ટાઇમ મેગેઝિનમાંથી : રિસર્ચ જણાવે છે કે મહિલાઓ બોલે ત્યારે પુરુષ અધવચ્ચે વધારે ટોકે છે,

ટાઇમ મેગેઝિનમાંથી : રિસર્ચ જણાવે છે કે મહિલાઓ બોલે ત્યારે પુરુષ અધવચ્ચે વધારે ટોકે છે,

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સ અને ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસની ડીબેટથી મુદ્દો ગરમાયો

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીની ડીબેટમાં ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સ દ્વારા ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસને વારંવાર ટોકવાથી સોશિયલ મીડિયા પર આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો છે. પેન્સે હેરિસને દસ વખત ટોક્યા હતા અને હેરિસે ફક્ત પાંચ વખત અધવચ્ચે પોતાની વાત રજૂ કરી હતી. સોશિયલ મીડિયા પર અનેક મહિલાઓએ પોસ્ટ કરી કે તે પોતાના જીવનમાં પણ પુરુષોની દખલનો અનુભવ કરે છે. અનેક અભ્યાસોથી જાણ થાય છે કે આ બીમારી અત્યંત વ્યાપક છે. આમ તો તેની અસરને મર્યાદિત કરવી સરળ નથી પણ શક્ય તો છે.

અનેક લોકોએ પેન્સના હસ્તક્ષેપને કાર્યસ્થળે થતી પ્રવૃત્તિઓ સાથે સાંકળી છે. 2017માં સેનેટ ઈન્ટેલિજન્સ સમિતિની આગેવાનીમાં રિપબ્લિકન સેનેટરોએ કમલા હેરિસને બે વખત બોલતા અટકાવ્યાં હતાં. ડેમોક્રેટિક સાંસદ એલેક્ઝાન્ડ્રિયા ઓકેસિયો કોર્ટેજને પણ આવી દખલનો સામનો કરવો પડ્યો છે. પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં રાજકારણના પ્રોફેસર ટાલી મેન્ડેલબર્ગ કહે છે કે કોઈ ડીબેટ જેમ કે હરીફાઈના માહોલમાં પુરુષ અનેકવાર હાવી થવા ઈચ્છે છે. તે હસ્તક્ષેપને તાકાત બતાવવાની તક સમજે છે. જ્યારે પેન્સે હસ્તક્ષેપ કર્યો તો તે હેરિસ સામે પોતાને શક્તિશાળી ગણાવી રહ્યા હતા.

2016માં રાષ્ટ્રપતિ ચૂંટણીની ડીબેટ દરમિયાન ટ્રમ્પે હિલેરી ક્લિન્ટનને જોરદાર રીતે અનેકવાર ટોક્યા હતા. પુરુષો દ્વારા સામાન્ય રીતે મહિલાઓને બોલતી રોકવા અંગે 1975થી રિસર્ચ ચાલી રહ્યું છે. ડૉન જિમેરમાન અને કેન્ડેસ વેસ્ટના અભ્યાસમાં જાણ થઈ કે મહિલાઓ, પુરુષોના 31 સંવાદો જોતાં જાણ થઈ કે 48માંથી 47 હસ્તક્ષેપ પુરુષોએ કર્યા હતા. 2014માં જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીના એક સ્ટડીથી જાણ થઈ કે પુરુષોની તુલનાએ કોઈ મહિલા સાથે વાત કરતી વખતે પુરુષો દ્વારા 33 ટકા વધુ હસ્તક્ષેપ કરવાની સંભાવના રહે છે. 2017માં નોર્થ વેસ્ટર્ન પ્રિટ્જકર લૉ કોલેજના સ્ટડીએ જણાવ્યું કે અન્ય પુરુષ જજની તુલનાએ સુપ્રીમકોર્ટના પુરુષ જજ મહિલા જજોને ત્રણ ગણા વધારે વખત ટોકે છે.

મહિલાઓ વિનમ્રતાપૂર્વક બોલે છે
જો મહિલાઓ હસ્તક્ષેપ કરે છે તો તે વિનમ્રતા સાથે પોતાની વાત રજૂ કરે છે. 2017માં નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીના સ્ટડીમાં વિજ્ઞાનીઓએ નોંધ લીધી કે જ્યારે મહિલા જજ બોલે છે ત્યારે ‘શું હું બોલી શકું છું’, ‘માફ કરજો’ જેવા શબ્દોનો ઉપયોગ કરે છે. તેનાથી પુરુષ જજોને તેમના પર હાવી થવાની તક મળી જાય છે. સ્ટડી મુજબ મોટા ભાગના મહિલા જજ વિનમ્રતાથી પીછે હટી ગયા છે.

( Source – Divyabhaskar )