ફક્ત 21 જ દિવસમાં ચાંદીએ આપ્યું 45% રિટર્ન, વર્ષનાં અંત સુધીમાં બનાવી શકે છે નવો રેકોર્ડ

ફક્ત 21 જ દિવસમાં ચાંદીએ આપ્યું 45% રિટર્ન, વર્ષનાં અંત સુધીમાં બનાવી શકે છે નવો રેકોર્ડ

લોકડાઉન ખુલ્યા બાદ અને ઔદ્યોગિક માગ વધતાંની સાથે જ હવે ચાંદી સોનાં કરતાં વધુ ચમકવા લાગી છે. ચાંદીનો ભાવ શુક્રવારે ઘરેલુ વાયદા બજારમાં 78 હજાર રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર પહોંચી ગયો હતો. ફક્ત 21 દિવસોમાં જ ચાંદીએ 45 ટકા રિટર્ન આપ્યું છે. આ વર્ષે જાન્યુઆરીથી સોનાંના મુકાબલે ચાંદી લગભગ દોઢ ગણું વધારે રિટર્ન આપી ચૂકી છે. એક્સપર્ટનું કહેવું છે કે, આવનારા દિવસોમાં તેની કિંમતોમાં હજુ વધારે તેજી જોવા મળી શકે છે. ઘરેલુ બજારમાં ચાંદી પોતાના સર્વાધિક સ્તર 75 હજાર રૂપિયાથી ફક્ત 7 હજાર રૂપિયા જ દૂર છે.

કોમોડિટી બજારના એક્સપર્ટ અનુસાર સોનાં અને ચાંદીના ભાવનો રેશિયો ફરીથી ઘટતો જઈ રહ્યો છે. એનો અર્થ એ છે કે હવે સોનાંના બદલે ચાંદી તરફ રોકાણકારોની રૂચિ વધી રહી છે. તો કોરોના સંકટ વચ્ચે લોકડાઉન ખુલતાં ચાંદીની ઔદ્યોગિક માંગ પણ પણ વધારો થયો છે. અને તે જ કારણે રોકાણકારો ચાંદીમાં રોકાણ કરી રહ્યા છે. એક્સપર્ટનું કહેવું છે કે, કોરોનાની રસી આગામી 2-3 મહિનામાં નબી જશે. અને તેમ થતાં કારખાનાઓમાં ચાંદીની માગમાં વધારો આવશે. અને આ કારણે ચાંદીમાં હજુ વધારે તેજી જોવા મળી શકે તેવા સંકેતો છે. જો કે, તે સમયે ચાંદીનું ઉત્પાદન પણ વધી શકે છે અને તેને જોતાં ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.

એક્સપર્ટનું માનવું છે કે, આ વર્ષના અંત સુધીમાં ચાંદીનો ભાવ 80-85 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે. પણ આવી ઊંચી કિંમતોમાં રોકાણ કરતાં પહેલાં સતર્ક રહેવું જરૂરી છે તેવું પણ એક્સપર્ટે જણાવ્યું હતું.