12 જૂનના રોજ સુશાંતના ઘરે જ હતી રિયા ચક્રવર્તી! તસવીરોમાં ફૂટ્યો સૌથી મોટો ભાંડો

12 જૂનના રોજ સુશાંતના ઘરે જ હતી રિયા ચક્રવર્તી! તસવીરોમાં ફૂટ્યો સૌથી મોટો ભાંડો

રિયા ચક્રવર્તીએ મુંબઈ પોલીસ, ઈડી, સીબીઆઈને આપેલા પોતાના નિવેદનમાં કહ્યું કે તે 8 જૂનના સુશાંતના ઘરેથી જતી રહી હતી. રિયાએ પોતાના ઇન્ટરવ્યૂમાં પણ આ વાત કહી કે ત્યારબાદ તેની સુશાંત સાથે કોઈ વાત નથી થઈ, કેમકે તેણે ગુસ્સામાં સુશાંતનો નંબર બ્લોક કરી દીધો હતો, પરંતુ આ દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો સામે આવી છે જે રિયાના દાવા પર પ્રશ્નો ઉઠાવે છે. પ્રશ્ન એ છે કે શું રિયા 12 જૂનના સુશાંતના ઘર પર હતી? અથવા પછી એ પણ સંભવ છે કે તસવીરો જૂની હોય અને તે 12 જૂનના પોસ્ટ કરવામાં આવી હોય.

કેક કોના માટે મંગાવવામાં આવી હતી? 

રિયાની કેટલીક તસવીરો એક કેક શૉપે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તમામ તસવીરો 12 જૂનની છે અને જણાવવામાં આવી રહ્યું છે કે આ તસવીરોને રિયા ચક્રવર્તીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કરી હતી. તસવીરોની સાથે રિયા ચક્રવર્તીએ આ કેક શૉપનો આભાર માનતા સુશાંતની એક્સ મેનેજર શ્રુતિ મોદીનું નામ પણ લીધું હતુ. કેક શૉપના ઇન્સ્ટાગ્રામ પર રિયાની અનેક તસવીરો છે. પ્રશ્ન એ પણ ઉઠી રહ્યો છે કે 12 જૂન 2020ના આ કેક કોના માટે મંગાવવામાં આવી હતી? રિયાની ઠીક પાછળ જે જગ્યા જોવા મળી રહી છે તે સુશાંતના લિવિંગ રૂમની છે. ઘરની એક ફ્રેમમાં એક એસ્ટ્રોનોટની તસવીર લાગેલી છે, જેની ધાર ઠીક એવી જ છે જેવી સુશાંતના રૂમમાં છે.

રૂમી જાફરીએ કહ્યું હતુ- 12 જૂનના રિયા અને સુશાંત સાથે થઈ હતી વાત

જોકે આ તસવીરો જૂની પણ હોઈ શકે છે. સંભવ છે કે આ તસવીરો કેક શોપના પ્રમોશન માટે હોય જે રિયાએ પહેલાથી ક્લિક કરાવી હોય. સામાન્ય રીતે સ્ટાર્સના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તેમના મેનેજર હેન્ડલ કરે છે. આવામાં સંભવ છે કે તસવીરો જૂની હોય અને કેક શૉપથી પ્રમોશનલ ડીલ બાદ આ તસવીરો પોસ્ટ કરવામાં આવી હોય. જોકે 12 જૂનની તારીખને લઇને કેટલીક શંકાઓ ફિલ્મેકર રૂમી જાફરીના નિવેદનથી પણ સામે આવે છે.

રૂમી જાફરીએ પોતાના નિવેદનમાં કહ્યું હતુ કે, 12 જૂનના તેમણે સુશાંતની સાથે એક ફિલ્મ ફાઇનલ કરી હતી, જેમાં રિયા ચક્રવર્તી લીડ એક્ટ્રેસ તરીકે આવવાની હતી. રૂમી જાફરીએ કહ્યું કે 12 જૂનના તેમની રિયા અને સુશાંત સાથે વાત થઈ હતી.