હવે ઈન્ટરનેટ વગર પણ યુઝ કરો ગુગલ મેપ્સ, એકદમ ઈઝી છે ઓફલાઈન GPSની ટેકનિક

હવે ઈન્ટરનેટ વગર પણ યુઝ કરો ગુગલ મેપ્સ, એકદમ ઈઝી છે ઓફલાઈન GPSની ટેકનિક

હાલના સમયમાં મોટી સંખ્યામાં લોકો ગુગલ મેપ્સનો ઉપયોગ કરે છે. સ્માર્ટફોનમાં મળતી જીપીએસ સર્વિસની મદદથી ન ફક્ત તમે અન્યોની સાથે પોતાની લોકેશન શેર કરી શકો છે, તેમજ કોઈપણ મુશ્કેલી વગર માર્ક કરેલી લોકેશન પણ જઈ શકો છો. જો તમે કોઈ નવી જગ્યા પર છો તો ગુગલ મેપ્સ સૌથી કામનું નેવિગેશન ટૂલ્સમાંનું એક હોઈ શકે છે.

જરૂરી નથી કે દરેક વખતે ગુગલ મેપ્ય કે નેવિગેશન સર્વિસ તમારી મદદ કરી શકે. ખાસ કરીને એવી સ્થિતિમાં જ્યારે તમારા સ્માર્ટફોનમાં ઈન્ટરનેટ કે ઈન્ટરનેટ એક્સેસ ન કરી શકો કે પછી નેટવર્ક જ ન હોય. ખાસ વાત તો એ છે કે આવી સ્થિતિમાં પણ તમે ઓફલાઈન જીપીએસનો ઉપયોગ કરી શકો છો. જો કે, તેના માટે તમારે પહેલેથી અમુક સ્ટેપ્સને ફોલો કરવા પડશે. પોતાના એન્ડ્રોઈડ ડિવાઈઝ કે આઈફોન પર ઓફલાઈન જીપીએસ ચલાવવા અને મેપ્સ એક્સેસ કરવા માટે તમારે પહેલેથી જ લોકેશન સેવ કરવી પડશે.

આ રીતે ચલાવો ઓફલાઈન જીપીએસ

આપણા બધા સાથે ક્યારેક તો એવું થયું હોય કે જ્યારે આપણે ટ્રિપ પર ગયા હોઈએ અને ત્યાં જઈને ખબર પડે કે અહીં તો નેટવર્ક જ આવતું નથી. તેવી પરિસ્થિતિમાં ગુગલ મેપ્સ કામમાં આવી શકે છે. ગુગલ મેપ્સના ઓફલાઈન મેપ્સની મદદથી તમે ઈન્ટરનેટ વગર કે સેલ્યુલર નેટવર્ક વગર પણ જીપીએસ ઓફલાઈન ઉપયોગ કરી શકો છો. તેની મદદથી કોઈ લોકેશનનો મેપ પોતાના સ્માર્ટફોનમાં પહેલેથી જ ડાઉનલોડ અને સેવ કરી શકાય છે. તે માટે તમારે થોડા સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

– સ્માર્ટફોનમાં ગુગલ મેપ્સ એપ ઓપન કરો
– ટોપ લેફ્ટમાં દેખાઈ રહેલી પોતાના પ્રોફાઈલ ફોટો પર ટેપ કરો અને ઓફલાઈન મેપ્સ સિલેક્ટ કરો.
– સિલેક્ટ યોર ઓન મેપ પર ટેપ કરો અને તે જગ્યા પસંદ કરો જ્યાં તમે જવાના છો.
– મેપ ડાઉનલોડ થઈ જશે અને તમે ઓફલાઈન એક્સેસ કરી શકો છો.