રિયા ચક્રવર્તીની જ્યુડિશિયલ કસ્ટડી સ્પેશિયલ કોર્ટે ૬ ઓક્ટોબર સુધી લંબાવી

રિયા ચક્રવર્તીની જ્યુડિશિયલ કસ્ટડી સ્પેશિયલ કોર્ટે ૬ ઓક્ટોબર સુધી લંબાવી

સ્પેશિયલ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સ ( એનડીપીએસ) એક્ટ કોર્ટ દ્વારા મંગળવારના રોજ એનસીબી દ્વારા દાખલ કેસમાં રિયા ચક્રવર્તીની જ્યુડિશિયલ કસ્ટડી ૬ ઓક્ટોબર સુધી લંબાવી દીધી છે.  રિયા તથા તેના ભાઇ દ્વારા કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. અગાઉ ૮ સપ્ટેમ્બરના રોજ રિયા ચક્રવર્તીની તથા શૌવિકની ૬ સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. એનડીપીએસ કોર્ટ દ્વારા અગાઉ ૧૧ સપ્ટેમ્બરના રોજ તેઓની જામીન અરજી ફગાવી દેવાઇ હતી.  જામીન ફગાવતા સ્પેશિયલ જજ જી બી ગુરાઓએ નોંધ્યુ હતુ કે, રિયા અને સુશાંત લીવ ઇનમાં રહેતા હતા. સુશાંત માટે ડ્રગ સંબંધિત આક્ષેપો છે. રિયા તેના ભાઇ મારફત મગાવતી હોવાનુ તથા ઝૈદ વિલાત્રા તથા આબદેલ બાસિત મારફત મગાવતી હોવાના આરોપો છે. તપાસમાં એનસીબીએ વોટ્સએપ ચેટ, ઇલેક્ટ્રોનિક્સ પુરાવા, રકમ ટ્રાન્સફર થયાની વિગતો મેળવી છે. તપાસ પ્રાથમિક તબક્કે છે, આ તબક્કે ઉપલબ્ધ રેકર્ડના આધારે એવું નહિ કહી શકાય કે રિયાને સાંકળતું કોઇ યોગ્ય ગ્રાઉન્ડ નથી.

સુશાંતસિંહ કેસ : સેમ્યુઅલ, દીપેશ સાવંત, બાસિત પરિહારની જામીન અરજી ૨૯ સપ્ટેમ્બર સુધી મુલતવી

સેમ્યુઅલ મિરાન્ડા, દીપેશ સાવંત અને બાસિત પરિહારની સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ તથા સંબધિત ડ્રગ કેસમાં ધરપકડ કરવામા આવી હતી. જેમાં તેઓ દ્વારા કરવામાં આવેલી જામીન અરજી મુંબઇ હાઇકોર્ટ દ્વારા મુલતવી રાખવામાં આવી છે. જેમા હવે પછીનું હિયરિંગ ૨૯ સપ્ટેમ્બરના રોજ થશે.

પાકિસ્તાન અને ડ્રગ કાર્ટેલ્સ તરફે એનસીબીની તપાસ

સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસમાં ડ્રગ એંગલની એનસીબી દ્વારા તપાસ થઇ રહી છે. એનસીબીને આ તપાસ દરમિયાન અમૃતસરની કેટલીક વ્યક્તિઓની વિગત મળી છે. પાકિસ્તાન દ્વારા વાયા અમૃતસર મુંબઇ તથા બોલિવૂડમાં કોકેન અને ડ્રગ્સ સપ્લાય થતું હોવાની વિગતો મળી છે. જેની ચકાસણી કરવામા આવી રહી છે. ડ્રગ્સનું સેવન કરનારાઓથી લઇ પેડલર્સ થી સપ્લાયર્સ સુધીની તપાસ દરમિયાન એનસીબીને ચોંકાવનારી વિગતો મળી રહી છે. જેના આધારે બોલિવૂડના વર્તમાન અને ભૂતકાળના ઘણાં લોકોના નામ રડાર પર મૂંકાઇ ગયા છે. જેઓની પ્રવૃત્તિ પર વોચ રાખવામાં આવી રહી છે.  એનસીબીમાં તપાસ સાથે સંકળાયેલાઓ સૂત્રો મુજબ, ડ્રગ્સ પ્રકરણમાં કોની સંડોવણી અને સપ્લાયર્સ અંગેની  તપાસ ચાલી રહી છે. હેરોઇન, કોકેન અને મેથામ્ફેટામાઇનના સપ્લાયર્સની પણ તપાસ થઇ રહી છે.