અડધા પૈસા લઈને વાહન છોડાવનારાની ખેર નથી! અ’વાદમાં નકલી રસીદનું કૌભાડ ઝડપાતાં ખળભળાટ

અડધા પૈસા લઈને વાહન છોડાવનારાની ખેર નથી! અ’વાદમાં નકલી રસીદનું કૌભાડ ઝડપાતાં ખળભળાટ

અમદાવાદ RTOની બોગસ રસીદ આપી વાહન છોડાવવાનું ફરી એકવાર કૌભાંડ ઝડપાયું છે. આ અગાઉ પકડાયેલ RTO એજન્ટ બિન્દાસ ડુપ્લીકેટ રસીદ બનાવી આ સમગ્ર કૌભાંડ ચલાવી રહ્યા છે. બાપુનગર પોલીસે ડુપ્લીકેટ રસીદ બનાવનાર એજન્ટ સહિત 3 લોકોની ધરપકડ કરી છે.

અમદાવાદમાં પોલીસે ડિટેઇન કરેલા વાહનોને છોડાવવા માટે RTOની બોગસ રસીદ આપવાનું છેતરપિંડીનું કૌભાંડ સામે આવ્યું છે. બાપુનગર પોલીસને RTOની ડુપ્લીકેટ રસીદ બનાવી કૌભાંડ ચાલતું હોવાની માહિતી મળતાં પોલીસે ગુજરાત હાઉસિંગ બોર્ડ સુન્દરમનગરમાં ગુલઝાર અંસારી નામના RTO એજન્ટના ઘરે રેડ પાડી હતી. ત્યાંથી ડુપ્લીકેટ રસીદ બનાવવા કોમ્યુટર, પ્રિંટીંગ મશીન, અશોકસ્થભ અને RTOના સિક્કાઓ મળી આવ્યા. આરોપી એજન્ટ લોકોને દંડ ઓછો કરી આપવાની લાલચ આપી જે દંડ હોય તેનાથી અડધા પૈસા લઈ ડુપ્લીકેટ રસીદ આપતો હતો. આરોપી ગુલઝાર અંસારી દંડ વસૂલી અને ખોટી રસીદ વાહન ચાલકને આપી પોલીસ સ્ટેશન વાહન છોડાવી લેતા હતા.

ઝડપાયેલ આરોપી ગુલઝાર અંસારીને ગોમતીપુર પોલીસે ઓગસ્ટ મહિના 2019માં RTOની ડુપ્લીકેટ રસીદ કેસમાં ધરપકડ કરી હતી. એક અઠવાડિયામાં જેલમાંથી બહાર આવી ગયા બાદ આરોપી ગુલઝાર અંસારી બિન્દાસ ડુપ્લીકેટ રસીદ બનાવવાનું શરૂ કરી દીધું હતું. આરોપી ગુલઝાર ઉર્ફે સમીર અંસારી અને નફીસ અજગરઅલી શેખ બંને ભેગા મળી ડુપ્લીકેટ રસીદ બનવાનું કૌભાંડ ચલાવી રહ્યા હતાં. જેમાં આરોપી નફીસ શેખ વસ્ત્રાલ RTOની બહાર ઉભા રહીને પોલીસે ડિટેઇન કરેલા વાહનના માલિકોને વિશ્વાસમાં લઇ તેને ઓછા પૈસા ભરાવનું કહીને ડુપ્લીકેટ રસીદ બનાવતો હતો. જે RTO રસીદ આરોપી ગુલઝાર અંસારી પોતાના ઘરે બનાવતો હતો.