

5મી ઑગસ્ટના સાંજે એક ભારતીય એ ત્રણ નદીમાં ડૂબતા બાળકોના જીવ બચાવા માટે પોતાના જીવની ચિંતા કરી નહીં. બાળકો તો બચી ગયા પરંતુ મનજીત સિંહે દુનિયાને અલવિદા કહી દીધું.

રેડલી બીચથી ત્રણ બાળકો નદીમાં વહી ગયા. જ્યારે મનજીત સિંહે આ બાળકોને ડૂબતા જોયા તો તેઓ તરત જ નદીમાં કૂદી પડ્યા. એબીસી30ના રિપોર્ટ પ્રમામે 29 વર્ષના મનજીત સિંહ Fresnoના રહેવાસી હતા. બે વર્ષ પહેલાં જ તેઓ ભારતથી અમેરિકા આવ્યા હતા. જે દિવસે તેમની સાથે આ અકસ્માત થયો તે દિવસે તેમની ટ્રેનિંગનો પહેલો દિવસ હતો. તેઓ ત્યાં ટ્રક ડ્રાઇવિંગના બિઝનેસ માટે અમેરિકા ગયા હતા.

જ્યારે મનજીતે બે 8 વર્ષની બાળકી અને એક 10 વર્ષના છોકરાને કિંગ્સ નદીમાં ડૂબતા જોયા તો તેઓ દેખતા જ નદીમાં કૂદી પડ્યા. મનજીત ત્યાં ઉભો હતો. તે પોતાના બનેવી સાથે અહીં નદી પર જટ સ્કીસ ડ્રાઇવ કરવા ગયો હતો. તે ખુદ નદીના ધસમસતા પ્રવાહ અને ઊંડાઇમાં સમાઇ ગયો. તેમણે બાળકોની મદદ કરતાં પહેલાં એક વખત પણ પોતાના અંગે વિચાર્યું નહોતું.

બે બાળકોને નીકાળી લીધા

આજુબાજુ ઉભેલા લોકો ફરીથી મદદ માટે આગળ આવ્યા. છોકરો અને એક છોકરીને પાણીમાંથી નીકાળી લીધા પરંતુ એક છોકરી 15 મિનિટ સુધી પાણીમાં ડૂબેલી રહી. એ છોકરીને હાલ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખી છે.

તે બાળકોની મદદ માટે ગયો હતો

પોલીસ કમાન્ડર મેક એડજરે કહ્યું કે સિંહ કંઇપણ સમજ્યા વિચાર્યા વગર બાળકોની મદદ માટે નદીમાં કૂદી ગયો હતો પરંતુ દુર્ભાગ્યથી તેઓ ખુદ તેમાં ડૂબી ગયા અને કયારેય પાછા આવ્યા નહીં. માર્ક એ કહ્યું કે સિંહ આ બાળકોને ઓળખતો નહોતો પરંતુ તેણે જેવા જ બાળકોને ડૂબતા જોયા તો તેણે જમ્પ લગાવી દીધો. મનજીત સિંહ જેવા ઇન્ડિયનને સલામ છે. ( Source – Sandesh )