NCP નેતા અજીત પવાર અધધ રૂપિયા 25,000 કરોડના કૌભાંડમાં દૂધે ધોયેલા સાબિત થયા

NCP નેતા અજીત પવાર અધધ રૂપિયા 25,000 કરોડના કૌભાંડમાં દૂધે ધોયેલા સાબિત થયા

રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને રાજ્યના ઉપમુખ્યમંત્રી અજીત પવારને રૂપિયા 25,000 કરોડના સહકારી બેંક કૌભાંડ કેસમાં ક્લિન ચીટ આપવામાં આવી છે. અજીત પવારની સાથો સાથ અન્ય 68 આરોપીઓને પણ આ કેસમાં ક્લિન ચીટ આપી દેવામાં આવી છે. મુંબઈ હાઈકોર્ટના આદેશ પર અજીત પવાર સહિતનાઓ વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

મુંબઈ પોલીસની આર્થિક અપરાધ શાખાને આ કેસનો ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, અજીત પવાર વિરૂદ્ધ લગાવવામાં આવેલા આરોપોમાં કોઈ જ પુરાવા હાથ લાગ્યા નથી. અજીત પવાર સહિત તમામ 69 લોકોને ક્લિન ચીટ આપવામાં આવે છે.

મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના લીડર અજીત પવાર સમેત 69 લોકોને મુંબઇ પોલીસે મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ બેંકમાં કથિત કૌભાંડ મામલે ક્લિન ચીટ આપી છે. મુંબઇ પોલિસે ઇકોનોમિક ઓફેંસ વિંગને એફઆઇઆર દાખલ કરાવ્યાના એક વર્ષ પછી એક સત્ર કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે.

આ કથિત કૌભાંડમાં બોમ્બે હાઇકોર્ટે ઇકોનોમિક ઓફેંસ વિંગની એફઆઇઆર દાખલ કરાવાનો આદેશ આપ્યો હતો. કથિત કૌભાંડની લિસ્ટમાં મંત્રી જયંત પાટિલ પણ સામેલ હતા. આરોપ હતો કે આ સમૂહના દોરીસંચારથી સરકારને 25,000 કરોડ રૂપિયાનું નુક્શાન થયું. ઇડીએ પણ મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો હતો.

ઇડી તપાસ દરમિયાન અજિત અને એનસીપી મુખિયા શરદ પવારનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. ઇડીએ કહ્યું હતું કે, આ તપાસ તે વખતે કરી હતી જ્યારે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની NDA સરકાર હતી.  ક્લોઝર રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યા કે આ કથિત કૌભાંડમાં એક વર્ષ ચાલેલી તપાસમાં કોઇ અનિયમિતતા કે કોઇ પુરવા નથી મળ્યા. અહેવાલ પ્રમાણે એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, અમે દસ્તાવેજો અને ઓડિટ રિપોર્ટની તપાસ કરી છે. 100થી વધુ લોકોનું નિવેદન નોંધ્યું છે. આ દરમિયાન તપાસમાં તે વાત પણ સામે આવી છે કે ટેંડરિગની પ્રક્રિયામાં પવાર સામેલ હોવાના કોઇ પુરાવા નથી મળ્યા ના જ તેમને કોઇ મીટિંગમાં ભાગ લીધો છે.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કોઇ પર અપરાધિક દુર્વ્યવહાર, હિતોના ટકરાવ, અનિયમિતતા અને કાર્યકાળનો ખોટો ઉપયોગ કરવાની કોઇ ફરિયાદ નથી મળી. વર્ષ 2015માં એક્ટિવિસ્ટ સુરિંદર અરોડાએ ઇઓડબ્લ્યૂની પાસે ફરિયાદ નોંધી હતી. એફઆઇઆર દાખલ કરવા માટે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કોર્ટે આ મામલે કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો.