શિક્ષણ : ગુજરાત યુનિવર્સિટીના 85% વિદ્યાર્થીએ ઓફલાઈન પરીક્ષા પસંદ કરી

શિક્ષણ : ગુજરાત યુનિવર્સિટીના 85% વિદ્યાર્થીએ ઓફલાઈન પરીક્ષા પસંદ કરી

સપ્ટેમ્બરમાં યોજાનારી પરીક્ષા માટે કુલ 80 હજાર વિદ્યાર્થીમાંથી માત્ર 12 હજારે ઓનલાઈન ચોઈસ ભરી

ગુજરાત યુનિવર્સિટીની સપ્ટેમ્બરમાં યોજાનારી ફાઈનલ યરની પરીક્ષા માટે 80 હજારમાંથી 68 હજાર એટલે કે 85 ટકા વિદ્યાર્થીએ ઓફલાઈન પરીક્ષાનો વિકલ્પ પસંદ કર્યો છે. પરીક્ષા વિભાગ તરફથી ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ પસંદ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટેની કાર્યવાહી તાજેતરમાં પૂરી કરાઈ છે,જેમાં અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલની ફાઈનલ યરની પરીક્ષા માટે નોંધાયેલા કુલ 80,000 વિદ્યાર્થીઓમાંથી 12,000 વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષા માટેનો વિકલ્પ પસંદ કર્યો છે. આશરે 300થી વધુ કોલેજોના ફાઈનલ યરના, ફાઈનલ સેમેસ્ટરના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા 3 અને 12મી સપ્ટેમ્બર એમ બે તબક્કામાં લેવા માટેની જાહેરાત કરી દીધી છે.

યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના ઉપક્રમે ઓફલાઈન એક્ઝામ સપ્ટેમ્બરના બીજા વીકમાં પૂર્ણ થશે. તે પછીથી ઓનલાઈન એક્ઝામ સપ્ટેમ્બર મહિનાના અંતમાં યોજાશે. હાલમાં ઓફલાઈન એક્ઝામ સારી રીતે પૂરી થાય તે માટેના ચક્રો ગતિમાન કરાયા છે.

( Source – Divyabhaskar )