કોરોનાથી રિકવરી કેસમાં ભારત પ્રથમ નંબર પર પહોંચ્યુ, 100 દર્દી પૈકી 79 દર્દી સાજા થયા

કોરોનાથી રિકવરી કેસમાં ભારત પ્રથમ નંબર પર પહોંચ્યુ, 100 દર્દી પૈકી 79 દર્દી સાજા થયા

  • દેશમાં અત્યારે 10.15 લાખથી વધારે દર્દીની સારવાર થઈ રહી છે
  • દેશના 7 સૌથી સંક્રમિત રાજ્યોમાં તમિલનાડુનો રિકવરી રેટ સૌથી સારો

આપણા સૌને માટે સારા સમાચાર છે. કોરોના સંક્રમણથી સાજા થયેલા લોકોની સંખ્યાની બાબતમાં ભારત હવે વિશ્વમાં સૌથી મોટો દેશ બની ગયો છે. અહીં 53 લાખ દર્દી પૈકી અત્યાર સુધીમાં 42 લાખ 20 હજારથી વધારે લોકો સાજા થઈ ગયા છે. અત્યાર સુધી અમેરિકા આ બાબતમાં પહેલા નંબર પર હતો. અહીં 41 લાખથી વધારે લોકો ઠીક થઈ ગયા છે.

ભારતમાં રિકવરી રેટ 79.21 ટકા છે. એટલે કે અહીં પ્રત્યેક 100 પૈકી 79 લોકો સાજા થઈ રહ્યા છે. અમેરિકાનો રેકોર્ડ આ બાબતમાં સૌથી ખરાબ છે. અમેરિકામાં રિકવરી રેટ 60.51 ટકા છે.

વિશ્વમાં અત્યાર સુધી 2.23 કરોડથી વધારે દર્દી સાજા થયા
વિશ્વમાં અત્યાર સુધીમાં 3 કરોડ 7 લાખથી વધારે દર્દી સંક્રમણનો ભોગ બન્યા છે. આ પૈકી 2 કરોડ 23 લાખ 74 હજાર 216 લોકો સાજા થયા છે. વિશ્વમાં સાજા થયેલા કુલ દર્દી પૈકી આશરે 19 ટકા લોકો ભારતમાંથી છે. આ પૈકી અમેરિકા 18.73 ટકા અને બ્રાઝીલનો 16.33 ટકા હિસ્સો છે.

દેશમાં 10 લાખથી વધારે દર્દી સારવાર હેઠળ
દેશમાં 53 લાખ દર્દી પૈકી 42 લાખ દર્દી સાજા થઈ ચુક્યા છે. જ્યારે હજુ 10 લાખ દર્દી સારવાર હેઠળ છે. સંક્રમણને લીધે અત્યાર સુધીમાં 86 હજારથી વધારે લોકોના મૃત્યુ થયા છે. અમેરિકામાં સૌથી વધારે 25 લાખ એક્ટિવ કેસ છે અને સૌથી વધારે 2 લાખ લોકોના મૃત્યુ થયા છે.

તમિલનાડુનો રિકવરી રેટ સૌથી સારો

દેશના 7 સૌથી વધુ સંક્રમિત રાજ્યોમાં તમિલનાડુનો સૌથી સારો 89 ટકા રિકવરી રેટ છે. પશ્ચિમ બંગાળમાં 87 ટકા, દિલ્હીમાં 85 ટકા અને આંધ્ર પ્રદેશમાં 83 ટકા લોકો ઠીક થઈ ચુક્યા છે.

( Source – Divyabhaskar )