માત્ર એક સવારી માટે રાજધાની એકસ્પ્રેસ 535 કિમી ચલાવવી પડી!

માત્ર એક સવારી માટે રાજધાની એકસ્પ્રેસ 535 કિમી ચલાવવી પડી!

રાંચી :

ફક્ત એક પ્રવાસીને તેના ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડવા માટે ૫૩૫ કિમી સુધી રાજધાની એકસ્પ્રેસ ચલાવવી પડી હોય તેવી રેલવેના ઇતિહાસમાં પહેલી ઘટના બની છે. હકીકત એવી છે કે ઝારખંડમાં ચાલી રહેલા ટાના ભગતો આંદોલનને કારણે રાજધાની એકસ્પ્રેસ ડાલટનગંજ સ્ટેશન પર ફસાઈ હતી અને આ ટ્રેનને અહીં જ રોકીને ટ્રેનના ૯૨૯ પ્રવાસીઓને બસ દ્વારા તેમના ગંતવ્ય સ્થળ સુધી રવાના કરી દેવાયા હતા પરંતુ અનન્યા નામની મહિલા પ્રવાસીઅ એવી દલીલો કરી કે તેણે રાજધાની એકસ્પ્રેસની ટિકિટ લીધી છે, તેથી તે રાજધાની એકસ્પ્રેસમાં જ જશે. તેણે કહ્યું કે મારે બસમાં જવું હોત તો બસની ટિકિટ લીધી હોત. તમારે મને ટ્રેનમાં રાંચી પહોંચાડવી પડશે. હું પ્લેનમાં પણ જવાની નથી.about:blank

અનન્યા બરાબરની જીદે ચડતાં રેલવે અધિકારીઓને તેની જીદ આગળ ઝૂકવા સિવાયનો બીજો કોઈ આરો નહોતો અને આખરે રાજધાની એકસ્પ્રેસને ડાલટનગંજથી બિહારના ગયા અને ત્યાંથી ગોમો અને બોકારો થઈને રાંચી લઈ જવામાં આવી હતી જ્યાં રાતના બે વાગ્યાની આસપાસ અનન્યા રાંચી સ્ટેશને ઊતરીને પોતાના ઘેર ગઈ હતી. રેલવેના એક અધિકારીએ એવું જણાવ્યું કે સંભવત રેલવેના ઇતિહાસની આ પહેલી ઘટના છે. ડાલટનગંજ સ્ટેશન પર રાજધાની એકસ્પ્રેસને રોકી દેવાનો નિર્ણય લેવાયો હતો પરંતુ એકમાત્ર પ્રવાસીને તેના ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડવા માટે રેલવેને ૫૩૫ કિમી દૂર ટ્રેન ચલાવવી પડી હતી.