ભારતમાં માત્ર આટલા દિવસ બાદ આવી જશે કોરોનાની પહેલી રસી, બધાને મફત મળશે!

ભારતમાં માત્ર આટલા દિવસ બાદ આવી જશે કોરોનાની પહેલી રસી, બધાને મફત મળશે!

અત્યારે ફક્ત ભારત જ નહીં આખું વિશ્વ કોરોના રસીની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. દરમ્યાન ભારતની પ્રથમ કોવિડ રસી વિશે એક સારા સમાચાર આવી રહ્યા છે. એક મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ ભારતની પ્રથમ કોરોના રસી 73 દિવસમાં આવી જશે. આ રસી ‘કોવિશિલ્ડ’ હશે જે પૂણે સ્થિત કંપની સીરમ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી રહી છે. આ અહેવાલ મુજબ નેશનલ ઇમ્યુનિઝેશન પ્રોગ્રામ અંતર્ગત ભારત સરકાર તેના નાગરિકોને વિના મૂલ્યે એટલે કે મફત રસી પૂરી પાડશે.

ટ્રાયલની સંપૂર્ણ વાત સમજો

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ)ના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ‘સરકારે અમને વિશેષ મેન્યુફેક્ચરિંગ પ્રાથમિકતા લાઇસન્સ આપ્યું છે અને ટ્રાયલ પ્રોટોકોલની પ્રક્રિયા 58 દિવસમાં પૂર્ણ કરવા માટે ઝડપી કરવામાં આવી છે. તેના અંતર્ગત અંતિમ તબક્કા (ત્રીજા તબક્કા)ના ટ્રાયલનો પહેલો ડોઝ આજથી આપવામાં આવ્યો છે. બીજો ડોઝ 29 દિવસ પછી આપવામાં આવશે. બીજો ડોઝ આપ્યા પછી ફાઇનલ ટ્રાયલ ડેટા તેના 15 દિવસ પછી આવશે. આ સમયગાળા બાદ અમે કોવિશિલ્ડને બજારમાં લાવવાની યોજના બનાવી રહ્યા છીએ.’

22 ઓગસ્ટથી 1600 લોકો પર ટ્રાયલ

અગાઉ ત્રીજા તબક્કાના ટ્રાયલમાં ઓછામાં ઓછા 7-8 મહિના લાગવાની વાત કહેવાતી હતી. 17 કેન્દ્રોમાં 1600 લોકોની વચ્ચે આ ટ્રાયલ 22 ઑગસ્ટથી શરૂ થયો છે. દરેક સેન્ટર પર અંદાજે 100 વોલેન્ટિયર છે.

દરમ્યાન કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષ વર્ધન એ પણ કહ્યું છે કે આપણી એક કોવિડ -19 રસી ક્લિનિકલ ટ્રાયલના ત્રીજા તબક્કામાં છે. તેમણે ઉમેર્યું કે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વર્ષના અંત સુધીમાં રસી તૈયાર થઈ જશે.

સૂત્રોનું કહેવું છે કે આ વેક્સીન સીરમ સંસ્થામાંની હશે. કંપનીએ એસ્ટ્રાઝેનેકા નામની કંપની સાથે એક એક્સક્લૂઝિવ કરારના હક ખરીદ્યા છે જેથી તેને ભારત અને અન્ય 92 દેશોમાં વેચી શકાય. તેના બદલામાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ કંપનીને રોયલ્ટી ફી ચૂકવશે.

કેન્દ્રને 68 કરોડ ડોઝની જરૂર

કેન્દ્ર સરકારે એસઆઈઆઈને પહેલેથી જ સંકેત આપી દીધા છે કે તે તેની પાસેથી સીધી રસી ખરીદશે અને ભારતીયોને મફત રસી પૂરી પાડવા માટે કામ ચાલી રહ્યું છે. કેન્દ્ર એ આવતા વર્ષે જૂન સુધીમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી 130 કરોડ ભારતીયો માટે 68 કરોડ ડોઝની માંગણી કરી છે.

બાકીના માટે માનવામાં આવી રહ્યું છે કે જો આ ટ્રાયલમાં સંપૂર્ણપણે સફળ થઇ જાય છે તો સરકાર ICMR અને ભારત બાયોટેક દ્વારા વિકસિત કરાય રહેલી ‘કોવેક્સિન’ અને ઝાયડસ કેડિલાની ‘ZyCoV-D’ માટે ઓર્ડર આપી શકે છે.

સીરમ સંસ્થા દર મહિને 10 કરોડ ડોઝ બનાવશે

ભારત બાયોટેકના સીએમડી ક્રિષ્ના અલ્લાએ કહ્યું છે કે સલામતી અને અસરને ધ્યાનમાં રાખીને તેઓ રસી બનાવવા માટે શોર્ટકટ નહીં અપનાવે. બીજી બાજુ, સીરમ દર મહિને 6 કરોડ ડોઝ બનાવવાનું શરૂ કરી રહ્યું છે જે એપ્રિલ 2021 સુધીમાં દર મહિને વધારીને 10 કરોડ કરવામાં આવશે. આ માટે કંપનીએ 200 કરોડ રૂપિયા ખર્ચ કરીને તેની રસી ઉત્પાદન ક્ષમતામાં વધારો કર્યો છે.

ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક છે. તે દર વર્ષે 1.5 અબજ રસી ડોઝનું નિર્માણ કરે છે, જેમાં પોલિયોથી ઓરી સુધીની રસીનો સમાવેશ થાય છે.

બિલ એન્ડ મિલિંડા ગેટ્સ ફાઉન્ડેશને પણ લગભગ 1125 કરોડ રૂપિયામાં સીરમને ભંડોળ આપવા રાજી થઇ ગયું છે, જેમાંથી કંપની કોવિડ-19 રસીના અંદાજે 10 કરોડ ડોઝ બનાવે અને તેને ગરીબ દેશોમાં મોકલવામાં આવી શકે. સૂત્રો કહે છે કે આનાથી SIIના એક ડોઝની કિંમત 1000 રૂપિયાથી વધુથી ઘટાડીને 250 રૂપિયા કરવામાં મદદ મળશે. ( Source – Sandesh )