IRCTC પાસે જમા રૂ. 10 લાખનું રિફંડ લેનારું કોઈ નથી, જે ખાતામાંથી ટિકિટના પૈસા ચૂકવ્યા હતા, તે બધા બંધ થઈ ગયા છે

IRCTC પાસે જમા રૂ. 10 લાખનું રિફંડ લેનારું કોઈ નથી, જે ખાતામાંથી ટિકિટના પૈસા ચૂકવ્યા હતા, તે બધા બંધ થઈ ગયા છે

સામાન્ય રીતે લોકો ટિકિટ કેન્સલ કર્યા પછી રિફંડ બેન્ક ખાતામાં જમા ના થાય તો પરેશાન થઈ જાય છે, પરંતુ ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન એટલે પરેશાન છે કે ટિકિટ કેન્સલ થયા પછી રૂ. 10 લાખ જેટલી રકમ લેનારું કોઈ નથી. રેલવે દ્વારા લોકોને અપીલ પણ કરાઈ છે કે તેઓ પોતાનું રિફંડ પાછું લઈ લે. આ માહિતી બુધવારે લોકસભામાં એક સવાલના જવાબમાં રેલવે મંત્રી પીયૂષ ગોયલે આપી હતી.

IRCTCના અધિકારીના જણાવ્યાનુસાર, જે બેન્ક ખાતામાંથી ટિકિટ બુક કરાવાઈ હતી, તે બંધ થવાના કારણે રિફંડ પાછું નથી આપી શકાયું. રેલવેએ લોકોને રિફંડ પાછું લેવા નવો બેન્ક ખાતા નંબર આપીને રિફંડ લેવાનો અનુરોધ કરતા કહ્યું છે કે, નવો ખાતા નંબર આપ્યા પછી રિફંડનો દાવો કરનારી વ્યક્તિ આધાર કે પાન નંબર આપીને પોતાની ઓળખ આપીને રકમ પાછી લઈ શકે છે.

કોરોના કાળમાં રૂ. 3,371 કરોડની ટિકિટ કેન્સલ થઈ
લોકસભામાં એક સવાલનો જવાબ આપતા રેલવેમંત્રીએ કહ્યું કે કોરોના કાળ એટલે કે 22 માર્ચથી 12 ઓગસ્ટ વચ્ચે રિફંડના રૂપમાં રેલવેએ લોકોને રૂ. 3371.50 કરોડ પાછા આપ્યા છે. આ ટિકિટ 14 એપ્રિલ પહેલાં બુક કરાવાઈ હતી. ગયા વર્ષે આ સમયની તુલનામાં ચાલુ વર્ષે ફક્ત 1.27% મુસાફરોએ જ પ્રવાસ કર્યો હતો. તેથી રેલવેને આશરે 42% ઓછી આવક થઈ છે.

( Source – Divyabhaskar )