કેનેડિયન મહિલા નાના બાળકની આબેહૂબ નકલ કરીને તૈયાર કરે છે સિલિકોન બેબીડોલ

કેનેડિયન મહિલા નાના બાળકની આબેહૂબ નકલ કરીને તૈયાર કરે છે સિલિકોન બેબીડોલ

કેનેડિયન મહિલા અને સિલિકોન આર્ટિસ્ટ સુસાન ગિબ્સને જે રિબોર્ન તરીકે ઓળખાતી સિલિકોન બેબીડોલ્સને પેઇન્ટ કરે છે. પરંતુ આ પેઇન્ટ એવું અદ્દલ હોય છે કે લોકો આ બેબીડોલને જુવે છે તો તેને જીવંત નવજાત શીશુ જ સમજે છે. સુસાન પણ ઘણીવાર પેઇન્ટ કર્યા બાદ બેબીડોલને પોતાની પાસેથી દૂર કરવામાં એક માતા જેવી પીડા અનુભવે છે.

સુસાન ૨૦૧૦થી ન્યુબોર્નને પેઇન્ટ કરે છે અને જ્યારે પણ પોતાની ફિનિશ પ્રોડક્ટને જુવે છે ત્યારે પોતાની જાતને પ્રાઉડ મોમ તરીકે ફીલ કરે છે. સુસાન કહે છે કે હું નાની હતી ત્યારથી હંમેશાં બેબીડોલ્સને પસંદ કરું છું અને ઇચ્છું છું કે તેઓ તેને વધારે વાસ્તવિક બનાવે. ૨૦૦૯માં રિબોર્ન બેબીડોલની સૌપ્રથમ ખરીદી કરી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તે કેટલી મોંઘી છે તેથી સુસાને જાતે હાથ અજમાવવાનું નક્કી કર્યું.

પહેલાં તે પોતાના અને પરિવાર માટે બનાવતી હતી પરંતુ હવે સિલિકોન ડોલ્સને કેવી રીતે પેઇન્ટ કરવી તે દુનિયાભરમાં શીખવે છે. એક બેબીડોલ તૈયાર કરવામાં ચાર સપ્તાહનો સમય લેતી સુસાન કહે છે કે હું દરેક ઢીંગલીને પહેલાંના કરતાં વધારે સારી બનાવવાનો હું પ્રયાસ કરું છું. સુસાન હવે પોતાની બેબીડોલ્સને ઓનલાઇન વેચે છે અને ત્યાં તે દરેક માટે ૮૦૦૦ ડોલર જેવી કિંમત મેળવે છે. તેમ છતાં તેણી કહે છે કે તેને બેબીડોલને પોતાની પાસેથી દૂર કરવામાં દુઃખ થાય છે કારણ કે તે એકદમ રિયલ હોય છે.